પોલ બંધ, ન ગાડી, ન જાહેરાતો.... જાણો શું છે આચાર સંહિતા, કયા-કયા લાગશે પ્રતિબંધો
Model Code Of Conduct For Lok Sabha Election 2024: થોડીવારમાં લોકસભા ચૂંટણી 2024 ની તારીખોની જાહેરાત કરવામાં આવશે. આવો જાણીએ કે આદર્શ આચાર સંહિતા શું હોય છે અને તે લાગૂ થયા બાદ શું બદલાઇ શકે છે.
Trending Photos
Model Code Of Conduct In Gujarati: લોકસભા ચૂંટણી 2024 ના કાર્યક્રમની જાહેર થવાની છે. થોડીવારમાં ચૂંટણી કમિશ્નર (CEC) રાજીવ કુમાર ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ચૂંટણી પંચ (EC) દ્વારા લોકસભા ચૂંટણી 2024 ની જાહેરાત કરતાં જ આદર્શ આચાર સંહિતા (EC) લાગૂ થઇ જશે. આચારસંહિતા એટલે એવા નિયમો કે જેનું પાલન ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કરવાનું હોય છે. મતલબ કે લોકસભા ચૂંટણીની જાહેરાતથી લઈને પરિણામોની જાહેરાત સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહે છે.
Chia Seeds: સવારે ભૂખ્યા પેટ દૂધમાં નાખીને ખાવ આ નાના દાણા, વજન ઘટાડવા માટે છે વરદાન
હોળી પર સર્જાશે વર્ષનું પ્રથમ ગ્રહણ, ખાસકરીને ગર્ભવતી મહિલાઓ આ રીતે રાખે ધ્યાન
આદર્શ આચાર સંહિતા લાગૂ થતાં સરકારના કામકાજનો દાયરો સીમિત થઇ જાય છે. સરકાર મોટા નીતિગત નિર્ણય લઇ શકતી નથી. નવી યોજનાઓ, પ્રોજેક્ટ્સની શરૂઆત કરી શકાતી અંથી. ચૂંટણી પ્રચાર માટે સરકારી મશીનરીનો ઉપયોગ કરી શકાશે નહી. આદર્શ આચાર સંહિતા એટલા માટે બનાવી છે જેથી તમામ રાજકીય પક્ષોને બરાબરની તક મળી શકે છે. રાજકીય દળો અને ઉમેદવારો માટે બનેલી આ ગાઇડલાન્સનું ઉલ્લંઘન કરવા પર ચૂંટણી પંચ કાર્યવાહી કરે છે. આદર્શ આચાર સંહિતા વિશે તમારા તમામ પ્રશ્નોના જવાબ નીચે આપવામાં આવ્યા છે.
શું છે આદર્શ આચાર સંહિતા
આદર્શ આચાર સંહિતા રાજનીતિક પાર્ટીઓ અને ઉમેદવારો માટે ચૂંટણી પંચની તરફથી બહાર પાડવામાં આવતા કેટલાક દિશા નિર્દેશ હોય છે. દરેક પાર્ટી અને ઉમેદવારોને આ નિયમોનું પાલન કરવું પડે છે. આ નિર્દેશોનું પાલન નહી કરનારા ઉમેદવાર અથવા પાર્ટીઓ પર ચૂંટણી પંચની તરફથી કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આ કારે જાન્યુઆરીનો બદલો ફેબ્રુઆરીમાં લીધો, બલેનો પાસેથી છિનવી લીધો નંબર-1 નો તાજ!
IPL 2024 માં બેટ્સમેનો માટે કાળ સાબિત થઇ શકે છે 3 સ્પિનર, કાતિલ બોલીંગમાં છે માહિર
ક્યારથી લાગૂ થાય છે સંહિતા
કોઇ પણ ચૂંટણીની તારીખ જાહેર થાય તે સાથે જ તે વિસ્તારમાં આચાર સંહિતા લાગુ થઇ જાચ છે. રાજનીતિક પાર્ટીઓ, સત્તાધારી પાર્ટી, ઉમેદવાર અને એક અધિકાર ક્ષેત્રમાં જ રહીને કામ કરી શખે છે. જો લોકસભા ચૂંટણીની વાત કરીએ તો આ સમગ્ર દેશમાં લાગુ પડે છે.
પરિણામ આવતા સુધી મંત્રી કે કોઇ પ્રતિનિથિ આ કામ નહી કરી શકે
- કોઇ પણ સ્વરૂપે કોઇ પણ આર્થિક મંજુરી અથવા જાહેરાત કરી શકે નહી
- લોકસેવકોને છોડીને કોઇ પણ પ્રકારની યોજના અથવા સ્કીમની જાહેરાત કરી શકાય નહી઼
- માર્ગ નિર્માણ અને પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વચન આપી શકે નહી
- શાસન જાહેર સાહસો વગેરેમાં કોઇ પણ નિયુક્તિ ન થઇ શકે, જેમાં સત્તાધારી પાર્ટીના હિતમાં કોઇ મતદાન પ્રભાવિત થાય.
Surya Gochar: સૂર્યદેવને કૃપાથી આ 4 રાશિઓનું ચમકશે નસીબ, ખાતામાં આવશે દે ધના ધન રૂપિયા
IMD Alert: હોળી પહેલાં 11 રાજ્યોમાં આફત: ક્યાંક વરસાદ તો ક્યાં હિમવર્ષાની આગાહી
સાધારણ દિશા-નિર્દેશ
કોઇ પણ દળ અથા ઉમેદવાર તેવું કામ કરી શકે નહી જેમાં અલગ અલગ જાતીનાં અને ધાર્મિક અથા અન્ય મુદ્દાઓ વચ્ચે મતભેદ થાય. તમામ રાજનીતિક પાર્ટીઓ ઉમેદવારોની ટીકા, નીતિઓ સુધી જ સીમિત થઇ જાય છે. કોઇ પણ પાર્ટી ઉમેદવારના ઝંડા અને નારાલખવા માટે કોઇ પણ ખાનગી સંપત્તીનો પરવાનગી વગર ઉપયોગ થઇ શકે નહી.
બસ 10 દિવસ બાકી... તમને ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર, નહી ચૂકવવો પડે 1 પણ રૂપિયો
ચોરોની ફેવરિટ છે આ મારૂતિ કાર, આ કામ કરાવ્યું હશે તો કંપની આપશે નવી કારની કિંમત
સત્તાપક્ષ માટે ખાસ નિર્દેશ
મંત્રીએ પોતાનાં શાસકીય મુલાકાત અને પ્રચારની સાથે જોડી શકે નહી. પ્રચારમાં શાસકીય પક્ષ મશીનરી કરે કર્મચારીનો ઉપયોગ કરી શકાય નહી. સઆથે જ સરકારી ગાડીઓ, સરકારી વાહનો, પોતાનાં હિત માટે ઉપયોગમાં લઇ શકે નહી. કોઇ પણ સત્તાધારી જાહેર સ્થળો પર સરકારી વસ્તુઓનો ઉપયોગ કરી શકે નહી.
મતદાનના નિર્દેશ
ચૂંટણીના દિવસે કોઇ પણ પાર્ટી કે ઉમેદવાર મતદાતાઓને જે ઓળખ પત્ર આપવામાં આવે તે માત્ર સફેદ કાગળ જ હોવો જોઇએ અને તેના પર ચૂંટણી ચિન્હ સંબંધિત કોઇ પણ માહિતી ન હોવી જોઇએ. મતદાન કેન્દ્ર નજીક લગાવાયેલા બુથ પર કોઇ પ્રચારની સામગ્રી ન હોય અથવા એવી કોઇ વસ્તુ કે જેનાં કારણે ટોળુ ભેગુ થાય.
Holashtak 2024: હોળાષ્ટથી કુંભ-કર્ક સહિત આ 5 રાશિઓના શરૂ થશે ખરાબ દિવસો, આર્થિક મામલે ગાભા નિકળી જશે
Mangal Gochar 2024: આજથી કુંભ રાશિમાં ગ્રહોના સેનાપતિની એન્ટ્રી, આ 5 રાશિઓનો બેડો થઇ જશે પાર
સભાઓ મુદ્દે નિર્દેશ
કોઇ પણ સભા કરતા પહેલા સ્થાનીક તંત્રને તેની માહિતી આપવી જરૂરી છે. તેના માટે લાઉડ સ્પીકર્સ, ત્યાં કોઇ ધારા કે આદેશ લાગુ છે કે નહી તેની માહિતી હોવી જરૂરી છે. બીજી તરફ સભા માટે પણ પહેલા પરવાનગી લેવી જોઇએ. કોઇ પણ નિષેધાત્મક લાગુ ન થાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે