લોકસભા ચૂંટણી 2024 સર્વે: કોણ છે દેશના ' સર્વશ્રેષ્ઠ PM ઉમેદવાર' , જાણી લો PM મોદી છે કેટલા લોકપ્રિય?

2024 Lok Sabha Election Survey: 2024ની લોકસભા ચૂંટણી માટે વધુ સમય નથી. ચૂંટણીની મોસમ જામવામાં લગભગ એક વર્ષની રાહ બાકી છે. આ દરમિયાન દરેકના મનમાં આ સવાલ ઉઠતો જ હશે કે દેશના આગામી વડાપ્રધાન પદ માટે પ્રબળ દાવેદાર કોણ છે.

લોકસભા ચૂંટણી 2024 સર્વે: કોણ છે દેશના ' સર્વશ્રેષ્ઠ  PM ઉમેદવાર' , જાણી લો PM મોદી છે કેટલા લોકપ્રિય?

નવી દિલ્હીઃ 2024 Lok Sabha Election Survey:2024ની લોકસભા ચૂંટણી માટે વધુ સમય નથી. ચૂંટણીની મોસમ માટે લગભગ એક વર્ષની રાહ બાકી છે. આ દરમિયાન દરેકના મનમાં આ સવાલ ઉઠતો જ હશે કે દેશના આગામી વડાપ્રધાન પદ માટે પ્રબળ દાવેદાર કોણ છે. C-Voter એ તાજેતરમાં દેશનો મૂડ જાણવા અને ભારતમાં હાલમાં સૌથી લોકપ્રિય રાજકીય નેતા કોણ છે તે જાણવા માટે એક સર્વે હાથ ધર્યો હતો. આવો અમે તમને આ સર્વે વિશે જણાવીએ...

સ્વતંત્ર ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાન
સર્વેમાં લોકોને જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીમાંથી 'સ્વતંત્ર ભારતના સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન' કોણ છે તે પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમાંથી સી-વોટર સર્વેમાં નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી અને ઈન્દિરા ગાંધી એમ ત્રણ નામોને સૌથી વધુ પ્રતિસાદ મળ્યો છે.

મોદી સ્વતંત્ર ભારતના અત્યાર સુધીના 'શ્રેષ્ઠ પીએમ' 
તાજેતરના સી-વોટર સર્વે મુજબ, લગભગ 47 ટકા લોકોએ નરેન્દ્ર મોદીને "સ્વતંત્ર ભારતમાં અત્યાર સુધીના શ્રેષ્ઠ વડાપ્રધાન" તરીકે પસંદ કર્યા છે.

વાજપેયી વધુ સારા પીએમ
સી-વોટર સર્વેમાં લગભગ 16 ટકા લોકોએ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને વધુ સારા પીએમ તરીકે પસંદ કર્યા હતા.

ઈન્દિરા ગાંધી આજે પણ લોકપ્રિય 
સી-વોટર સર્વેમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને 12 ટકા લોકોએ "સ્વતંત્ર ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાન"ની શ્રેણીમાં પસંદ કર્યા છે.

સર્વેમાં નેહરુ ચોથા ક્રમે 
જવાહરલાલ નેહરુ 9 ટકા સાથે 'બેસ્ટ પીએમ ઑફ ઈન્ડિપેન્ડન્ટ ઈન્ડિયા' કેટેગરીમાં ચોથા નંબર પર હતા.

સ્વતંત્ર ભારતના 5મા શ્રેષ્ઠ વડાપ્રધાન મનમોહન
સી-વોટર સર્વેમાં માત્ર 8 ટકા લોકોએ મનમોહન સિંહને વધુ સારા વડાપ્રધાન તરીકે પસંદ કર્યા છે.

પીએમ મોદીની લોકપ્રિયતામાં ઘટાડો
સી-વોટર સર્વેમાં પીએમ મોદીની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, નીતીશ કુમાર અને રાહુલ ગાંધીની સરખામણીમાં તેમની તરફેણમાં 52 ટકા વોટ સાથે તેઓ હજુ પણ પીએમ પદ માટે સૌથી વધુ પસંદીદા છે. ગયા વર્ષે સમાન સર્વેક્ષણમાં, પીએમ મોદી લગભગ 53 ટકા લોકોએ મંજૂરીની મ્હોર મારી હતી.

રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં વધારો
રસપ્રદ વાત એ છે કે ભારત જોડો યાત્રાના કારણે રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં તેજી આવી છે. લગભગ 14 ટકા લોકો તેમને પીએમ પદ માટે પસંદ કરે છે, જ્યારે ગયા વર્ષે માત્ર 9 ટકા લોકોએ કોંગ્રેસના સાંસદમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news