Lok Sabha Election 2024: આગામી લોકસભા ચૂંટણીમાં નીતિશકુમાર હશે PM પદના ઉમેદવાર? આ દિગ્ગજ નેતાએ આપ્યું મોટું નિવેદન
Lok Sabha Election 2024: વર્ષ 2024માં થનારી લોકસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માટે સતત ચર્ચાઓ ચાલુ છે. હાલમાં જ જેડીયુના અનેક નેતાઓએ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને પ્રધાનમંત્રી પદના ઉમેદવારનો યોગ્ય ચહેરો ગણાવ્યો હતો.
Trending Photos
Lok Sabha Election 2024: વર્ષ 2024માં થનારી લોકસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માટે સતત ચર્ચાઓ ચાલુ છે. હાલમાં જ જેડીયુના અનેક નેતાઓએ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને પ્રધાનમંત્રી પદના ઉમેદવારનો યોગ્ય ચહેરો ગણાવ્યો હતો. હવે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે નીતિશકુમારને પીએમ ઉમેદવાર બનાવવા પર નિવેદન આપ્યું છે.
નીતિશકુમારમાં પીએમની તમામ ક્ષમતાઓ- લલન સિંહ
જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે સીધી રીતે નીતિશકુમારને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તો નથી ગણાવ્યાં પરંતુ તેમણે કહ્યું કે નીતિશકુમારમાં પ્રધાનમંત્રીની તમામ ક્ષમતાઓ છે. આ સાથે જ તેમણે કહ્યું કે અમે ક્યારેય દાવો નથી કર્યો કે નીતિશકુમાર 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી દળોના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર છે.
લલન યાદવે પીએમ મોદી વિશે કરી આ વાત
આ અગાઉ જમુઈમાં એક જનસભાને સંબોધતા લલન સિંહે નીતિશકુમારના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે જે યોજનાને તેમણે 2015માં લાગૂ કરી તે યોજનાને પીએમ મોદીએ વર્ષ 2019માં લાગૂ કરી. તેમણે કહ્યું કે નીતિશકુમારે વર્ષ 2015માં હર ઘર નળ યોજના શરૂ કરી હતી. જ્યારે પીએમ મોદીએ 2019માં આ યોજના શરૂ કરી. નીતિશકુમારે 2018માં દરેક ઘરમાં વીજળી પહોંચાડી દીધી. ત્યારબાદ ભારત સરકારે તે યોજનાને સમગ્ર દેશમાંલાગૂ કરી. ત્યારબાદ લલન સિંહે લોકોને પૂછતા કહ્યું કે પ્રધાનમંત્રી બનવા લાયક નરેન્દ્ર મોદી છે કે નીતિશકુમાર? હવે નિર્ણય તમારે લેવાનો છે.
આ સાથે જ જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે જણાવ્યું કે વિપક્ષી દળોના પ્રધાનમંત્રી પદના ઉમેદવારના નામ પર નિર્ણય તમામ દળોની બેઠક બાદ લેવાશે. તેમણે કહ્યું કે નીતિશકુમારનો એક જ ઉદ્દેશ્ય છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને પડકારવો અને દેશના નેતૃત્વને એક કરવા માટે વધુમાં વધુ વિપક્ષી દળોને એકજૂથ કરવામાં આવે.
જુઓ લાઈવ ટીવી
આ નેતાએ પણ કર્યું સમર્થન
જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ દ્વારા નીતિશકુમારને પીએમ પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર ગણાવવામાં આવવાની વાતનું જેડીયુના સંસદીય બોર્ડના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ પણ સમર્થન કર્યું છે. આ ઉપરાંત જેડીયુના અનેક નેતાઓ નીતિશકુમારને પ્રધાનમંત્રી પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર સાબિત કરવાની હોડમાં લાગ્યા છે.
(ઈનપુટ- ન્યૂઝ એજન્સી આઈએએનએસ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે