ચૂંટણી પુરી થતાં રાજકીય સાપસીડી શરૂ! ફરી વધી ગયા ગેસ સિલિન્ડરના ભાવ, ખિસ્સા થઈ જશે ખાલી

LPG Cylinder Price: કોમર્શિયલ સિલિન્ડરના નવા દર 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. 19 કિલોના સિલિન્ડર માટે તમારે આજથી દિલ્હીમાં 1796.50 રૂપિયા ચૂકવવા પડશે.

ચૂંટણી પુરી થતાં રાજકીય સાપસીડી શરૂ! ફરી વધી ગયા ગેસ સિલિન્ડરના ભાવ, ખિસ્સા થઈ જશે ખાલી

LPG Cylinder Price in Delhi : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા 30 નવેમ્બરની સાંજે પૂર્ણ થઈ હતી. આ સાથે 1 ડિસેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડર મોંઘું થઈ ગયું છે. ભાવમાં આ વધારો આજથી કોમર્શિયલ સિલિન્ડરના દરમાં કરવામાં આવ્યો છે. ઓઈલ કંપનીઓએ નવેમ્બર બાદ ફરી એકવાર ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. રાજધાની દિલ્હીમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 21 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે અહીં સિલિન્ડરનો ભાવ વધીને 1796.50 રૂપિયા થઈ ગયો છે. 30 નવેમ્બર સુધી 19 કિલોનું સિલિન્ડર 1775 રૂપિયામાં મળતું હતું.

આ કિંમત 1 ડિસેમ્બરથી ચૂકવવી પડશે-
કોમર્શિયલ સિલિન્ડરના નવા દર 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. 19 કિલોના સિલિન્ડર માટે તમારે આજથી દિલ્હીમાં 1796.50 રૂપિયા ચૂકવવા પડશે. એ જ રીતે, કોલકાતામાં તમારે 1885.50 રૂપિયાના બદલે 1908 રૂપિયા ચૂકવવા પડશે, મુંબઈમાં તમારે 1728 રૂપિયાને બદલે 1749 રૂપિયા ચૂકવવા પડશે. ચેન્નાઈમાં આ કિંમત વધીને 1968.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે પહેલા અહીં સિલિન્ડર 1942 રૂપિયામાં મળતું હતું. તમને જણાવી દઈએ કે ઓઈલ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે નવા સિલિન્ડરના દર જારી કરવામાં આવે છે.

ચૂંટણીના રાજ્યોમાં પણ દરો વધ્યા-
રાજસ્થાનના જયપુરમાં સિલિન્ડર 1819 રૂપિયા મોંઘો થયો છે. તેવી જ રીતે, એમપીના ભોપાલમાં આજથી 1804.5 રૂપિયા ચૂકવવા પડશે. હૈદરાબાદ, તેલંગાણામાં 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત વધીને 2024.5 રૂપિયા થઈ ગઈ છે. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં તમારે આ માટે 2004 રૂપિયા ચૂકવવા પડશે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં જ ભાવ વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારે તાજેતરમાં આ અંગે ફેરફારો કર્યા છે.

1લી ડિસેમ્બરથી દરો લાગુ-
દિલ્હી-1796.50
કોલકાતા-1908
મુંબઈ-1749
ચેન્નાઈ-1968.50

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news