માર્ચનાં પહેલા અઠવાડીયામાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત: સુત્ર
કેન્દ્ર સરકાર પાસે સક્રિય રીતે કામ કરવા માટે માત્ર એક જ મહિનો બાકી બચ્યો છે
Trending Photos
નવી દિલ્હી : આગામી લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત માર્ચનાં પહેલા અઠવાડીયામાં થઇ શકે છે. સુત્રો અનુસાર ચૂંટણી પંચે રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ પ્રમુખોને પત્ર લખીને કહ્યું છે કે, 28 ફેબ્રુઆરી સુધી તમામ ટ્રાન્સફર કરી લે. ત્યાર બાદ કોઇ પણ સ્તર પર ટ્રાન્સફર નહી થાય. આ સાથે જ ચૂંટણી પંચે સંબંધિત રિપોર્ટ પણ માંગ્યા છે. એટલે કે કેન્દ્ર સરકાર પાસે સક્રિય રીતે કામ કરવા માટે માત્ર એક મહિનો જ બચ્યો છે.
મતદાન જરૂર કરે યુવાનો
અગાઉ વડાપ્રધાન મોદીએ રવિવારે કહ્યું કે, 21મી સદીમાં જન્મેલા યુવાનો દેશમાં નિર્ણય પ્રક્રિયાનાં ભાગીદાર બનવા જઇ રહ્યા છે કારણ કે તેમને આગામી લોકસભા ચૂંટણીમાં પહેલીવાર મતાધિકાર ઉપયોગ કરવાની તક મળશે. તેમણે કહ્યું કે આ યુવાનો પોતાનાં સપનાઓ દેશનાં સપના સાથે જોડવા માટે મતદાન જરૂર કરવું જોઇએ. વડાપ્રધાને કહ્યું કે, આ વર્ષે આપણા દેશમાં લોકસભા ચૂંટણી યોજાશે. આ પહેલો પ્રસંગ હશે જ્યારે 21મી સદીમાં જન્મેલા યુવાનો લોકસભા ચૂંટણીમાં પોતાનાં મતાધિકારનો પ્રયોગ કરશે. તેમના માટે દેશની જવાબદારી પોતાના ખભા પર લેવાની તક છે.
મોદીએ કહ્યું કે, હવે તેઓ દેશમાં નિર્ણય પ્રક્રિયાના ભાગીદાર બનવા જઇ રહ્યા છે. પોતાના સપનાઓ, દેશનાં સપનાઓ સાથે જોડવાનો સમય આવી ચુક્યો છે. હું યુવા પેઢીને અપીલ કરુ છું કે જો તેઓ મતદાન કરવા માટે પાત્ર હોય તો મતદાતા સ્વરૂપે પોતાની નોંધણી જરૂર કરાવે. આપણામાંથી પ્રત્યેકને અનુભવ હોવો જોઇએ કે દેશમાં મતદાતા બનવું, મતનાં અધિકારને પ્રાપ્ત કરવો, તેઓ જીવનની મહત્વપુર્ણ ઉપલબ્ધીઓમાંથી એક મહત્વપુર્ણ પડાવ છે. સાથે સાથે મતદાન કરાવવું તે મારૂ કર્તવ્ય છે. આ ભાવ આપણી અંદર પેદા થવો જોઇએ.
વડાપ્રધાને કહ્યું કે, 26 જાન્યુઆરી 1950નાં રોજ આપણા દેશના સંવિધાન લાગુ થયું અને તે દિવસ દેશ ગણતાંત્રીક બન્યો. આપણા આનબાન શાન સાથે ગણતંત્ર દિવસ પણ મનાવ્યો. તેમણે ચૂંટણી પંચના કાર્યોનાં વખાણ કરતા કહ્યું કે, ભારતમાં જે સ્તર પર ચૂંટણીનું આયોજન થાય છે તેને જોઇને વિશ્વનાં લોકોને આશ્ચર્ય થાય છે. આપણુ ચૂંટણી પંચ જે બખુબી સાથે તેનું આયોજન કરે છે તેને જોઇને પ્રત્યેક દેશવાસી ચૂંટણી પંચ પર ગર્વની લાગણી અનુભવવો જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે