જૂનિયર ઓવૈસીની ફરી વિવાદિત કોમેન્ટ, આ વખતે PM મોદીને કહ્યું કંઇક આવું

લોકસભા ચૂંટણી 2019 (Loksabha election 2019)ની પ્રથમ તબક્કાની વોટિંગ તારીખ નજીક આવતા જ નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર વધી રહ્યો છે. જોકે, તે દરમિયાન નેતા સતત શબ્દોની મર્યાદાઓનું ઉલંઘન કરી રહ્યાં હોય છે.

જૂનિયર ઓવૈસીની ફરી વિવાદિત કોમેન્ટ, આ વખતે PM મોદીને કહ્યું કંઇક આવું

હૈદરાબાદ: લોકસભા ચૂંટણી 2019 (Loksabha election 2019)ની પ્રથમ તબક્કાની વોટિંગ તારીખ નજીક આવતા જ નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર વધી રહ્યો છે. જોકે, તે દરમિયાન નેતા સતત શબ્દોની મર્યાદાઓનું ઉલંઘન કરી રહ્યાં હોય છે. મંગળવારની એક ચૂંટણી સભામાં અકબરૂદ્દીન ઓવૈસીએ પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધતા વિવાદીત નિવેદન આપ્યું હતું. અકબરૂદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ચાવાળો ચૌકીદાર ડ્રેઇનમાંથી છે. તેમણે કહ્યું કે, ડ્રેઇનના ગેસથી ચાય બનશે. ઓવૈસીએ કહ્યું કે, શું આપણને ખોટા વાયદા કરનાર પ્રધાનમંત્રી જોઇએ છે.

મોદી ક્યારેક ચાવાળા બને છે, તો ક્યારેક ફકીર
તેમણે કહ્યું કે, હું મોદી ભક્તો પર અને મોદીને વોટ કરનાર પર હેરાન છું. ક્યારેક મોદી ચાવાળા તો ક્યારેક ફકીર બની જાય છે. તેમણે કહ્યું કે, હું નરેન્દ્ર મોદીથી કહેવા ઇચ્છુ છું કે, તમે એક ‘ચાવાળા’ હતા અને જનતાએ તમને પ્રદાનમંત્રી બનાવ્યા અને હવે તમે કહી રહ્યાં છો કે તમે એક ચોકીદાર છો. કોના ચોકીદાર? હું સોશિયલ મીડિયા પર નથી. મારા એક મિત્રએ ટ્વિટર પર ચોકીદાર નરેન્દ્ર મોદી, ચોકીદાર અમિત શાહ વિશે બતાવ્યું હતું.

‘મેં ભી ચોકીદાર’ અભિયાન પર સાધ્યું નિશાન
અકબરૂદ્દીન ઓવૈસીએ પણ મોદી પર તેમના ‘મેં ભી ચોકીદાર’ અભિયાનને લઇને નિશાન સાધ્યું અને કહ્યું કે પ્રધાનમંત્રી એક વોચમેન બનાવા ઇચ્છે છે, તો તેઓ તેમને ચોકીદારની ટોપી અને સીટી આપશે. હૈદરાબાદના સાંસદ અસરૂદ્દીને એક ચૂંટણી સભાને સંબોધિત કરતા ગૃહમંત્રી રાજનાથ સિંહના તે નિવેદનને રેખાંકિત કર્યું કે, નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (એનટીઆરઓ)એ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનો દ્વારા હવાઇ હુમલાથી પહેલા ત્યાં લગભગ 300 ‘મોબાઇલ ફોન સક્રિય’ હોવાની જાણકારી મળી હતી.

ગૃહમંત્રી રાજનાથ સિંહથી પણ પૂછ્યો સવાલ
અસરૂદ્દીને સવાલ કર્યો કે, ‘હું રાજનાથ સિંહ અને પ્રધાનમંત્રી મોદીથી પૂછવા માગુ છું કે, જો એનટીઆરઓ બાલાકોટમાં લગભગ 300 મોબાઇલ ફોન એક્ટિવ જોઇ શકે છે, તો શું દિલ્હીમાં બેસી તમે તેના જોઇ શક્યા કે કઇ રીતે 50 કિલોગ્રામ આરડીએક્સ પુલવામામાં લાવવામાં આવ્યું.’ તેમણે કહ્યું કે, ‘તમારા નાક નીચે 50 કિલોગ્રામ આરડીએક્સ પુલવામામાં લાવવામાં આવ્યું. શું તમે તેને જોઇ શક્યા ન હતા? શું તમે સૂઈ રહ્યા હતા?, શું તમે બિરયાની ખાધી હતી. હોઇ શકે છે કે તમે બીફ બિરયાની ખાધી હોય અને તેમે સૂઇ ગયા હોવ. અહીં આપણા 40 લોકો શહીદ થઇ ગયા.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news