લોકસભા ચૂંટણી પરિણામ 2019: આઝમગઢ- ભોજપુરી સુપરસ્ટાર નિરહુઆનો જાદુ ચાલ્યો નહીં
આ લોકસભા બેઠક રમાકાંત યાદવની પરંપરાગત કહેવાય છે અને 2014માં અહીંથી મુલાયમ સિંહ યાદવ ચૂંટણી જીત્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેષ યાદવ અને ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ નિરહુઆ વચ્ચે અહીં કાંટાની ટક્કર છે, અખિલેષ યાદવ હાલ અહીં 1 લાખથી વધુ વોટ સાથે લીડ કરી રહ્યા છે
Trending Photos
ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ આઝગમઢ બેઠક પર 2019ની વર્તમાન લોકસભા ચૂંટણી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેષ યાદવે ઉમેદવારી નોંધાવી છે. તેની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકારણનો બિલકૂલ અનુભવ ન ધરાવનાર પરંતુ બહોળા પ્રમાણમાં ફેન ફોલોવિંગ ધરાવનારા ભોજપુરી સુપર સ્ટાર દિનેશ લાલ યાદવ 'નિરહુઆ'ને ટિકિટ આપવામાં આવી છે. બપોરે 3.35 કલાક સુધીની ટ્રેન્ડ મુજબ અહીં અખિલેશ યાદવ લીડ ધરાવી રહ્યા છે અને નિરહુઆ અખિલેશથી લગભગ એક લાખ કરતાં વધુ વોટથી પાછળ છે.
આઝમગઢ બેઠક પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉમેદવાર અખિલેષ યાદવને અત્યાર સુધી 3,08,120 વોટ મળ્યા છે, જેની સામે દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆને 1,74,439 વોટ મળ્યા છે. અખિલેશને 61.14 ટકા, જ્યારે નિરહુઆને માત્ર 34.62 ટકા વોટ મળ્યા છે. નિરહુઆ પોતાની ફિલ્મસ્ટાર તરીકેની લોકપ્રિયતાને વોટમાં તબદીલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. અખિલેષ અહીંથી ચૂંટણી લડી રહ્યા હોવાના કારણે કોંગ્રેસ દ્વારા આ બેઠક પર કોઈ ઉમેદવાર ઊભો રખાયો ન હતો.
આઝમગઢ બેઠક રમાકાંત યાદવની પરંપરાગત બેઠક છે. તેઓ અગાઉ સમાજવાદી પાર્ટીમાં જ હતા, પરંતુ પછી બહુજન સમાજ પાર્ટીમાં અને ત્યાર પછી ભાજપમાં જોડાઈ ગયા હતા. 2014ની લોકસભા ચૂંટણી મુલાયમ સિંહ યાદવે આ બેઠક પરથી લડી હતી અને તેમણે ભાજપના તત્કાલિન સિટિંગ સાંસદ રમાકાંત યાદવને 63,000 વોટથી હરાવ્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાજ્ય વિધાનસભાની ચૂંટણી તો જીતી હતી, પરંતુ આઝમગઢમાં તે પોતાનો ઝંડો લહેરાવી શકી ન હતી.
અખિલેષ યાદવ આ બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. મુસ્લિમ અને દલિત વસતી ધરાવતી આ બેઠક પર અખિલેષને સૌથી મોટી ટક્કર ભોજપુરી સુપરસ્ટાર નિરહુઆ સામેથી મળવાની સંભાવના હતી, પરંતુ નિરહુઆ પોતાની લોકપ્રિયતાને વોટ બેન્કમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યા છે.
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે