દિગ્વિજય પોતે જ ન કરી શક્યા મતદાન, ખેદ વ્યક્ત કરી કહ્યું આવતા વખતે કરીશ મતદાન

દિગ્વિજય સિંહે મતદાન નહી કરવા અંગે ખેદ વ્યક્ત કરતા કહ્યું કે, મને દુખ છે કે હું રાજગઢમાં પોતાનું મતદાન કરવા માટે નહોતો જઇ શક્યો

દિગ્વિજય પોતે જ ન કરી શક્યા મતદાન, ખેદ વ્યક્ત કરી કહ્યું આવતા વખતે કરીશ મતદાન

ભોપાલ : લોકસભા ચૂંટણી (LokSabha Elections 2019) ના છઠ્ઠા તબક્કામાં રવિવારે સાત રાજ્યોની 59 સીટો પર મતદાન થયું. આ દરમિયાન મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટની ભાજપ ઉમેદવાર અને માલેગાવ બોમ્બ વિસ્ફોટનાં આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે રવિવારે ભોપાલે પોતાનો મત આપ્યો, જ્યારે તેની વિરુદ્ધ આ સીટ પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર અને દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ સ્વયં માટે આ સીટથી મતદાન નહોતા કરી શક્યા, કારણ કે તેઓ ભોપાલ લોકસભા સીટથી મતદાતા નથી. 

સાધ્વી પ્રજ્ઞાએ આજે સવારે અહીં રેવેટા ટાઉન મતદાન કેન્દ્ર પર પોતાનું મતદાન કર્યું. મતદાન કર્યા બાદ પ્રજ્ઞાએ મીડિયાને કહ્યું કે, આ ધર્મ યુદ્ધ છે. તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં ભાજપને પહેલા કરતા પણ વધારે સીટો મળશે અને નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે. પ્રજ્ઞા વર્ષ 2008માં થયેલા માલેગાવ વિસ્ફોટ મુદ્દે આરોપી છે અને હાલ જામીન પર છે. 

રોબર્ટ વાડ્રાએ ત્રિરંગાના બદલે લગાવ્યા બીજા દેશના ઝંડા, ફજેતી બાદ કરી સ્પષ્ટતા
દિગ્વિજય સિંહંને મતદાન નહી કરવા અંગે ખેદ વ્યક્ત કરતા કહ્યું કે, મને દુખ છે કે હું રાજગઢમાં પોતાનું મત આપવા માટે જઇ શક્યા નહોતા. ત્યાર બાદ પોતાનો મત ભોપાલમાં જ રજીસ્ટર્ડ કરાવી લઇશ. દિગ્વિજયે આખો દિવસ ભોપાલનાં અલગ અલગ પોલિંગ સ્ટેશનો પર ગયા હતા. સિંહનાં એક નજીકનાં વ્યક્તિએ જણાવ્યું કે, મતદાન યાદીમાં દિગ્વિજય સિંહનું નામ મધ્યપ્રદેશનાં રાજગઢ લોકસભા ક્ષેત્ર અંતર્ગત આવનારા તેમના પૈતૃક ગામ રાધોગઢમાં નોંધાયેલ છે. એટલા માટે તેઓ સ્વયં માટે ભોપાલ લોકસભા સીટથી મતદાન નહી કરી શકે. 

દિગ્વિજય 10 વર્ષ સુધી ( 1993થી 2003) સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. ભાજપ દ્વારા હિન્દુત્વનો ચહેરો સાધ્વી પ્રજ્ઞાને દિગ્વિજયની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા બાદ ભોપાલ સીટ દેશની હોટ સીટ બની ચુકી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સીટ મુખ્ય રીતે ચર્યાનો વિષય રહી. ભાજપનો ગઢ કહેવાતી આ સીટથી દિગ્વિજયને જીતાડવા માટે કોમ્પ્યુટર બાબા અહીં ધુણી સળગાવીને અનેક સાધુ સંતો સાથે હઠયોગ પર બેઠેલા છે. 

કમ્પયુટર બાબાએ દિગ્વિજય સિંહને જીતાડવા માટે ન માત્ર તેમનો પ્રચાર કર્યો, પરંતુ તંત્ર મંત્રની મદદ પણ કરી છે. કમ્પ્યુટર બાબાએ સાધુ સંતોની સાથે તેમના માટે રોડ શો પણ કર્યો. જે આખો ભગવા રંગથી રંગાયેલો જોવા મળ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news