#IndiaKaDNA: MSMEની પરિભાષા બદલાઈ, 5 વર્ષમાં 5 કરોડ જોબ્સનું લક્ષ્ય- ગડકરી

Zee Newsના ઇન્ડિયા કા DNA E-C0nclaveમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, એમએસએમઈનું અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન છે. પરંતુ કોરોના સંક્ટના કારણે આ ક્ષેત્રને મોટા ફટકો પડ્યો છે. કેન્દ્ર સરકારે તમામ ક્ષેત્રોને બહાર લાવવા માટે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. તેમાંથી ત્રણ લાખ કરોડ એમએસએમઈ ક્ષેત્રને મળ્યા છે. નિતિન ગડકરીએ કહ્યું કે, કોરોનાના કારણે નિશ્ચિત રૂપથી એમએસએમઈ ક્ષેત્ર સહિત સમગ્ર ઉદ્યોગ જગતને નુકસાન થયું છે પરંતુ તેનો એક સકારાત્મક પાસુ પણ છે. ઉદાહરણ તરીકે, બે મહિના સુધી અમે પી.પી.ઇ કીટ બનાવી નથી. તેનો ચીનથી મંગાવવામાં આવ્યો હતો પરંતુ હવે એક દિવસમાં દેશમાં 3 લાખ પી.પી.ઇ કીટ બનાવવામાં આવી રહી છે. હવે અમે તેને નિકાસ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
#IndiaKaDNA: MSMEની પરિભાષા બદલાઈ, 5 વર્ષમાં 5 કરોડ જોબ્સનું લક્ષ્ય- ગડકરી

નવી દિલ્હી: Zee Newsના ઇન્ડિયા કા DNA E-C0nclaveમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, એમએસએમઈનું અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન છે. પરંતુ કોરોના સંક્ટના કારણે આ ક્ષેત્રને મોટા ફટકો પડ્યો છે. કેન્દ્ર સરકારે તમામ ક્ષેત્રોને બહાર લાવવા માટે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. તેમાંથી ત્રણ લાખ કરોડ એમએસએમઈ ક્ષેત્રને મળ્યા છે. નિતિન ગડકરીએ કહ્યું કે, કોરોનાના કારણે નિશ્ચિત રૂપથી એમએસએમઈ ક્ષેત્ર સહિત સમગ્ર ઉદ્યોગ જગતને નુકસાન થયું છે પરંતુ તેનો એક સકારાત્મક પાસુ પણ છે. ઉદાહરણ તરીકે, બે મહિના સુધી અમે પી.પી.ઇ કીટ બનાવી નથી. તેનો ચીનથી મંગાવવામાં આવ્યો હતો પરંતુ હવે એક દિવસમાં દેશમાં 3 લાખ પી.પી.ઇ કીટ બનાવવામાં આવી રહી છે. હવે અમે તેને નિકાસ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.

મહત્વની વાતો
મોદી સરકારના નિર્ણયથી 45 લાખ એમએસએમઈને લાભ મળશે.
કોરોના વાયરસથી સમગ્ર દુનિયાને નુકસાન, એમએસએમઈ સેક્ટરને મોટું નુકસાન
કોરોના સંક્ટમાં વ્યાપારિઓને છૂટ આપી, પીએમ જનધન યોજનાથી ગરીબોને મદદ
MSMEની પરિભાષા બદલાઈ, 5 વર્ષમાં 5 કરોડ જોબ્સનું લક્ષ્ય

પ્રહલાદ સિંહ પટેલ
આ પહેલા Zee Newsના ઈન્ડિયા કા DNA E-Conclaveમાં કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ સિંહ પટેલે કહ્યું કે, કોરના કાળને જોઈ ધાર્મિક સ્થળો પર ગાઈડલાઇનનું પાલન જરૂરી છે. કાલથી દેશભરના ધાર્મિક સ્થળો ખુલી રહ્યાં છે. તેના માધ્યમથી પર્યટનને પણ બળ મળશે. પરંતુ કોરોના કાળને જોઈ સોશિયલ ડિસ્ટેન્સિંગનું ખાસ પાલન કરવામાં આવવું જોઇએ.

તેમણે કહ્યું કે, કોરોના વાયરસના કારણે દુનિયામાં પર્યટન પર સૌથી વધારે અસર પડી હોય, પરંતુ હવે વિદેશી પર્યટકોનો ભારતમાં ટ્રેન્ડ વધી ગયો છે. પર્યટન ક્ષેત્રમાં ભારત આગળ વધશે. વિદેશી પર્યટક ભારતને સુરક્ષિત માને છે. પર્યટન ક્ષેત્રમાં આપણે ઝડપી ગતી પકડીશું. તેની પાછળ એક મોટું કારણ છે કે, કોરોનાની તેવી અસર ભારતમાં નથી થઈ જેવી અમેરિકા, યૂરોપ અને દુનિયાના અન્ય દેશોમાં થઈ છે. એટલા માટે પર્યટન ક્ષેત્રમાં આપણે ઝડપથી ગતી પકડીશું.

પીયૂષ ગોયલ
કોરોના કાળમાં ટ્રેનોને શરૂ કરવાના મુદ્દે રેલ મંત્રી પીયૂષ ગોયલે Zee Newsના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જટેલી ટ્રેનો રાજ્યએ કેન્દ્રથી માગી, એટલી ટ્રેનો આપવામાં આવી. યૂપી, બિહાર માટે ખાસ શ્રમિક ટ્રેન શરૂ કરવામાં આવી. કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી પરંતુ આંકડાના હિસાબથી જોઈએ તો આ ટ્રેનોની સંખ્યા 2 ટકાથી પણ ઓછી હતી. તેનું એક મોટું કારણ રૂટનું ભીડ રહ્યું. પરંતુ આ મામલે ખોટી ખબરો વધારે ચલાવવામાં આવી હતી. આ વાતની ખુશી છે કે, ZEE NEWSએ આ મામલે કોઈ ખોટા સમાચાર દેખાડ્યા નથી.

ભવિષ્યની રેલવે મુસાફરીના સંબંધમાં પીયૂષ ગોયલે કહ્યું કે, અમે લોકોની સુરક્ષા પર વધારે ભાર આપ્યો છે. બજેટમાં રેલવે સેફ્ટીને ધ્યાનમાં લઈ 1 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેની અસર એ થઈ કે 2019-20માં એક પણ રેલવે દુર્ઘટના થઈ નથી. આ કારણથી કોઈપણ વ્યક્તિનું આ સમયગાળામાં મોત થયું નથી. છેલ્લા 20 વર્ષોના આંકડા પર જો નજર કરીએ તો આ એક મોટી ઉપલબ્ધી છે. આ સાથે જ ભવિષ્ય માટે એવી તૈયારી કરવામાં આવી રહી છે કે, આગામી 10 વર્ષની અંદર સેમી સ્પીડ, હાઈ સ્પીડ ટ્રેન જોવા મળશે. રેલવે સ્ટેશનોની સંપૂણ કાયાપલટ થઈ ચુકી હશે. રેલવે કોચોની સારા ડિઝાઈન કરવામાં આવશે જેથી લોકોની યાત્રા સુગમ, સુવિધાજનક બની શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news