ટ્રમ્પે વિઝિટર બુકમાં લખ્યો સંદેશ- ભારતીય સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો છે તાજમહેલ

તાજમહેલની મુલાકાત લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે આગરા પહોંચી ગયા છે. 

ટ્રમ્પે વિઝિટર બુકમાં લખ્યો સંદેશ- ભારતીય સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો છે તાજમહેલ

આગરાઃ તાજમહેલની મુલાકાત લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલેનિયા આગરા પહોંચી ગયા છે. તેમની સાથે પુત્રી ઇવાન્કા ટ્રમ્પ પણ હાજર છે. એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અમેરિકાના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ટ્રમ્પના સ્વાગતમાં કલાકારોએ 'મયૂર નૃત્ય' રજૂ કર્યું હતું. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હિન્દીમાં ટ્વીટ કરીને કહ્યું કે, પ્રથમ મહિલા અને હું આ દેશના દરેક નાગરિકને એક સંદેશ આપવા માટે વિશ્વની 8000 માઇલની ચક્કર લગાવીને અહીં આવ્યા છીએ. અમેરિકા ભારતને પ્રેમ કરે છે. અમેરિકા ભારતનું સન્માન કરે છે. 

Live Updates

ઇવાન્કાએ પોતાના પતિ સાથે તસવીર લીધી

— ANI (@ANI) February 24, 2020

વિઝિટર બુકમાં ટ્રમ્પે કરી તાજમહેલની પ્રશંસા
તાજમહેલની વિઝિટર બુકમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંદેશ લખ્યો કે તાજ ભારતીય સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો છે. તાજમહેલ ભારતીય સંસ્કૃતિની વિવિધતાપૂર્ણ સુંદરતા છે. 

— ANI (@ANI) February 24, 2020

પોતાના પતિ સાથે તાજમહેલનું ભ્રમણ કરી રહી છે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા

— ANI (@ANI) February 24, 2020

તાજમહેલની સામે ડોનાલ્ડ ટ્રમ્પ અમે મેલાનિયાએ તસવીર ખેંચાવી

— ANI (@ANI) February 24, 2020

— ANI (@ANI) February 24, 2020

 

— ANI (@ANI) February 24, 2020

તાજમહેલની વિઝિટર બુકમાં ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યો સંદેશ

— ANI (@ANI) February 24, 2020

તાજમહેલ પહોંચ્યા ડોનાલ્ડ ટ્રમ્પ
પ્રેમના પ્રતિક આગરામાં આવેલા તાજમહેલને જોવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે ત્યાં પહોંચી ગયા છે.

— ANI (@ANI) February 24, 2020

થોડા સમયમાં તાજમહેલના દર્શન કરશે ટ્રમ્પ-મેલાનિયા

— ANI (@ANI) February 24, 2020

આગરાના રસ્તાઓ પર લોકો ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા તૈયાર

— ANI (@ANI) February 24, 2020

અમેરિકા અને ભારત પોતાના દેશોને મજબૂત બનાવશેઃ ટ્રમ્પનું હિન્દીમાં વધુ એક ટ્વીટ

— Donald J. Trump (@realDonaldTrump) February 24, 2020

આગરા એરપોર્ટથી તાજમહેલ માટે રવાના થયા ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા અને પુત્રી ઇવાન્કાની સાથે એરપોર્ટથી તાજમહેલ માટે રવાના થયા છે. 

— ANI (@ANI) February 24, 2020

ટ્રમ્પ-મેલાનિયા માટે એરપોર્ટ પર સાંસ્કૃતિ કાર્યક્રમ

— ANI (@ANI) February 24, 2020

સીએમ યોદી આદિત્યનાથ અને રાજ્યપાલે કર્યું સ્વાગત
એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના પત્ની મેલાનિયા અને પુત્રી ઇવાન્કાનું સ્વાગત કર્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news