વિપક્ષની રેલી રોકવા સરકારે ટીવી પર ચલાવી બોલ્ડ ફિલ્મ! ઉત્તેજક સીન જોઈને લોકો...

Lok Sabha Election: શું તમે અંદાજ લગાવી શકો છો કે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેની લડાઈ રાજકારણમાં કયા સ્તરે પહોંચી શકે છે? આ સમજાવવા માટે એક રસપ્રદ વાર્તા છે. તેના માટે તમારે અતિતમાં ડોકિયું કરવું પડશે. આ વાત છે વર્ષ 1977 ની. ડિમ્પલ કાપડિયાની બોલ્ડ ફિલ્મ 'બોબી' પર કોંગ્રેસે લગાવ્યો હતો દાવ.

વિપક્ષની રેલી રોકવા સરકારે ટીવી પર ચલાવી બોલ્ડ ફિલ્મ! ઉત્તેજક સીન જોઈને લોકો...

Lok Sabha Election: હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપે પણ પોતાની ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. ત્યારે અહીં વાત કરીશું એક એવી ચૂંટણીની અને ચૂંટણી પહેલાંના માહોલની જેના વિશે હાલની પેઢી જાણતી પણ નથી. રાજનીતિના તમે અનેક કિસ્સાઓ અને કહાનીઓ સાંભળ્યા હશે. પણ અહીં વાત કરવામાં આવી છે રાજનીતિની એક એવી રસપ્રદ કહાનીની જેમાં તે સમયે કેન્દ્ર સરકારે ટીવી પર બોલ્ડ઼ સીન વાળી ફિલ્મ ચલાવીને ક્રાઉન્ડને કંટ્રોલ કરીને વિપક્ષની રેલીને ફ્લોપ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

કટોકટી બાદ ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે વિપક્ષને તોડવા ઈંદિરાએ કાઢ્યો તોડઃ
સરકાર વિપક્ષને કમજોર સમજી રહી હતી. વિપક્ષી દળોએ સંયુક્ત રેલીની ઘોષણ કરી તો સરકારે લોકોને રોકવા માટે સરકારી બસોની અવર જવર અટકાવી દીધી. એટલું જ નહીં એ સમયની સૌથી ઉત્તેજક સીનોને કારણે ચર્ચામાં આવેલી ફિલ્મને સરકારે ટીવી પર ચલાવી દીધી, જેથી લોકો ઘરમાં જ રહે અને વિપક્ષની રેલીને મજબૂતાઈ ના મળે. જાણો દેશની રાજનીતિનો આ રોચક કિસ્સો... બીજું કોઈ નહીં પણ એ સમયે આઈરન લેડી તરીકે જાણીતા ઈંદિરા ગાંધી જ દેશના પ્રધાનમંત્રી હતાં. દેશમાં કટોકટી બાદ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ. તે સમયે દેશમાં ઈન્દિરા ગાંધીની સરકાર હતી. ઈન્દિરા ગાંધીએ વિપક્ષને રોકવા અને તોડવા માટે તે સમયે દુરદર્શન પર ચલાવી દીધી હતી એ સમયની સૌથી બોલ્ડ ફિલ્મ બોબી.

ટીવી પર બોલ્ડ ફિલ્મ બતાવી વિપક્ષની રેલી રોકવાનો ઈન્દિરાનો માસ્ટર પ્લાનઃ
આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાએ સ્વીમિંગ પુલમાં સ્વિમ સુટ એટલેકે, બિકિની ટાઈપ કપડાંમાં એકદમ ઉત્તેજક દ્રશ્યો અપ્યાં હતાં. જોકે, આ ફિલ્મમાં જે પ્રકારે ડિમ્પલ કાપડિયાએ બોલ્ડ સીન આપ્યાં હતા, એ તે સમય માટે ખુબ જ નવી વાત હતી. જેને કારણે ડિમ્પલના બોલ્ડ દ્રશ્યો જોવા માટે પબ્લિક થિયેટરોમાં રીતસર તૂટી પડતી હતી. આવી સ્થિતિમાં જ્યારે આ પિક્ચને ટીવી પર મુકવામાં આવે તો લોકો ચોક્કસ તેને જોવા માટે ઘરમાં ભરાઈને રહેશે અને ચૂંટણીમાં લાભ થશે, વિપક્ષની રેલી ફ્લોપ કરવા ઈન્દિરાએ આ પ્લાન બનાવ્યો હતો. ઉલ્લેખનીય છેકે, આ ફિલ્મ બાદ ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્નાએ લગ્ન કરી લીધાં હતાં. 

ડિમ્પલ કાપડિયાની બોલ્ડ ફિલ્મ પર કોંગ્રેસે લગાવ્યો દાવઃ
શું તમે અંદાજ લગાવી શકો છો કે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેની લડાઈ રાજકારણમાં કયા સ્તરે પહોંચી શકે છે? આ સમજાવવા માટે એક રસપ્રદ વાર્તા છે. તેના માટે તમારે અતિતમાં ડોકિયું કરવું પડશે. આ વાત છે વર્ષ 1977 ની. એટલેકે, 1975માં દેશમાં કટોકટી લાગ્યા બાદ થયેલી ચૂંટણી લોકસભાની ચૂંટણી પહેલાંનો આ કિસ્સો છે. જાણો આખરે વિપક્ષને રોકવામાં ડિમ્પલ કાપડિયાની બોલ્ડ ફિલ્મ બોબી કેવી રીતે કોંગ્રેસને લાગી કામ?

વિપક્ષની રેલી રોકવા કોંગ્રેસે લીધેલો બોલ્ડ ફિલ્મનો સહારોઃ
ઈન્દિરા ગાંધીએ અચાનક સામાન્ય ચૂંટણીની જાહેરાત કરીને વિપક્ષોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. એક દિવસ જ્યારે દિગ્ગજ નેતા જગજીવન રામ રાજીનામું આપે છે, ત્યારે વિપક્ષે દિલ્હીના રામલીલા મેદાનમાં મેગા રેલીની જાહેરાત કરી હતી. 'ધ ઈમરજન્સી, અ પર્સનલ હિસ્ટ્રી'ના લેખિકા કુમી કપૂરે લખ્યું છે કે વિદ્યા ચરણ શુક્લા, જે તત્કાલીન માહિતી અને પ્રસારણ મંત્રી હતા, તેમણે દૂરદર્શન પર રવિવારની ફિલ્મનો સમય બદલી નાખ્યો અને લોકોને રેલીમાં જતા રોકવા માટે, તે સમયે પોતાના હોટ સીનોને કારણે ખુબ જ ચર્ચામાં આવેલી ડિમ્પલ કાપડિયા અને ઋષિ કપુરની ફિલ્મ 'બોબી' બતાવવામાં આવી હતી.

ના ચાલ્યો કોંગ્રેસનો બોલ્ડ ફિલ્મનો દાવઃ
ડિમ્પલ કાપડિયા અને ઋષિ કપૂરની 1973માં આવેલી ફિલ્મ 'બોબી' હિટ ફિલ્મ હતી. જો કે ઈમરજન્સીના કારણે લોકો કોંગ્રેસથી એટલા નારાજ હતા કે તેઓ બોબીને જોવા ટીવીની સામે ન બેઠા પણ રેલીમાં પહોંચ્યા હતા. જનતા જેપી અને જગજીવન રામને સાંભળવા આવી હતી. તે દિલસે બસો બંધ રાખવામાં આવી હતી. ભાજપના દિવંગત નેતા અરુણ જેટલીએ તે દિવસ વિશે જણાવ્યું હતું કે ભારે ભીડ એકઠી થઈ હતી. આટલી બધી પબ્લિક એક સાથે આ પહેલાં રેલીમાં ક્યારેય ઉમટી નહોંતી. સ્થિતિ એવી હતી કે બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી, છતાં લોકો તે રેલીમાં આવવા માટે કેટલાય કિલોમીટર ચાલીને આવ્યા હતા. બોલ્ડ ફિલ્મના ઉત્તેજક સીનનો સલાહો પણ કોંગ્રેસને કામ ના લાગ્યો. અને લોકો ફિલ્મ હોવા છતાં ઘણાં લોકોએ ટીવી પર આવતી બોલ્ડ ફિલ્મને ઈગ્નોર કરીને પોતાની હાજરી દર્શાવી હતી.

જનતાના મૂડને સમજી શક્યા નહીં ઈન્દિરા-
એવું કહેવાય છે કે ચૂંટણીની જાહેરાત કરીને ઈન્દિરા ગાંધી ચરણ સિંહ, અટલ બિહારી વાજપેયી, ચંદ્રશેખર જેવા મજબૂત નેતાઓનું મનોબળ નબળું પાડવા માગતી હતી. વાસ્તવમાં ઘણા નેતાઓ તે સમયે જેલમાંથી બહાર આવ્યા હતા અને જેલમાં હતા. બાદમાં ઘણી હેરાફેરી થવા લાગી. વિપક્ષી જનતા પાર્ટી માટે ઠેર-ઠેર ઘૂમીને ફંડ એકત્ર કરવામાં આવતું હતું.

એવું કહેવાય છે કે તે સમયે ઇન્દિરા ગાંધીને તેમના રાજકીય સલાહકારો દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિપક્ષ નબળો છે અથવા તેનું અસ્તિત્વ પણ નથી, તેથી ચૂંટણી જલ્દી થવી જોઈએ. જેના કારણે વિપક્ષને તૈયારી કરવાની વધુ તક નહીં મળે અને શાસક પક્ષ સરળતાથી જીતી જશે. આવી સ્થિતિમાં અચાનક 18 જાન્યુઆરી, 1977ના રોજ ઈન્દિરા ગાંધીએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને માર્ચમાં સામાન્ય ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી. તે સમયે વિપક્ષના કેટલાક નેતાઓ જેલમાં હતા. 2 ફેબ્રુઆરીએ કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓએ રાજીનામું આપ્યું અને જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો. તેઓ હતા- બાબુ જગજીવન રામ, હેમવતી નંદન બહુગુણા અને નંદિની સતપથી. નંદિની ઓડિશાના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. આ પછી એક વિશાળ રેલી નીકળી હતી. બાદમાં જનતા પાર્ટીએ ચૂંટણી જીતી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news