બિસ્મિલ્લાહ ખાનના પૌત્રનો કોંગ્રેસ પર ગંભીર આરોપ, PM મોદીને પત્ર લખી વ્યક્ત કરી 'આ' ઈચ્છા

ભારત રત્ન શહેનાઈ વાદક બિસ્મિલ્લાહ ખાનના પૌત્ર નાસિર અબ્બાસ બિસ્મિલ્લાહે આરોપ લગાવ્યો છે કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસવાળાઓએ તેમનું બ્રેનવોશ કર્યું હતું.

બિસ્મિલ્લાહ ખાનના પૌત્રનો કોંગ્રેસ પર ગંભીર આરોપ, PM મોદીને પત્ર લખી વ્યક્ત કરી 'આ' ઈચ્છા

વારાણસી: ભારત રત્ન શહેનાઈ વાદક બિસ્મિલ્લાહ ખાનના પૌત્ર નાસિર અબ્બાસ બિસ્મિલ્લાહે આરોપ લગાવ્યો છે કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસવાળાઓએ તેમનું બ્રેનવોશ કર્યું હતું. હવે તેમને વાસ્તવિકતા સમજમાં આવી ગઈ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી નોંધણી દરમિયાન સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ બિસ્મિલ્લાહે વડાપ્રધાનને પત્ર લખીને કહ્યું છે કે જ્યારે પીએમ મોદી વારાણસીમાં ઉમેદવારી નોંધાવવા આવે ત્યારે તેઓ તેમની સાથે જોડાવવા માંગે છે. 

2014માં બિસ્મિલ્લાહ પરિવારે પાડી હતી ના
નોંધનીય છે કે વર્ષ 2014માં લોકસભા ચૂંટણી વખતે ભાજપ તરફથી બિસ્મિલ્લાહ ખાનના પરિવારને પત્ર લખીને પીએમ મોદીની ઉમેદવારી નોંધણી વખતે સામેલ થવાનું કહેવાયું હતું. પરંતુ તે વખતે તેમણે ના પાડી હતી. બિસ્મિલ્લાહ ખાનના પરિવાર તરફથી કહેવાયું હતું કે તેઓ કોઈ પણ રાજકીય પક્ષનો ભાગ બનવા માંગતા નથી. 

નાસિર અબ્બાસ બિસ્મિલ્લાહે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો અને કહ્યું કે હું ભારત રત્ન (દિવંગત) ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનનો  પૌત્ર નાસિર અબ્બાસ બિસ્મિલ્લાહ તમને નિવેદન કરું છું કે જ્યારે તમે અમારા શહેર વારાણસીથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા આવો તો તે વખતે હું તમારી સાથે રહેવા માંગુ છું. તે અમારા માટે ખુબ જ યાદગાર અને શુભકામનાઓ ભર્યો પૈગામ હશે. 

તેમણે પત્રમાં વધુમાં લખ્યું છે કે તમને હું યાદ કરાવવા માંગુ છું કે એક વર્ષ પહેલા મેં મારા દાદાની એક શહેનાઈ કે જેના પર તેઓ ધૂન વગાડતા હ તાં, તે તમારા હાથે રાષ્ટ્રને સમર્પિત કરી હતી. જે વારાણસીના મોટા લાલપુર સ્થિત Trade Facilitation Centre and Craft Museum માં રાખવામાં આવી છે. અમને આશા જ નહીં પરંતુ પૂરેપૂરો વિશ્વાસ છે  કે તમે અમને ઉમેદવારી નોંધણીના કાર્યક્રમમાં જરૂર આમંત્રિત કરશો.

કોંગ્રેસે કર્યું હતું મારું બ્રેનવોશ
ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં બિસ્મિલ્લાહ ખાને કહ્યું કે વર્ષ 2014માં લોકસભા ચૂંટણી વખતે તેમને રાજકારણ અંગે બહુ જાણકારી નહતી. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે ભાજપ તરફથી આમંત્રણ મોકલવામાં આવ્યું તો કેટલાક સ્થાનિક કોંગ્રેસી નેતાઓ તેમના ઘરે આવ્યાં અને તેમને આ આમંત્રણ સ્વીકારવાની ના પાડી દીધી. કોંગ્રેસના નેતાઓએ સલાહ આપી હતી કે તમે લોકો સંગીતકાર છો, રાજકારણથી અંતર જાળવો. 

જુઓ LIVE TV

બિસ્મિલ્લાહે કહ્યું કે પાંચ વર્ષ પહેલા કરેલી ભૂલનો મને પસ્તાવો છે. અમારા પરિવારે ભાજપનું આમંત્રણ ન સ્વીકારને સારું નહતું કર્યું. જો કે તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ બ્રેનવોશ કરનારા નેતાઓના નામનો ખુલાસો કરવા માંગતા નથી. 

26 એપ્રિલે પીએમ મોદી ભરી શકે છે ઉમેદવારી પત્રક
અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 એપ્રિલના રોજ વારાણસીમાં નોમિનેશન ફાઈલ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી નોંધવે તે અગાઉ  પાર્ટી મોટો રોડ શો કરવા માંગે છે. મોદી બીજીવાર આ બેઠકથી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. મોદી 25 અને 26મી એપ્રિલના બે દિવસ પોતાના સંસદીય મતવિસ્તારમાં રહે તેવી શક્યતા છે. વારાણસીમાં 19મી મેના રોજ મતદાન થવાનું છે. 2019ની લોકસભા ચૂંટણી 11 એપ્રિલથી શરૂ થઈ અને 19 મે વચ્ચે સાત તબક્કામાં થશે. 23મી મેના રોજ પરિણાો જાહેર થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news