આવું કેમ? કોંગ્રેસ છોડનારા મોટાભાગના નેતાઓના નિશાના પર હોય છે રાહુલ ગાંધીના નિકટ ગણાતા આ નેતા!
લોકસભા ચૂંટણી નજીક છે અને કોંગ્રેસમાં જાણે ભાગદોડ મચી છે. એક પછી એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. ત્યારે એ સવાલ ઊભો થાય કે આખરે એવું તે શું છે કે આવી સ્થિતિ પેદા થઈ રહી છે. કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) આજકાલ એક એવા કારણસર ચર્ચામાં છે કે વિવાદ છેડાયો છે.
Trending Photos
લોકસભા ચૂંટણી નજીક છે અને કોંગ્રેસમાં જાણે ભાગદોડ મચી છે. એક પછી એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. ત્યારે એ સવાલ ઊભો થાય કે આખરે એવું તે શું છે કે આવી સ્થિતિ પેદા થઈ રહી છે. કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) આજકાલ એક એવા કારણસર ચર્ચામાં છે કે વિવાદ છેડાયો છે. પાર્ટીના પૂર્વ નેતા સંજય નિરૂપમે તાજેતરમાં કોંગ્રેસ પાર્ટી પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે પાર્ટીમાં પાવરના 5 સેન્ટર છે. તેમણે કહ્યું હતું કે આજે કોંગ્રેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે અને કે સી વેણુગોપાલ એક પાવર સેન્ટર બની ગયા છે. કોંગ્રેસ છોનારા કેરળના નેતા પદ્મજા વેણુગોપાલે પણ કહ્યું કે આજે પાર્ટીમાં અમારી વાત સાંભળનારું કોઈ નથી. ત્યારે કોંગ્રેસના આ નેતા પર સવાલ ઉઠી રહ્યા છે.
અહીં જે નેતાની વાત કરી રહ્યા છે તે છે કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) કે સી વેણુગોપાલ. અગાઉ પણ અનેક કોંગ્રેસી નેતાઓ વેણુગોપાલને કોંગ્રેસની સત્તાનું કેન્દ્ર ગણાવી ચૂક્યા છે. કોંગ્રેસના લોકો જણાવે છે કે આજના સમયમાં કે સી વેણુગોપાલ જ પાર્ટીના આંખ અને કાન છે. રિપોર્ટ મુજબ તો એઆઈસીસીના સંગઠન પ્રભારી મહાસચિવ રાહુલ ગાંધી માટે આજે એ જ ભૂમિકા ભજવતા દેખાય છે જે એક સમયે સોનિયા ગાંધી માટે અહેમદ પટેલ ભજવતા હતા. તેમના પર કોંગ્રેસના સર્વોચ્ચ નેતા સુધી અન્ય નેતાઓની પહોંચને કંટ્રોલ કરવાનો પણ આરોપ લાગેલો છે.
VIDEO | "Congress is a party that has disintegrated structurally. Earlier, there used to be one power center in the Congress, however, there are five power centers in the party. Sonia Gandhi, Rahul Gandhi, Priyanka Gandhi, party president (Mallikarjun Kharge) and KC Venugopal -… pic.twitter.com/sjgHTMgDW3
— Press Trust of India (@PTI_News) April 4, 2024
રાજકીય કારકિર્દી
અત્રે જણાવવાનું કે 1991માં વેણુગોપાલ પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે કેરળના તત્કાલિન મુખ્યમંત્રી અને તેમના ગુરુ કરુણાકરણે તેમને કાસરગોડથી લોકસભા ટિકિટ આપી હતી. તે સમયે તેઓ ફક્ત 28 વર્ષના હતા અને પાર્ટી વિદ્યાર્થી વિંગના અધ્યક્ષ હતા, જો કે આ ચૂંટણીમાં તેઓ મામૂલી અંતરથી હારી ગયા હતા. વેણુગોપાલ પહેલીવાર 1996માં વિધાયક બન્યા ત્યારબાદ 2001 અને 2006માં ફરીથી જીત્યા. 2004માં તેઓ ઓમન ચાંડી સરકારમાં મંત્રી પણ બન્યા. 2009 સુધી તેઓ એક લોકસભા સાંસદ હતા અને આગામી બે વર્ષોમાં તેઓ એક કેન્દ્રીય રાજ્યમંત્રી બની ગયા. 2014માં જ્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસનો સફાયો થયો તો વેણુગોપાલ કેરળથી જીતનારા મુઠ્ઠીભર સાંસદોમાંથી એક હતા અને તેમને પાર્ટીએ વ્હીપ બનાવ્યા હતા.
શાળાના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી ગતિવિધિઓ, કોલેજમાં વોલીબોલ પ્લેયર, ગણિતમાં સ્નાતકોત્તર અને કન્નૂહની હિંસક રાજનીતિથી ઉભરેલા એક નેતા વેણુગોપાલે માત્ર રાજકારણમાં જ નહીં પરંતુ પક્ષ પસંદ કરવામાં પણ હોશિયારી દાખવી છે. તેઓ જાણે છે કે કોંગ્રેસ પાર્ટીમાં વફાદારીને સર્વોચ્ચ સ્થાન અપાય છે, તેમના નીકટના લોકોનું કહેવું છે કે તેમણે નેતૃત્વ માટે પોતાની વફાદારી દેખાડી છે.
રાહુલ ગાંધીના નજીકના નેતા
કે સી વેણુગોપાલે પોતાની રાજકીય કુશળતાના પૂરતા પુરાવા આપેલા છે. તેમના વિશ્વાસુઓનું કહેવું છે કે તેમણે રાહુલ ગાંધીને 2019ની ચૂંટણીમાં કેરળના વાયનાડમાં બીજી સીટથી લડવા માટે મનાવ્યા હતા કારણ કે તેમણે યુપીમાં રાજનીતિક હવાને બરાબર માપી લીધી હતી. થયું પણ એવું જ કે રાહુલ ગાંધી વાયનાડથી જીત્યા અને અમેઠીથી હારી ગયા. જો કે ત્યારે તેમના આલોચકોએ અમેઠીમાં રાહુલ અને હિન્દી બેલ્ટમાં કોંગ્રેસની હારને મુસ્લિમ બહુમતીવાળા વાયનાડથી લડવાના રાહુલના નિર્ણય સાથે જોડી દીધો હતો. પરંતુ આમ છતાં વેણુગોપાલનું કદ પાર્ટીમાં ઓછું થયું નહતું.
સ્વચ્છ છબીવાળા ગણાતા કેસી વેણુગોપાલને રાહુલ ગાંધીએ અશોક ગેહલોતની જગ્યાએ એઆઈસીસ સંગઠન પ્રભારી મહાસચિવ તરીકે પસંદ કર્યા હતા. ગેહલોત ત્યારે રાજસ્થાન મોકલવામાં આવી રહ્યાહતા. રાહુલના આ નિર્ણયથી બધા ચોંકી ગયા હતા કારણ કે વેણુગોપાલ પાસે સંગઠન ચલાવવા અને દેશમાં પાર્ટી નેતાઓ સાથે તાલમેલ જાળવી રાખવાનો કોઈ અનુભવ ન હતો. પરંતુ વેણુગોપાલે રાહુલ ગાંધીનો વિશ્વાસ જીત્યો અને બી થી ત્રણ વર્ષમાં જ તેઓ કોંગ્રેસમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા થઈ ગયા. પાર્ટીમાં મહત્વપૂર્ણ પદ અને ચૂંટણી ટિકિટ અપાવવા જેવા મહત્વપૂર્ણ કામમાં તેમની ભૂમિકા મહત્વની ગણાવવા લાગી.
લોકસભા 2024
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે 8 માર્ચના રોજ 39 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી હતી. જેમાં કે સી વેણુગોપાલને પણ ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પાર્ટીએ કે સી વેણુગોપાલને કેરળના અલાપ્પુઝા લોકસભા બેઠકથી ટિકિટ આપી છે. વેણુગોપાલે પહેલેથી જ રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ છે. આમ છતાં કોંગ્રેસે પોતાના વરિષ્ઠ નેતાને લોકસભા ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું. તેની પાછળનું એક કારણ એ ગણાય છે કે કેરળની અલાપ્પુઝા લોકસભા બેઠકથી તેઓ 2009થી 2014 સુધી જીતતા આવ્યા હતા. વેણુગોપાલે આ સીટથી 2019ની ચૂંટણી લડી નહતી. 2020માં તેઓ રાજ્યસભામાં ગયા. તેમની આ સીટથી ચૂંટણી ન લડવાના પગલે કોંગ્રેસના હાથમાંથી આ સીટ જતી રહી હતી. ત્યારબાદ 2024 લોકસભા ચૂંટણીમાં આ સીટથી તેમને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા.
Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે