Lok Sabha Election 2024: હવે જાણીતા અમેરિકી રાજનીતિક વિશેષજ્ઞએ પણ કરી ભવિષ્યવાણી, જાણો કેટલી સીટો જીતશે ભાજપ?

Lok Sabha Election 2024: ભાજપના નેતૃત્વવાળા એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વવાળા ઈન્ડિયા ગઠબંધન બંને પોત પોતાની સરકાર બનવાના દાવા કરી રહ્યા છે. આ બધા વચ્ચે અમેરિકાના એક જાણીતા રાજનીતિક વિશેષજ્ઞએ મોટો દાવો કર્યો છે. ઈયાન બ્રેમરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ કેટલી સીટ જીતશે. 

Lok Sabha Election 2024: હવે જાણીતા અમેરિકી રાજનીતિક વિશેષજ્ઞએ પણ કરી ભવિષ્યવાણી, જાણો કેટલી સીટો જીતશે ભાજપ?

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીનું પાંચ તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે. હવે ફક્ત બે તબક્કાનું મતદાન બાકી છે. ત્યારબાદ 4થી જૂને પરિણામ જાહેર થશે. ભાજપના નેતૃત્વવાળા એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વવાળા ઈન્ડિયા ગઠબંધન બંને પોત પોતાની સરકાર બનવાના દાવા કરી રહ્યા છે. આ બધા વચ્ચે અમેરિકાના એક જાણીતા રાજનીતિક વિશેષજ્ઞએ મોટો દાવો કર્યો છે. ઈયાન બ્રેમરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ કેટલી સીટ જીતશે. 

અમેરિકી વિશેષજ્ઞનો દાવો
અમેરિકાના જાણીતા રાજનીતિક વિશેષજ્ઞ ઈયાન બ્રેમરે એનડીટીવી પ્રોફિટ સાથે વાતચીતમાં જણાવ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ કેટલી સીટો જીતશે. તેમના અનુમાન મુજબ ભાજપ 305 (+/- 10 સીટ) સીટો જીતી શકે છે. બ્રેમર યુરેશિયા ગ્રુપના ફાઉન્ડર છે અને દુનિયાભરની ચૂંટણીઓ પર બાજ નજર રાખે છે. બ્રેમરે કહ્યું કે વૈશ્વિક રાજકીય પરિપ્રેક્ષ્યથી ભારતની લોકસભા ચૂંટણી એકમાત્ર ચીજ છે જે સ્થિર અને સુસંગત દેખાય છે. 

ભારતમાં થઈ રહેલી લોકસભા ચૂંટણી અને તેની ભવિષ્યવાણી વિશે પૂછવામાં આવતા બ્રેમરે કહ્યું કે યુરેશિયા ગ્રુપના રિસર્ચથી માલુમ પડે છે કે ભાજપ 295-315 સીટો જીતી શકે છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી છેલ્લા દસ વર્ષથી પ્રધાનમંત્રી છે અને 2014માં ભાજપને 282 તો 2019માં 303 બેઠકો મળી હતી. સીટો જણાવ્યાં બાદ બ્રેમરે એમ પણ કહ્યું કે તેમને સંખ્યામાં રસ નથી. બ્રેમરે કહ્યું કે મારો રસ દુનિયાની તમામ ચૂંટણીઓમાં છે (જેમાં યુરોપીયન યુનિયનમાં ચૂંટણી અને સંભવત: બ્રિટનમાં એક રાષ્ટ્રીય ચૂંટણી સામેલ છે). અમેરિકી રાજનીતિક વિશેષજ્ઞએ સ્વતંત્ર અને નિષ્પક્ષ તથા પારદર્શક ભારતીય ચૂંટણી પ્રક્રિયાના વખાણ પણ કર્યા. તેમણે એમ પણ કહ્યું કે મોદી લગભગ નિશ્ચિત રીતે મજબૂત આર્થિક પ્રદર્શન અને સતત સુધારાના દમ પર ત્રીજો કાર્યકાળ જીતવા જઈ રહ્યા છે જે એક ખુબ જ સ્થિર સંદેશ છે. 

શું કહ્યું હતું પ્રશાંત કિશોરે? 
બીજી બાજુ ચૂંટણીના ચાણક્ય ગણાતા રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે મોદી સરકાર કેન્દ્રમાં સત્તામાં વાપસી કરશે. તેમના જણાવ્યા મુજબ દેશમાં મોદી વિરોધી લહેર જોવા મળી રહી નથી. મોદીના નામ પર ભાજપ આ ચૂંટણી જીતવા જઈ રહી છે. પ્રશાંત કિશોરે દાવો કરતા કહ્યું કે 400 પાર અને 370ના નારો ભાજપની માત્ર ચૂંટણી ગેમ છે. વિપક્ષ તેને સમજી શક્યો નહીં અને તેમાં ખરાબ રીતે ગૂંચવાઈને રહી ગયો. તેમનું કહેવું છે કે એનડીએ વર્ષ 2019ની જેમ 303ના સ્કોર પર કે પછી તેનાથી પણ સારા નંબરે પાસ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news