લોકસભા ચૂંટણી 2019: સમગ્ર દેશમાં એકંદરે શાંતિપુર્ણ રીતે 65.59% મતદાન

દેશમાં સાત તબક્કામાં થઇ રહેલી લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે 15 રાજ્યોની 117 સીટો પર મતદાન શરૂ થઇ ગયું છે. આ તબક્કામાં ગુજરાત, કેરલ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, અસમ, દાદર નાગર હવેલી અને દમણ-દીવની બધી લોકસભા સીટો પર મતદાન યોજાઇ રહ્યું છે. 

લોકસભા ચૂંટણી 2019: સમગ્ર દેશમાં એકંદરે શાંતિપુર્ણ રીતે 65.59% મતદાન

નવી દિલ્હી: દેશમાં સાત તબક્કામાં થઇ રહેલી લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે 15 રાજ્યોની 117 સીટો પર મતદાન શરૂ થઇ ગયું છે. આ તબક્કામાં ગુજરાત, કેરલ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, અસમ, દાદર નાગર હવેલી અને દમણ-દીવની બધી લોકસભા સીટો પર મતદાન યોજાઇ રહ્યું છે. ત્રીજા તબક્કાની 117 સીટોમાં ભાજપનું લક્ષ્ય પોતાની 62 સીટોને બચાવવી પડશે. જ્યાં પાર્ટીએ 2014માં જીત પ્રાપ્ત કરી હતી. એટલા માટે આ તબક્કામાં ભાજપ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. 

લોકસભા ચૂંટણી (lok sabha elections 2019)નાં ત્રીજા તબક્કાના મતદાનમાં આજે (23 એપ્રીલ)ના રોજ મતદાન ચાલી રહ્યું છે. જેનાં હેઠલ 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 116 લોકસભા સીટો પર મતદાન ચાલી રહ્યું છે. જેમાં અનેક દિગ્ગજોનાં ભાવી આજે ઇવીએમમાં કેદ થશે. જેના અનુસંધાને મતદાનનાં 05 વાગ્યા સુધીનું વલણ મધ્યમ રહ્યું હતું. 

મતદાન પુર્ણ થયું ત્યાં સુધીના આંકડા

ઉત્તર પ્રદેશ 61.35 ટકા
પશ્વિમ બંગાળ 79.43 ટકા
અસમ 80.74 ટકા
બિહાર 59.97 ટકા
ગોવા 72.28 ટકા
ગુજરાત 63.64 ટકા
જમ્મૂ-કાશ્મીર 12.86 ટકા
કર્ણાટક 67.29 ટકા
કેરલ 71.18 ટકા
મહારાષ્ટ્ર 58.82 ટકા
ઓડિશા 59.30 ટકા
ત્રિપુરા 79.36 ટકા
છત્તીસગઢ 68.41 ટકા
દાદરા નગર હવેલી 71.43 ટકા
દમણ અને દીવ 70.76 ટકા

બપોરે 5 વાગ્યા વિવિધ રાજ્યોમાં થયેલું મતદાન

ઉત્તર પ્રદેશ 56.33 ટકા
પશ્વિમ બંગાળ 78.94 ટકા
અસમ 74.05 ટકા
બિહાર 54.95 ટકા
ગોવા 70.96 ટકા
ગુજરાત 58.90 ટકા
જમ્મૂ-કાશ્મીર 12.86 ટકા
કર્ણાટક 60.88 ટકા
કેરલ 69.19 ટકા
મહારાષ્ટ્ર 55.28 ટકા
ઓડિશા 57.84 ટકા
ત્રિપુરા 71.45 ટકા
છત્તીસગઢ 65.10 ટકા
દાદરા નગર હવેલી 71.43 ટકા
દમણ અને દીવ 65.34 ટકા

બપોરે 3 વાગ્યા વિવિધ રાજ્યોમાં થયેલું મતદાન

ઉત્તર પ્રદેશ 42.52 ટકા
પશ્વિમ બંગાળ 61.25 ટકા
અસમ 74.05 ટકા
બિહાર 46.94 ટકા
ગોવા 52.71 ટકા
ગુજરાત 44.94 ટકા
જમ્મૂ-કાશ્મીર 9.63 ટકા
કર્ણાટક 46.58 ટકા
કેરલ 52.03ટકા
મહારાષ્ટ્ર 39.65 ટકા
ઓડિશા 41.17 ટકા
ત્રિપુરા 52.06 ટકા
છત્તીસગઢ 64.14 ટકા
દાદરા નગર હવેલી 71.43 ટકા
દમણ અને દીવ 65.34 ટકા

બપોરે 2 વાગ્યા વિવિધ રાજ્યોમાં થયેલું મતદાન

ઉત્તર પ્રદેશ 22.39 ટકા
પશ્વિમ બંગાળ 35.00 ટકા
અસમ 28.64 ટકા
બિહાર 25.65 ટકા
ગોવા 28.49 ટકા
ગુજરાત 24.93 ટકા
જમ્મૂ-કાશ્મીર 4.72 ટકા
કર્ણાટક 21.05 ટકા
કેરલ 25.79 ટકા
મહારાષ્ટ્ર 17.26 ટકા
ઓડિશા 18.58 ટકા
ત્રિપુરા 29.21 ટકા
છત્તીસગઢ 51.56 ટકા
દાદરા નગર હવેલી 45.00 ટકા
દમણ અને દીવ 53.72 ટકા

મતદારોમાં વોટિંગને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારે તડકો અને ગરમી હોવાછતાં મતદાન કેંદ્વો પર મતદારોની લાંબી લાઇનો લાગી છે. સવારે 12 વાગ્યા સુધી અસમમાં 28.64%, બિહારમાં 25.65%, ગોવામાં 28.49%, ગુજરાતમાં 24.93%, જમ્મૂ-કાશ્મીરમાં 4.72%, કર્ણાટકમાં 21.05%, કેરલમાં 25.79%, મહારાષ્ટ્રમાં 17.26%, ઓડિશામાં 18.58%, ત્રિપુરામાં 29.21% ઉત્તર પ્રદેશમાં 22.39%, પશ્વિમ બંગાળમાં 35.00%, છત્તીસગઢમાં 27.29%, દાદરા અને નગર હવેલીમાં 21.62% તથા દમણ અને દિવમાં 23.93 ટકા મતદાન થયું છે. 

लोकसभा चुनाव LIVE: उधमपुर में कश्‍मीरी पंडितों के लिए बना विशेष बूथ, अब तक 1.59% मतदान

જમ્મૂ કાશ્મીરની એક લોકસભા સીટ અનંતનાગ પર આજે વોટીંગ થઇ રહ્યું છે. આ દરમિયાન અનંતનાગનાઅ ઉધમપુરમાં કાશ્મીરી પંડિતો માટે વિશેષ પોલિંગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. 10:45 વાગ્યા સુધીમાં અહીં ફક્ત 1.59 ટકા મતદાન થયું છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ગુજરાતના સુરેંદ્વનગરમાં મતદાન કર્યું. તો કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાતકના ગુલબર્ગામાં મતાધિકારનો ઉપયોગ કર્યો. 

પશ્વિમ બંગાળના મુર્શિદાબાદમાં ચૂંટણીમાં ઝપાઝપીના સમાચાર સામે આવ્યા છે. મતદાન દરમિયાન દેસી બોમ્બથી હુમલો કરતાં તૃણમૂલ કોંગ્રેસના ત્રણ કાર્યકર્તા ઘાયલ થયા છે. મુર્શિદાબાદમાં મતદાન શરૂ થઇ ગયું છે. ચૂંટણીપંચે અહીં આકરી સુરક્ષાની વ્યવસ્થા કરી છે. મતદાનને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંવેદનશીલ બૂથો પર સુરક્ષાબળો ગોઠવવામાં આવ્યા છે. મતાધિકારનો ઉપયોગ કરવા માટે મહિલાઓ સવારે જ મતદાન કેંદ્વો પર લાઇનમાં લાગી ગઇ છે. અહીં કુલ 11 ઉમેદવાર મેદાનમાં છે. મુર્શિદાબાદના વોર્ડ નંબર 7માં મતદાન દરમિયાન હાથાપાઇના સમાચાર મળ્યા છે. આ હાથાપાઇ 3 ટીએમસીના કાર્યકર્તા ઘાયલ થઇ ગયા છે.

સવારે 12 વાગ્યા સુધી રાજ્યોમાં થયું આટલું મતદાન 

ઉત્તર પ્રદેશ 22.39 ટકા
પશ્વિમ બંગાળ 35.00 ટકા
અસમ 28.64 ટકા
બિહાર 25.65 ટકા
ગોવા 28.49 ટકા
ગુજરાત 24.93 ટકા
જમ્મૂ-કાશ્મીર 4.72 ટકા
કર્ણાટક 21.05 ટકા
કેરલ 25.79 ટકા
મહારાષ્ટ્ર 17.26 ટકા
ઓડિશા 18.58 ટકા
ત્રિપુરા 29.21 ટકા
છત્તીસગઢ 27.29 ટકા
દાદરા નગર હવેલી 21.62 ટકા
દમણ અને દીવ 23.93 ટકા

ચૂંટણી અધિકારીની ધોલાઇ
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભાજપ કાર્યકર્તાએ એક ચૂંટણી અધિકારીની ધોલાઇ કરી છે. અધિકારી પર આરોપ છે કે તે વોટિંગ દરમિયાન મતદારોને સપાના સાઇકલના નિશાન પર બટન દબાવવાનું કહી રહ્યો હતો. અહીં સપાએ એચટી હસનને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે કોંગ્રેસમાંથી ઇમરાન પ્રતાપગઢી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના કુંવર સર્વેશ સિંહ મેદાનમાં છે જેમણે 2014માં અહીંથી ચૂંટણી લડી હતી. 

— ANI UP (@ANINewsUP) April 23, 2019

लोकसभा चुनाव 2019 LIVE: प.बंगाल के मुर्शिदाबाद में चुनावी हिंसा, TMC के 3 कार्यकर्ता घायल 

સવારે 10 વાગ્યા સુધી રાજ્યોમાં થયું આટલું મતદાન

ઉત્તર પ્રદેશ 10.36 ટકા
પશ્વિમ બંગાળ 16.85 ટકા
અસમ 12.36 ટકા
બિહાર 12.64 ટકા
ગોવા 12.76 ટકા
ગુજરાત 10.32 ટકા
જમ્મૂ-કાશ્મીર 1.59 ટકા
કર્ણાટક 7.42 ટકા
કેરલ 12.36 ટકા
મહારાષ્ટ્ર 7.75 ટકા
ઓડિશા 7.15 ટકા
ત્રિપુરા 1.56 ટકા
છત્તીસગઢ 12.81 ટકા
દાદરા નગર હવેલી 11.40 ટકા
દમણ અને દીવ 9.93 ટકા

મતદારોમાં વોટિંગને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારે તડકો અને ગરમી હોવાછતાં મતદાન કેંદ્વો પર મતદારોની લાંબી લાઇનો લાગી છે. સવારે 9 વાગ્યા સુધી અસમમાં 112.36%, બિહારમાં 12.60%, ગોવા (ઉત્તર)માં 13.14%, ગોવા (દક્ષિણ)માં 13.12%, ગુજરાતમાં 1.35%, જમ્મૂ-કાશ્મીરમાં 0%, કર્ણાટકમાં 7.38%, કેરલમાં 2.48%, મહારાષ્ટ્રમાં 5.94%, ઓડિશામાં 6%, ઉત્તર પ્રદેશમાં 10.24%, પશ્વિમ બંગાળમાં 10.97%, છત્તીસગઢમાં 2.24%, દાદરા અને નગર હવેલીમાં 0% તથા દમણ અને દિવમાં 5.83 ટકા મતદાન થયું છે. 

ઉત્તર પ્રદેશની 10 સીટો પર સવારે 9 વાગ્યા સુધી મતદાનની સ્થિતિ ઠીક રહી. મુરાબાદબાદમાં 9.90%, રામપુરમાં 10.00%, સંભલ 10.80%, ફિરોઝાબાદ 8.68%, મૈનપુરી 10.10, એટા 10.20%, બદાયૂં 11.30%, આવલા 10.30%, બરેલી 10.60%, પીલીભીત 10.50% મતદાન થયું છે. 

પશ્વિમ બંગાળની કુલ પાંચ સીટો બાલુરઘાટમાં 17.28%, માલદા ઉત્તરમાં 16.11%, માલદા દક્ષિણમાં 16.22%, જંગીપુરમાં 14.99% અને મુર્શિદાબાદમાં 14.62% મતદાન થયું છે. બિહારની પાંચ સીટો પર સવારે 9 વાગ્યા સુધી 9.35% મતદાન થયું છે. ઝંઝારપુરમાં 11.5%, મઘેપુરામાં 8.75%, સુપૌલમાં 8.3%, અરરિયામાં 10% અને ખગડિયામાં 8% મતદાન થયું છે. 

સવારે નવ વાગ્યા સુધી રાજ્યોમાં થયું આટલું મતદાન

ઉત્તર પ્રદેશ 6.84
પશ્વિમ બંગાળ 10.97 ટકા
અસમ 12.36 ટકા
બિહાર 12.60 ટકા
ગોવા 2.29 ટકા
ગુજરાત 18 ટકા
જમ્મૂ-કાશ્મીર 0.00 ટકા
કર્ણાટક 1.75 ટકા
કેરલ 2.48 ટકા
મહારાષ્ટ્ર 0.99 ટકા
ઓડિશા 1.32 ટકા
ત્રિપુરા 1.56 ટકા
છત્તીસગઢ 2.24 ટકા
દાદરા નગર હવેલી 0.00 ટકા
દમણ અને દીવ 5.83 ટકા

જુઓ લાઇવ ટીવી

ત્રીજા તબક્કામાં ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય પક્ષો ચૂંટણીના મેદાનમાં છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. તે ગાંધીનગરથી પાર્ટીના ઉમેદવાર છે, જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ તબક્કામાં કેરલ વાયનાડ સંસદીય ક્ષેત્રથી ઉમેદવાર છે. ગત ચૂંટણીમાં તેમાંથી 16 સીટો પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા, જ્યારે અન્ય સીટો બીજદ (6), માકપા (7), રાકાંપા (4), સમાજવાદી પાર્ટી (3), શિવસેના (2), રાજદ (2), એઆઇયૂડીએફ (2), આઇયૂએમએલ (2), લોજપા (1), પીડીપી (1), આરએસપી (1), કેરલ કોંગ્રેસ-એમ (1). સ્વાભિમાની પક્ષ (1), તૃણમૂલ કોંગ્રેસ (1) અને અપક્ષ (3) સીટો જીતી હતી.

લોકસભા ચૂંટણી 2019 (lok sabha elections 2019) હેઠળ ત્રીજા તબક્કાનું મતદાન આજે (23 એપ્રિલ) સવારે સાત વાગે શરૂ થઇ ગયું છે. તેના હેઠળ આજે 13 રાજ્યો અને બે કેંદ્વશાસિત પ્રદેશોની 117 લોકસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે. આ તબક્કામાં ઘણા દિગ્ગજોનું ભાવિ ઇવીએમમાં કેદ થઇ જશે. મતદાન શરૂ થતાં પહેલાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દેશના લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. 

મુરાદાબાદ, રામપુર અને સંભલમાં ઇવીએમ ખરાબ થતાં સમસ્યા સર્જાઇ
લોકસભાની ચૂંટણી માટે રામપુર, સંભલ અને મુરાદાબાદમાં સવારે સાત વાગે મતદાન શરૂ થઇ ગયું. તો ઘણી જગ્યાએ ઇવીએમ ખરાબ થતાં મતદાન મોડું શરૂ થયું. તેના પર લોકોએ નારાજગી વ્યક્ત કરી. 

— Samajwadi Party (@samajwadiparty) April 23, 2019

મુરાદાબાદના 286 બૂથ એશિયન સ્કૂલમાં સમયસર મતદાન શરૂ થઇ શક્યું નહી. મતદારોએ પ્રેસાઇડીંગ ઓફિસરને ફરિયાદ કરી. તો બીજી તરફ સંભલ જિલ્લાના ચંદૌસીમાં સનાતન ધર્મ કન્યા ઇંટર કોલેજમાં બનેલા મતદાન કેંદ્વના 3 ઇવીએમ ખરાબ થયું. સૂચના મળતાં એસડીમે તાત્કાલિક ઇવીએમ રીપેર કરાવ્યું આ ઉપરાંત અલીપુર બુર્જુગ ગામના મતદાન કેંદ્વ પર પણ ઇવીએમ ખરાબ થઇ ગયા છે એસડીએમ ઇવીએમને રિપેર કરવા માટે ઘટના પર પહોંચ્યા છે. તો બીજી તરફ મુરાદાબાદના કુંદરકીના ચકફાજલપુરમાં ઇવીએમ ખરાબ થઇ ગયા. આ ઉપરાંત શહેરના નવીન નગરના માનસરોવર સ્કૂલમાં બૂથ નંબર 179માં ઇવીએમ ચાલુ થયું ન હતું. આ ઉપરાંત રામપુરના ટાંડામાં પણ મતદાન કેંદ્વ સ્થળ નંબર 283 પર ઇવીએમ મશીન ખરાબ થતાં સમસ્યા સર્જાઇ હતી. 

મળતી માહિતી અનુસાર રાજધાની રાયપુરના રોહણીપુરમ સ્થિત મતદાન કેંદ્વ 195, કોટાના પોલિંગ બૂથ 18 અને 32માં ઇવીએમ ખરાબ થતાં મતદાન પર અસર પડી. આ ઉપરાંત સરગુજા સંસદીય ક્ષેત્રના સૂરજપુર જિલ્લાના બુથ નંબર 44માં ઇવીએમ ખરાબ થવાની ફરિયાદ મળી છે. દુર્ગ લોકસભા ક્ષેત્રના નવાગઢમાં બૂથ નંબર 151માં ઇવીએમ અને બૂથ નંબર 154માં વીવીપીએટ મશીન ખરાબ થયા  હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઇવીએમ ખરાબ થતાં મતદારોમાં આક્રોશ છે. 

મતદાન દરમિયાન ઘણી જગ્યાએ EVMમાં ખામી સર્જાઇ હોવાની ફરિયાદો મળી છે. રાયપુરના રોહિણીપુરમ સ્થિત મતદાન કેંદ્વ નંબર 195, કોટામાં 18 અને 32 પોલિંગ બૂથમાં ઇવીએમ ખરાબ થયાની ફરિયાદ મળી છે. આ ઉપરાંત સેંટ પોલ સ્કૂલમાં 26 નંબર બૂથ, વિવેકાનંદ નગરમાં 38 નંબર બૂથ અને સંત કંવર રામ કન્યા શાળા બૂથ નંબર 19માં પણ મશીન ખરાબ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. કોરબા લોકસભાના બૂથ નંબર 73 અને 68માં પણ હજુ મતદાન શરૂ થઇ શક્યું નથી. 

કામ કરી રહ્યા નથી EVM: અબ્દુલા આઝમ
યૂપીના રામપુરમાં સપાના ઉમેદવાર આઝમ ખાનના પુત્ર અબ્દુલાએ આરોપ લગાવ્યો હતો કે અહીં 300થી વધુ EVM મશીન કામ કરી રહ્યું નથી. સાથે જ તેમણે કહ્યું કે પોલીસ અહીં લોકોને ધમકી આપી રહી છે અને મશીનમાં ખરાબીના લીધે મતદાન ખૂબ ધીમું ચાલી રહ્યું છે. આઝમ ખાન વિરૂદ્ધ ભાજપના ઉમેદવાર જયા પ્રદાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને આ બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ ખૂબ ચાલ્યું હતું. અબ્દુલ્લાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ જાણે છે કે રામપુરથી તેમના પિતા આઝમ ખાનને મોટી જીત મળવાની છે અને તેના લીધે ઇવીએમ સાથે ગરબડી કરવામાં આવી રહી છે.  

બિહારમાં મતદાનની ટકાવારી
બિહારની 5 સીટો પર મતદાન ચાલુ છે. અહીંની મધેપુરા સીટ પર 8 વાગ્યા સુધી 5 ટકા મતદાન થઇ ચૂક્યું છે. તો બીજી તરફ સુપૌલમાં 4 ટકા, અરરિયામાં 3 ટકા, ખગડિયામાં 5 ટકા અને ઝાઝાંપુરમાં 4 ટકા મતદાન થયું છે. બિહારના મઘેપુરાથી પપ્પૂ યાદવ અને આરજેડીના નિશાન પર લડી રહેલા શરદ યાદવ વચ્ચે મુકાબલો છે. 

ધમેંદ્વ યાદવે કરી ફરિયાદ
બદયૂં લોકસભા ક્ષેત્રથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ધમેંદ્વ યાદવ ચૂંટણી પંચને ભાજપના ઉમેદવારની ફરિયાદ કરી છે. ચૂંટણીપંચને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે લોકસભા ક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર સંઘમિત્રાના પિતા ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી છે અને હાલમાં લોકસભા ક્ષેત્રમાં ડેરો જમાવેલા સ્વામી પ્રસાદ મૌર્યનું બઘાઇ લોકસભા ક્ષેત્રમાં રહેવું અને અવર-જવર આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. તેમણે માંગ કરી છે કે સ્વામી પ્રસાદ મૌર્યને જિલ્લામાંથી બહાર કરવાનો જોરદાર બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 
 

I’ll be voting in Ahmedabad in a short while from now.

વડાપ્રધાન નરેંદ્ર મોદી ગાંધીનગર સ્થિત પોતાના ઘરે પહોંચ્યા. અહીં તેમણે પોતાની માતા સાથે મુલાકાત કર્યા બાદ થોડીવારમાં મતદાન કેંદ્વ પહોંચશે. 

— ANI (@ANI) April 23, 2019

ગુજરાત
ભાજપ અધ્યક્ષ અમિત શાહ અમદાવાદમાં નિશાન સેકેંડ્રી સ્કૂલ પહોંચી ચૂક્યા છે. થોડીવારમાં તે મતદાન કરશે. તમને જણાવી દઇએ કે તે ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર છે. 
 

— ANI (@ANI) April 23, 2019

કર્ણાટક
શિમોગા લોકસભ સીટ પરથી ભાજપના ઉમેદવાર રાઘવેંદ્વએ શિકારીપુરામાં મતદાન કર્યું.

— ANI (@ANI) April 23, 2019

મહારાષ્ટ્ર
અહીંની 14 લોકસભા સીટો માટે આજે મતદાન યોજાઇ રહ્યું છે. પૂણેના મયૂર કોલીના એક વડીલ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા, જ્યાં ડ્યૂટી પર તૈનાત જવાનો તેમની મદદ કરતાં જોવા મળી રહ્યા છે. 

— ANI (@ANI) April 23, 2019

— ANI (@ANI) April 23, 2019

ત્રીજા તબક્કા હેઠળ અસમની ચાર લોકસભા સીટો માટે આજે મતદાન યોજાઇ રહ્યું છે. અસમના ઢુબરીમાં મતદાન કેંદ્વ નંબર 224ની બહાર મતદારો લાઇનમાં ઉભા છે. 
 

— ANI (@ANI) April 23, 2019

અનંતનાગ પર ત્રણ તબક્કામાં મતદાન
આ તબક્કામાં જમ્મુ-કાશ્મીરની અનંતનાગ લોકસભા સીટ એવી છે, જેના ઉપર ત્રીજા, ચોથા અને પાંચમા તબક્કામાં મતદાન યોજાશે. દેશમાં આ એકમાત્ર લોકસભા બેઠક એવી છે જ્યાં ત્રણ તબક્કામાં મતદાન યોજાવાનું છે. અનંતનાગ લોકસભા બેઠકમાં ચાર જિલ્લા અનંતનાગ, કુલગામ, શોપિયાં અને પુલવામાનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં ભાજપની પરીક્ષા
આ વખતે ભાજપની પરીક્ષા તેમના ગઢ એવા ગુજરાતમાં હશે. પ્રદેશની દરેક 26 લોકસભા બેઠક પર આજે મતદાન યોજાશે. આ ઉપરાંત કર્નાટકા, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં ભાજપની પરીક્ષા થશે. જ્યાં છેલ્લી લોકસભા ચૂંટણી 2014માં તેમનું પ્રદર્શન ઘણું સારૂ રહ્યું હતું. ભાજપે આ તબક્કામાં મતદાનવાળી બેઠકો પર 2014માં ગુજરાતની દરેક 26 બેઠક, કર્નાટકની 14માંથી 11 બેઠક અને ઉત્તર પ્રદેશની 10 બેઠકોમાંથી 8 બેઠક પર, છત્તીસગઢની સાતમાંથી 6 બેઠક પર, મહારાષ્ટ્રની 14માંથી 6 બેઠક પર, ગોવાની બંને બેઠક અને અસમ, બિહાર, દાદર નાગર હવેલી અને દમણ-દીવની એક-એક બેઠકો પર જીત મેળવી હતી. ભાજપની સામે તેમની બેઠકો બચાવી રાખવાનો પડકાર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય હોવાના કારણે ભાજપ આ વખતે ગુજરાતની દરેક બેઠક પર જીત મેળવવાની આશા લગાવી બેઠું છે. પરંતુ કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશમાં ભાજપને કાંટાની ટક્કર આપી હતી. એટલા માટે કોંગ્રેસ પણ 10 થી 15 બેઠરો પર આ વખતે જીતની આશા કરી રહ્યું છે. ગુજરાતના ત્રણ યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશમાં કોંગ્રેસની પકડ મજબૂત કરવા મદદ કરી હતી, પરંતુ આ વખતે ચૂંટણી મેદાનમાં સામેલ નથી. પાટીદાર નેતા હાર્દિક પટેલ ગત મહિને કોંગ્રેસમાં સામેલ થયા હતા, પરંતુ તોફાનથી સંબંધિત મામલે આરોપી હોવાના કારણે ચૂંટણી લડી શકશે નહીં. જ્યારે ઠાકોરની આ મહિને કોંગ્રેસનો સાથ છોડી દીધો છે.

ગુજરાત (26 લોકસભા સીટ- તમામ બેઠકો પર એકસાથે મતદાન)
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંદીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, સુરત, નવસારી અને વલસાડ. 

મહારાષ્ટ્ર (14 લોકસભા સીટ)
જલગાંવ, રેવર, જાલના, ઔરંગાબાદ, રાયગઢ, રત્નાગિરી, સિંધુદૂર્ગ, પુણે, બારામતી, માધા, સાંગલી, સતારા, કોલ્હાપુર, હાથકાનગાલે, અહેમદનગર. 
મહારથીઃ જાલના,રાવસાહેબ દાનવીસ(ભાજપ, પ્રદેશ પ્રમુખ), બારામતી-સુપ્રિયા સુલે(એનસીપી વડા શરદ પવારની પુત્રી)

કર્ણાટક (14 લોકસભા સીટ)
ચિકોડી, બેલગામ, બાગલકોટ, બીજાપુર, ગુલબર્ગા, રાયચુર, બિદાર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાડ, ઉત્તર કન્નડ, દેવનાગરી, શિમાગો. 
મહારથીઃ મલ્લીકાર્જુન ખડગે(કોંગ્રેસ), બી. વાય. રાઘવેન્દ્ર(યેદીયુરપ્પાનો પુત્ર)-ભાજપ

ઉત્તરપ્રદેશ (10 લોકસભા સીટ)
મુરાદાબાદ, રામપુર, સાંભલ, ફિરોઝાબાદ, મેનપુરી, ઈટાહ, બદાયું, ઓલના, બરેલી, પિલીભીત

કેરળ (10 લોકસભા સીટ)
કાસરગોડ, કન્નુર, વેડકારા, વાયનાડ, કોઝીકોડ, મલપ્પુરમ, પોનાની, પલક્કડ, અલન્થુર, થ્રીસુર, ચાલાકુડી, એર્નાકુલમ, ઈડુક્કી, કોટ્ટાયમ, અલાપૂઝા, માવેલિક્કરા, પથમથિટ્ટા, કોલમ, અટિંગલ, થિરુવનંતપુરમ. 

છત્તીસગઢ(7 લોકસભા સીટ)
રાયપુર, બિલાસપુર, દુર્ગ, ઝાંઝગીર-ચંપા, રાયગઢ, કોરબા, સરગુજા

બિહાર(5 લોકસભા સીટ)
ઝંઝરપુર, સુપોલ, અરારિયા, માધેપુરા, ખાગરિયા 

આસામ (4 લોકસભા સીટ)
ઝુબરી, કોકારાઝાર, બારપેટા, ગૌહાટી

ઓડીશા (6 લોકસભા સીટ)
સંબલપુર, કોએ્ઝાર, ધેનકાનલ, કટક, પુરી, ભૂવનેશ્વર. 

પશ્ચિમ બંગાળ(5 લોકસભા સીટ)
બેલુરઘાટ, માલધાના ઉત્તર, માલધાના દક્ષિણ, જાંગીપુર, મુરશીદાબાદ

ગોવા (2 લોકસભા સીટ)
ગોવા દક્ષિણ અને ગોવા ઉત્તર. 

જમ્મુ-કાશ્મીર (1 લોકસભા સીટ)
અનંદનાગની બેઠખ પર ત્રીજા, ચોથા અને પાંચમાં એમ ત્રણ તબક્કામાં મતદાન યોજાવાનું છે. 

ત્રિપુરા (1 લોકસભા સીટ)
ત્રિપુરા પૂર્વ લોકસભા બેઠક પર 18 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું હતું, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને જોતાં તેને પાછળ ઠેલવામાં આવ્યું હતું. જ્યાં ત્રીજા તબક્કામાં વોટ નાખવામાં આવશે. 

કેન્દ્રશાસિત પ્રદેશ(2 લોકસભા સીટ)
દાદરા નગર હવેલી અને દમણ-દીવની 1-1 લોકસભા બેઠક. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news