કોલકાતા બાદ હવે દિલ્હીમાં PM મોદી અને ભાજપ સામે વિરોધીઓનું શક્તિ પ્રદર્શન, રાહુલ પણ થશે સામેલ!
લોકસભા ચૂંટણી અગાઉ ભાજપ વિરુદ્ધ એક વધુ મહારેલીમાં વિપક્ષી નેતા આજે જંતર મંતર પર ભેગા થવાના છે અને વિભિન્ન મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરશે.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ગણતરીના મહિના બાકી છે ત્યારે ભાજપના સામે મહાગઠબંધન પોતાનું વિશાળ સ્વરૂપ તૈયાર કરવામાં લાગ્યું છે. પહેલા પશ્ચિમ બંગાળમાં અનેક વિરોધ પક્ષોના નેતાઓ એકસાથે મંચ પર જોવા મળ્યાં અને હવે દિલ્હીમાં વિપક્ષની એક્તાનું પ્રદર્શન કરવા માટે નેતાઓ તલપાપડ બન્યાં છે. બુધવારે દિલ્હીમાં સત્તા પર બિરાજમાન આમ આદમી પાર્ટી તરફથી મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને આમંત્રણ અપાયું છે.
તાનાશાહી બટાવો, દેશ બચાવો રેલીનું આયોજન
મમતા બેનર્જી આજે જંતર મંતર પર આપ દ્વારા આયોજિત 'તાનાશાહી હટાવો, દેશ બચાવો' રેલીને સંબોધન કરશે. સૂત્રોએ જણાવ્યું કે ત્યારબાદ તેઓ સંસદ ભવનમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલય જશે અને ત્યાં પોતાની પાર્ટી તથા અન્ય પક્ષોના સાંસદો સાથે મુલાકાત કરશે. બેનર્જી શહેરમાં એક સરકારી કાર્યાલયમાં પણ ભાગ લેશે. આ કાર્યક્રમની જો કે વિગતો જાહેર કરાઈ નથી.
આ પાર્ટીના નેતાઓ પણ મંચ પરથી કરશે સંબોધિત
સમાજવાદી પાર્ટી, ડીએમકે, રાષ્ટ્રીય જનતા દળ, રાષ્ટ્રીય લોક દળ અને અન્ય પાર્ટીના નેતાઓ પણ મહારેલીને સંબોધશે. તેમને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રેલીમાં ભાગ લેશે તો દિલ્હી સરકારના મંત્રી રાયે કહ્યું કે તેમને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. રાયે જણાવ્યું કે પાર્ટીએ તે તમામ વિપક્ષી નેતાઓને નિમંત્રણ મોકલ્યું છે જે ગત મહિને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી તરફથી આયોજિત કરાયેલી ભાજપ વિરોધી રેલીમાં આવ્યાં હતાં.
રાહુલ ગાંધીને પણ અપાયું આમંત્રણ
આપના દિલ્હીના સંયોજક ગોપાલ રાયે જણાવ્યું કે રેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, નેશનલ કોન્ફરન્સ (એનસી)ના નેતા ફારુક અબ્દુલ્લા, અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવાર ભાગ લેશે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ભાગ લેશે તો દિલ્હી સરકારમાં મંત્રી ગોપાલ રાયે કહ્યું કે તેમને નિમંત્રણ મોકલાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે