'અયોધ્યામાં ભગવાન રામનું પ્રાચીન મંદિર તોડી નખાયું અને તેની જગ્યાએ મસ્જિદ બનાવાઈ'
અયોધ્યા કેસની સુપ્રીમ કોર્ટમાં આજે આઠમા દિવસે સુનાવણી ચાલી રહી છે. મંગળવારે રામલલા વિરાજમાનના વકીલ સીએસ વૈદ્યનાથને દલીલ કરતા કહ્યું કે જ્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી તેની નીચે એક વિશાળ નિર્માણ હતું અને ASIના ખોદકામમાં જે ચીજો સામે આવી છે જે મુજબ ત્યાં એક હિન્દુ મંદિર હતું.
Trending Photos
નવી દિલ્હી: અયોધ્યા કેસની સુપ્રીમ કોર્ટમાં આજે આઠમા દિવસે સુનાવણી ચાલી રહી છે. મંગળવારે રામલલા વિરાજમાનના વકીલ સીએસ વૈદ્યનાથને દલીલ કરતા કહ્યું કે જ્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી તેની નીચે એક વિશાળ નિર્માણ હતું અને ASIના ખોદકામમાં જે ચીજો સામે આવી છે જે મુજબ ત્યાં એક હિન્દુ મંદિર હતું. વૈદ્યનાથને અલાહાબાદ હાઈ કોર્ટના ચુકાદાનો હવાલો આપતા કહ્યું કે હાઈ કોર્ટના ચુકાદામાં જસ્ટિસ અગ્રવાલે ખુદ પોતાના વિચાર રજુ કરતા કહ્યું છે કે અયોધ્યામાં ભગવાન રામનું પ્રાચીન મંદિર ધ્વસ્ત કરાયું અને તેની જગ્યાએ મસ્જિદ બનાવી દેવાઈ. આમ છતાં હિન્દુ લોકોની તે સ્થાન પ્રત્યે આસ્થા ઓછી ન થઈ. હિન્દુ લોકો ત્યાં પહેલીની જેમ જતા રહ્યાં અને પૂજા અર્ચના કરતા રહ્યાં. તેમણે ક્યારેય તે જગ્યાએ પૂજા કરવાનું બંધ કર્યું નહીં.
સીએસ વૈદ્યનાથને કહ્યું કે બાબરી મસ્જિદની નીચે જે પ્રકારનું સ્ટ્રક્ચર હતું તેની બનાવટ તેના નિર્માણના તરીકા અને તેમાં ભગવાનના ચિન્હ બતાવે છે કે ત્યાં પહેલા મંદિર હતુ, પહેલા મુસ્લિમ પક્ષ મંદિરના સ્ટ્રકચરની વાતને જ માનતું નહતું. પરંતુ ત્યારબાદ કહેવા લાગ્યાં કે સ્ટ્રક્ચર તો હતું પરંતુ તે એક ઈસ્લામિક સ્ટ્રક્ચર જેવું જ હતું.
રામલલા વિરાજમાનની દલીલ
વૈદ્યનાથને કહ્યું કે મેં કોર્ટ સામે જૂના તમામ તથ્યો અને રેકોર્ડ રજુ કર્યા છે. જેનાથી સાબિત થાય છે કે રામ જન્મભૂમિ ભગવાન રામનું જન્મ સ્થાન છે. આ સ્થાન પ્રત્યે લોકોની નિષ્ઠા શરૂઆતથી રહી છે. મસ્જિદ પડ્યા બાદ એક પથ્થનો સ્લેબ મળ્યો જેમાં 12 કે 13મી શતાબ્દીમાં લખેલો એક શિલાલેખ સામેલ છે. શિલાલેખ થોડો ક્ષતિગ્રસ્ત છે અને અંતિમ બે પંક્તિઓ ખુબ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. શિલાલેખનો મૂળ પાઠ સંસ્કૃતમાં છે. શિલાલેખો પર ઉલ્લેખ સાકેલ મંડલમાં બનેલા મંદિરથી છે અને તે રામનું જન્મ સ્થાન છે.
જુઓ LIVE TV
તેમણે કહ્યું કે 1114 ADથી 1155 AD સુધી 12મી શતાબ્દીમાં સાકેત મંડળના રાજા ગોવિંદા ચંદ્રા હતાં. તે સમયે અયોધ્યા તેમની રાજધાની હતી. અહીં વિષ્ણુ હરિનું ખુબ મોટું મંદિર હતું. પુરાતત્વવિદોએ તેની પુષ્ટી કરી છે. ખોદકામમાં મળેલા શિલાલેખની પ્રમાણિકતાને પણ ક્યારેય પડકારાયા નથી. ફક્ત શિલાલેખ મળવાની જગ્યાને પડકાર ફેંકાયો હતો કે શું તે વિવાદિત જગ્યાએથી મળી આવ્યો હતો કે નહીં.
સીએસ વૈદ્યનાથને કહ્યું કે પથ્થરની જે પટ્ટી પર સંસ્કૃતનો લેખ લખેલો છે તેને વિવાદિત બાંધકામના ધ્વંસ વખતે એક પત્રકારે પડતા જોયો હતો. જેમાં સાકેતના રાજા ગોવિંદ ચંદ્રનું નામ છે. સાથે લખ્યું છે કે તે વિષ્ણુ મંદિરમાં લાગેલી હતી.
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે શું આ બધુ ASI દ્વારા ભેગુ કરાયું હતું? રામલલાના વકીલ વૈદ્યનાથને કહ્યું કે આ બધુ ASIના રિપોર્ટમાં નહતું, ASIનો રિપોર્ટ પાછળથી આવ્યો હતો. સીએસ વૈદ્યનાથને કહ્યું કે ASIએ રિપોર્ટનો હવાલો આપતા મગરમચ્છ, કાચબાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેનો મુસ્લિમ કલ્ચર સાથે કોઈ સંબંધ નહતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે