આરિફ મોહમ્મદ ખાન કેરળના રાજ્યપાલ બન્યા, કલરાજ મિશ્રાને મળી રાજસ્થાનની જવાબદારી

રાષ્ટ્રપતિ તરફથી આજે પાંચ રાજ્યપાલોની નિયુક્તિ અને બદલી કરવામાં આવી છે. જેમાં આરિફ મોહમ્મદ ખાનને કેરળના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે.

આરિફ મોહમ્મદ ખાન કેરળના રાજ્યપાલ બન્યા, કલરાજ મિશ્રાને મળી રાજસ્થાનની જવાબદારી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ તરફથી આજે પાંચ રાજ્યપાલોની નિયુક્તિ અને બદલી કરવામાં આવી છે. જેમાં આરિફ મોહમ્મદ ખાનને કેરળના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે. કલરાજ મિશ્રાને રાજસ્થાનના નવા રાજ્યપાલ  બનાવવામાં આવ્યાં છે. અત્યાર સુધી તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલની જવાબદારી નિભાવી રહ્યાં હતાં. બંડારુ દત્તાત્રેયને હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ નિયુક્ત કરાયા છે. 

આ ઉપરાંત ભગત સિંહ કોશ્યારીને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે. તમિલિસાઈ સૌંદરરાજનને તેલંગણાના નવા રાજ્યપાલની જવાબદારી સોંપાઈ છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી બહાર પાડવામાં આવેલી વિજ્ઞપ્તિ મુજબ નવા નિયુક્તિ પામેલા રાજ્યપાલ જે  દિવસે પોતાની ઓફિસનો કાર્યભાર સંભાળી લેશે તે દિવસથી તેમની નિયુક્તિ પ્રભાવી થશે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે પૂર્વ કેન્દ્રીય મંત્રી આરિફ મોહમ્મદ ખાને કેન્દ્ર સરકારના ત્રિપલ તલાકના નિર્ણયને બિરદાવ્યો હતો. તેઓ પ્રગતિશીલ મુસ્લિમ ચહેરા તરીકે પ્રખ્યાત છે. ત્રિપલ તલાક પર કેન્દ્ર સરકારના નિર્ણયને તેમણે મુસ્લિમ મહિલાઓ માટે સારો નિર્ણય ગણાવ્યો હતો. એક સમયે કોંગ્રેસમાં રહેલા આરિફ મોહમ્મદ ખાન લાંબા સમયથી સક્રિય રાજકારણથી દૂર હતાં. 1984માં શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને સંસદમાં કાયદો બનાવીને પલટી નાખવાના વિરોધમાં તેમણે કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપી દીધુ હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news