Suresh Gopi: કેરલમાં પ્રથમવાર જીત્યું ભાજપ, સુરેશ ગોપીએ ત્રિશૂર લોકસભા સીટ પર મેળવી જીત

Suresh Gopi Lok Sabha Election Results 2024: ભાજપ ઉમેદવાર સુરેશ ગોપીએ ત્રિશૂરમાં 74 હજાર કરતા વધુ મતથી જીત મેળવી છે. કેરલમાં આખરે કમળ ખીલી ગયું છે. સુરેશ ગોપીએ તિરૂવનંતપુરમ સ્થિત ઘર પર જીતનો જશ્ન મનાવ્યો છે. 

Suresh Gopi: કેરલમાં પ્રથમવાર જીત્યું ભાજપ, સુરેશ ગોપીએ ત્રિશૂર લોકસભા સીટ પર મેળવી જીત

તિરૂવનંતપુરમઃ લોકસભા ચૂંટણીમાં કેરલથી આ વખતે ભાજપે કમાલ કરી દીધો છે. ભાજપ કેરલમાં પ્રથમવાર જીત મેળવવામાં સફળ રહ્યું છે. કેરલની ત્રિશૂર લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર અને અભિનેતાથી નેતા બનેલા સુરેશ ગોપી ચૂંટણી જીતી ગયા છે. સુરેશ ગોપીએ પોતાના વિરોધીને 74 હજાર કરતા વધુ મતથી પરાજય આપ્યો છે. ગોપીને કુલ 412338 મત મળ્યા છે. તો ત્રિશૂરમાં 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને કુલ 2,93,822 મત મળ્યા હતા. આ વખતે તેમના વિરોધી ભાકપાના વી એસ સુનીલ કુમાર રહ્યાં છે. સુનીલ કુમારને કુલ 337652 મત મળ્યા છે. તો કોંગ્રેસના મુરલીધરન ત્રીજા નંબર પર રહ્યાં છે. જેને 328124 મત મળ્યા છે.

કેટલા મતથી જીત્યા સુરેશ ગોપી?
ભાજપ ઉમેદવાર સુરેશ ગોપીએ ત્રિશૂરમાં 74 હજાર કરતા વધુ મતથી જીત મેળવી છે. કેરલમાં આખરે કમળ ખીલી ગયું છે. સુરેશ ગોપીએ તિરૂવનંતપુરમ સ્થિત ઘર પર પત્ની રાધિકાની સાથે જીત બાદ બહાર નિકળ્યા અને રાધિકાના હાથે મિઠાઈ ખાતા ફોટોના પોઝ આપ્યા હતા. પોતાની જીત પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે તે આશ્ચર્યની વાત છે કે ત્રિશૂરમાં જીત નજીક હતી. ત્રિશૂરના અસલી ધર્મનિરપેક્ષ લોકો દેવતાઓની પૂજા કરે છે. ઘણા લોકોએ તેમના માટે કામ કર્યું છે. 

જીત પર કોના આશીર્વાદ
તેમણે કહ્યું કે ગુરૂવાયૂરપ્પન, વડક્કુમનાથન, ત્રૂવમપદી શ્રીકૃષ્ણ સ્વામી, નીથલકાવિલમ્મા, પરમેકાવમ્મા, કાર્તર્યાયની દેવી અને ત્રિશૂરમાં આ જીતનો આશીર્વાદ આપનાર દરેક દેવતાઓ અને તેમના માતાને સલામ. દેવતાઓએ મોટા સંઘર્ષનું ફળ આપ્યું છે. તે ધારાથી વિપરીત તરી રહ્યાં હતા. સુરેશ ગોપીએ કહ્યું કે મારા ઉપર વ્યક્તિગત રીતે ખુબ દ્વેષ હતો. 

કઈ રીતે કર્યો પ્રચાર
સુરેશ ગોપીએ કહ્યું કે તે 2021 બાદ આવેલા તોફાનની જેમ હતા. આ સફળતા મારા અને મારા પરિવાર માટે ખુબ પ્રસિદ્ધિ લઈને આવી છે. હું ત્રિશૂરના વાસ્તવિક ધર્મનિરપેક્ષ લોકોને નમન કરી રહ્યો છું. આ માત્ર તેમના કારણે સંભવ થઈ શક્યું. તેમને આ તરફ લાવવા માટે મેં 1200 બૂથો પર મતદાતાઓ સહિત અભિયાન ચલાવ્યું. એર્નાકુલમ અને અનય્ જિલ્લાની ઘણી માતાઓએ આ કામ કર્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news