સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવનાર કંપનીનો નફો 28% વધ્યો, ત્રણ મહિનામાં કરી કરોડની કમાણી

કંપનીને ચખ્ખો નફો બીજા ક્વાર્ટરમાં 2,593.41 કરોડ રૂપિયા પર પહોંચી ગયો જ્યારે ગત નાણાકિય વર્ષના આ ક્વાર્ટરમાં તેમનો નફો 2,020.30 કરોડ રૂપિયા રહ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવનાર કંપનીનો નફો 28% વધ્યો, ત્રણ મહિનામાં કરી કરોડની કમાણી

નવી દિલ્હી: 182 મીટર ઉંચી દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને 3 મહિનામાંના રેકોર્ડ સમયમાં તૈયાર કરનારી ઇફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T)નો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો બીજા ક્વાર્ટરમાં 28.36 ટકા વધ્યો છે. કંપનીને ચખ્ખો નફો બીજા ક્વાર્ટરમાં 2,593.41 કરોડ રૂપિયા પર પહોંચી ગયો જ્યારે ગત નાણાકિય વર્ષના આ ક્વાર્ટરમાં તેમનો નફો 2,020.30 કરોડ રૂપિયા રહ્યો હતો. જોકે, કંપનીએ જણાવ્યું હતું કે આર્થિક મોરચે વધતી જતી વધઘટને લીધે દેશમાં ખાનગી ક્ષેત્રે રોકાણ પ્રત્યે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે નાદારીના ઉકેલ દ્વારા બિન-અમલીકૃત કોર્પોરેટ ઋણની વસૂલાતથી બિઝનેસ હોલ્ડિંગમાં સુધારો થશે.

L&Tએ નિવેદનમાં જણાવ્યું હતું કે, રિપોર્ટિંગ ગાળા દરમિયાન, તેની કુલ એકીકૃત આવક રૂ. 32,506.10 કરોડ થઈ ગઇ છે. એક વર્ષ પહેલા આ સમયગાળામાં આ આંકડો 26,846.41 કરોડ રૂપિયા હતો. તે દરમિયાન, કંપનીનો કુલ ખર્ચ 24,308.17 કરોડ રૂપિયાથી વધીને 29,225.10 કરોડ રૂપિયા થઇ ગયો હતો. કંપનીએ બીજા ક્વોર્ટરમાં 41,921 કરોડ રૂપિયાના કોન્ટ્રેક્ટ્સ પ્રાપ્ત કર્યા છે. ગત વર્ષની સરખામણીએ તેમાં 46 ટકાનો વધારો નોંધાયો છે. તેનાથી 8,268 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રિય કોન્ટ્રેક્ટ્સ મળ્યા છે. જો કે, કુલ કોન્ટ્રેક્ટ્સના 20 ટકા છે.

L&Tએ સ્વદેશી રીતથી બનાવ્યું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’
L&Tએ કહ્યુ હતું કે, 2,989 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવેલ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને સ્વદેશી રીતથી બનાવવામાં આવ્યું છે. રસ્તાના પ્રવેશ સ્થળથી 182 મીટર અને નદીના પ્રવેશ સ્થળથી 208 મીટર દૂર સ્થાપના કરેલી આ મુર્તી ચીનની 153 મીટર ઉંચી સ્પ્રિંગ મંદિરના બુદ્ધાની મુર્તી અને ન્યૂયોર્કની વિશ્વ પ્રસિદ્ધ ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’થી લગભગ બમણી ઉંચી છે.

L&Tએ કહ્યું કે મુર્તિની સંરચના 180 કીમી પ્રતિ કલાકના ઝડપી હવાની ગતિના હિસાબથી ડિઝાઇન કરવાની હતી જે એક પડકાર ભર્યું કામ હતું. બીજો પડકાર કોઇ કાલ્પનિક ચરિત્રની જગ્યાએ જીવંત લિજેન્ડની મુર્તીનું નિર્માણ કરવાનું હતું. મુર્તીના નિર્માણ માટે આર્કાઈવ્સના સંગ્રહમાંથી લગભગ 2 હજાર તસવીરો એકત્રીત કરવામાં આવી હતી અને એક તસવીરનું સિલેક્શન કરવાનું હતું તથા દ્વિપરિમાણીય ચિત્રને ત્રિ-પરિમાણીય મોડલમાં રૂપાંતરિત કરવા માટે ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શિલ્પકાર રામ સુથારે ખૂબ મહેનત કરી
કંપનીએ જણાવ્યું હતું કે, પટેલના ખેડૂત પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને, તેમની શાલનું કદ, તેનું નીચેની તરફ ઢડાણ અને બનાવટ વગેરેને ધ્યાન રાખતા શિલ્પકાર રામ સુથારે શક્ય તેટલું તેને વાસ્તવિકતાની નજીક લાવવા માટે ખુબ મહેનત કરી છે.

L&Tના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર એસએન સુબ્રહ્મણ્યમે જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી રાષ્ટ્રીય ગૌરવ અને એકાકીકરણનું પ્રતિક હોવાની સાથે ભારતના એન્જિનિયરિંગ કૌશલ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ષમતાઓને પણ દર્શાવે છે. લાર્સન એન્ડ ટિબ્રોના રાષ્ટ્રીય મહત્વની ઘણા પ્રોજેક્ટ તૈયાર કર્યા છે અને અને અમે દુનિયાની સૌથી ઉંચી મુર્તીના નિર્માણની સાથે જોડાયા હોવાનો ગર્વ છે કે આ ભારતના લોખંડી પુરૂષ- સરદાર વલ્લભભાઇ પટેલ માટે યોગ્ય શ્રદ્ધાજલિ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news