LS Polls 2024: પ્રિયંકા ગાંધીએ એક ફોન કર્યો અને ઉત્તરપ્રદેશમાં થઈ ગયું સપા-કોંગ્રેસનું ગઠબંધન

Loksabha Election 2024: લોકસભા ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ પાર્ટી માટે સારા સમાચાર આવ્યા છે. સૌથી જરૂરી રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી માટે સીટોની ડીલ ફાઈનલ થઈ ગઈ છે.
 

LS Polls 2024: પ્રિયંકા ગાંધીએ એક ફોન કર્યો અને ઉત્તરપ્રદેશમાં થઈ ગયું સપા-કોંગ્રેસનું ગઠબંધન

નવી દિલ્હી: ઈન્ડિયા ગઠબંધન માટે પહેલા સારા સમાચાર આવ્યા સુપ્રીમ કોર્ટમાં ચંદીગઢ મેયરની ચૂંટણીના વિવાદ કોર્ટના ચુકાદા બાદ.. જોકે, હવે ઈન્ડિયા ગઠબંધન માટે વધુ એક સારા સમાચાર ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે.. ઉત્તર પ્રદેશમાં હવે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી સાથે ચૂંટણી લડશે.. જી હાં, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી 2024ને લઈને સીટ શેરિંગનું સુખદ સમાધાન આવ્યું છે.. એટલે કે, હવે ઉત્તર પ્રદેશમાં 2 લડકે પાર્ટ-2 થવા જઈ રહ્યું છે..

જાહેરાત ભલે બાકી છે પરંતુ, સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ડીલ એ પ્રમાણે થઈ છેકે,  ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકોમાંથી સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને 17 બેઠકો આપી દીધી..જેમાં, અમેઠી, રાયબરેલી, પ્રયાગરાજ, વારાણસી, મહારાજગંજ, દેવરિયા, બાંસગાવ, સીતાપુર, અમરોહા, બુલંદશહેર, ગાજિયાબાદ, કાનપુર, ઝાંસી, બારાબંકી, ફતેહપુર સીકરી, સહારનપુર અને મથુરા બેઠકનો સમાવેશ થાય છે..

મહત્વની વાત એ પણ છેકે, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ, દેશના અન્ય રાજ્યોમાં પણ ગઠબંધન કર્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગઠબંધનમાં શરૂ થયેલા વિવાદને શાંત કરવા માટે પ્રિયંકા ગાંધીએ મહત્વની ભૂમિકા નિભાવી છે. પ્રિયંકા ગાંધીએ અખિલેશ સાથે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ બંને પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ ગયું છે.

બેઠકોની આ જ લેવડ દેવડ બાદ ઉત્તર પ્રદેશમાં હવે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનની ડીલ ફાઈનલ થઈ છે.. જોકે, મુરાદાબાદ, બલિયા અને બિજનૌર બેઠકને લઈને જે વિવાદ શરૂ થયો હતો એ ત્રણેય સમાજવાદી પાર્ટીના ખાતામાં જ ગઈ..

ઉત્તર પ્રદેશના નકશા પર જોઈએ તો જે બેઠકો કોંગ્રેસ પક્ષને આપવામાં આવી છે. એમાં અમેઠી, રાયબરેલી, વારાણસી, ગાજિયાબાદ અને ફતેહપુર સીકરી જેવી બેઠકો પર સમાજવાદી પાર્ટીના ઉમદેવારની ક્યારેય જીત નથી થઈ..
જ્યારે અમરોહા, સહારનપુર બુલંદશહેર, સીતાપુર અને મહારાજગંજમાં માત્ર એકવાર અને બારાબંકી બેઠક પર માત્ર 2 વખત ઉમેદવારો જીત્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news