રાંધણ ગેસ થયો મોંઘો, જાણો હવે કેટલામાં મળશે LPG ગેસ સિલિન્ડર

આજથી રાંધણ ગેસ મોંઘો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે.

રાંધણ ગેસ થયો મોંઘો, જાણો હવે કેટલામાં મળશે LPG ગેસ સિલિન્ડર

નવી દિલ્હી: આજથી રાંધણ ગેસ મોંઘો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. છેલ્લા  બે મહિનાથી ભાવ સતત ઘટી રહ્યાં હતાં. મહાનગરોમાં સબસિડી વગરના ગેસ સિલિન્ડરનો ભાવ લગભગ 16 રૂપિયા વધ્યો છે. દિલ્હીમાં 14.2 કિગ્રાના સિલિન્ડરનો ભાવ 50 રૂપિયા, કોલકાતામાં 616.50 રૂપિયા, મુંબઈમાં 562 રૂપિયા અને ચેન્નાઈમાં 606.50 રૂપિયા થયો છે. આ બાજુ 19 કિગ્રાના સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1054.50 રૂપિયા, કોલકાતામાં 1114.50 રૂપિયા, મુંબઈમાં 1008.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1174.50 રૂપિયા છે. 

ઓગસ્ટ મહિનામાં સબસિડી વગરના 14.2 કિગ્રાના ગેસ સિલિન્ડરની કિંમત 574.50 રૂપિયા, કોલકાતામાં 601 રૂપિયા, મુંબઈમાં 546.50 રૂપિયા અને ચેન્નાઈમાં 590.50 રૂપિયા હતી. 

જુઓ LIVE TV

19 કિગ્રાવાળા સિલિન્ડરની કિંમત ઓગસ્ટ મહિનામાં દિલ્હીમાં 1004 રૂપિયા, કોલકાતામાં 1063.50 રૂપિયા, મુંબઈમાં 958 રૂપિયા અને ચેન્નાઈમાં 1123 રૂપિયા હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news