અમિત શાહ અને પાટીલની લીડ જોઈને ભલભલાને પરસેવો છૂટી જાય! તોડ્યો રેકોર્ડ

Lok Sabha Election Result 2024: અમિત શાહ અને સીઆર પાટીલ ભાજપના બે જાયન્ટ કિલર નેતા બનીને આવ્યા છે, બંનેની લોકસભા ચૂંટણીમાં લીડ જોતા ભલભલાને પરસેવો છૂટી જાય 

અમિત શાહ અને પાટીલની લીડ જોઈને ભલભલાને પરસેવો છૂટી જાય! તોડ્યો રેકોર્ડ

Lok Sabha Elections 2024 Live Update : નવસારી અને ગાંધીનગરથી કોણ સૌથી વધારે લીડથી જીતે છે એ આ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચાતો મામલો રહ્યો હતો. ગાંધીનગર બેઠક પર 10 લાખની લીડનો ટાર્ગેટ મૂકાયો હતો. ત્યારે સીઆર પાટીલે સતત આ વર્ષે પણ લોકસભામાં લીડનો રેકોર્ડ બનાવ્યો છે. ભાજપના સી. આર. પાટીલે 7,73,551 ની લીડ સાથે જીત મેળવી છે. તો અમિત શાહે 7,44,716 મતોની લીડથી જીત મેળવી છે. ભાજપના આ બંને નેતાઓ કોંગ્રેસ માટે જાયન્ટ કિલર સાબિત થયા છે, તો ભાજપ માટે બાહુબલી બન્યા છે.  

ગાંધીનગરમાં અમિત શાહની જંગી લીડ

  • ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહને ૧૦,૧૦,૯૭૨ મત મળ્યા. 
  • કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલને ૨,૬૬,૨૫૬ મત મળ્યા. 
  • ગાંધીનગર લોકસભા બેઠક પર નોટાને મળ્યા ૨૨,૦૦૫ મત 
  • પોસ્ટલ બેલેટ ના ૧,૭૪૩ મત રદ્દ થયા 
  • અમિત શાહ ૭,૪૪,૭૧૬ મતોની લીડ મળી

પાટીલની લીડમાં વધારો થયો 
નવસારી લોકસભા બેઠક ઉપર મતગણતરી પૂર્ણ થઈ. ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલ વિજેતા જાહેર થયા. ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલને 10,31,065 મતો મળ્યા. જ્યારે કોંગ્રેસના નૈષધ દેસાઈને 2,57,514 મતો મળ્યા. ભાજપના સી. આર. પાટીલે 7,73,551 ની લીડ સાથે જીત મેળવી. સી. આર. પાટીલે વર્ષ 2019 માં મેળવેલી 6.89 લાખની લીડ કરતા 83,718 મતો સાથે લીડમાં વધારો કર્યો.

ગાંધીનગરનો 10 લાખની લીડનો ટાર્ગેટ પૂરો ન થયો 
લોકસભાની 2024ની ચૂંટણીમાં ભાજપ 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવા માંગતું હતું. 2019ની લોકસભામાં ભાજપે 5 બેઠકો પર ભારે મતોથી જીત મેળવી હતી. તેથી આ વકતે ભાજપ 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ સેટ કર્યો હતો. જે કેટલીક બેઠકોમાં શક્ય પણ હતો. જોકે, અમિત શાહની ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપે 5 લાખનો ટાર્ગેટ બદલીને 10 લાખની લીડનો કર્યો હતો. દેશમાં 2019માં સૌથી વધારે લીડથી જીત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મેળવી હતી. તેથી દેશના ગૃહમંત્રી અને ભાજપના કદાવર નેતા અમિતભાઈ શાહ કોઈ પણ સંજોગોમાં પાટીલનો આ રેકોર્ડ તોડવા માંગતા હતા. પરંતું આ વખતે પણ આ રેકોર્ડ પાટીલના નામે જ નોંધાયો છે. 

અમિત શાહનું મુખ્ય ફોકસ ગાંધીનગર 
ગાંધીનગરમાં લોકસભાની તૈયારી હાલથી નહીં અમિતભાઈ શાહ 2019થી કરતા આવ્યા છે. તેઓ આ સીટ પરથી જીત્યા ત્યારથી જ તેમને ફરી ચૂંટણી લડવા માટેની તૈયારીઓ કરી હતી. અમિત શાહે પોતાના મત વિસ્તારના નાનામાં નાના કામમાં રસ લઇને પૂરા કર્યા છે. ભલે તેઓ દિલ્હી બેઠા હતા પણ ગાંધીનગર લોકસભાની સમસ્યાનો ઉકેલ હંમેશાં તેમની પ્રાયોરિટી રહી છે. આમ બંને નેતાઓ પોતાના લોકસભાના વિસ્તારમાં અતિ સક્રિય હોવાથી આ લોકસભાની ચૂંટણીમાં દેશમાં કોણ નંબર વન બને છે એ તો આગામી સમય જ બતાવશે પણ એ નક્કી છે કે ગુજરાતમાં લોકસભાની સૌથી વધારે ટક્કર આ બંને સીટ પર રહેશે. જેને પગલે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની આ 2 સીટો પર દેશભરની નજર છે. 

સીઆર પાટીલ પેજ પ્રમુખના પ્રણેતા 
સીઆર પાટીલ પેજ પ્રમુખના પ્રણેતા ગણાય છે. એ પેજ પ્રમુખનો કોન્સેપ્ટ આજે ભાજપ દેશભરમાં અમલ કરી રહી છે. નવસારી બેઠક પર પાટીલનું મજબૂત નેટવર્ક છે. સીઆર પાટીલ રાજકીય ગણિતના માંધાતા છે. મોદી એટલે જ એમની પર ભરોસો મૂકે છે. સીઆર પાટીલના નેતૃત્વમાં જ ભાજપે 156 સીટોનો રેકોર્ડ બનાવ્યો છે. પાટીલે નવસારીમાં અમલમાં મૂકેલા પેજ પ્રુમખોના આઈડિયા પગલે જ તેઓ દેશમાં સૌથી વધારે લીડથી જીતનાર નેતા બન્યા હતા. પાટીલ આ ચૂંટણીમાં લોકસભાના ઉમેદવાર છે. જેઓ કોઈ પણ સંજોગોમાં પોતાનો રેકોર્ડ તોડવા માગે છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ વર્ષે તમામ લોકસભાની બેઠકો 5 લાખની લીડથી જીતવાનો નિર્ણય લીધો છે. જો આ શક્ય બન્યું તો ગુજરાત ઈતિહાસ રચશે. દેશમાં સૌથી વધારે લીડથી જીતનારા ટોપ ટેન નેતાઓમાં મોટાભાગના નેતાઓ ગુજરાતીઓ હશે. આમ ભાજપ અને દેશના રાજકારણમાં ગુજરાતના નેતાઓ બાહુબલી બનીને બહાર આવશે. દેશની રાજનીતિમાં પણ આ નવો રેકોર્ડ રચાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news