દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ, સેનાએ 2-3 આતંકીઓને ઘેરી લીધા
સવારે 3 વાગે લગભગ સેનાને આ આતંકવાદી સંતાયા હોવાના સમાચાર મળ્યા છે. આ પહેલાં સોમવારે શોપિયા વિસ્તારના સિંધુ શેરમલમાં આતંકવાદીઓએ રાજસ્થાનના ટ્રક ડ્રાઇવરની ગોળી મારીને હત્યા કરી દીધી.
Trending Photos
શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના બિજવાડાના પજલપુરામાં સવારે છ વાગ્યાથી સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ ચાલુ છે. સેના અને સીઆરપીએફના જવાનોનું આ સંયુક્ત ઓપરેશન છે. 2-3 આતંકવાદીઓ સંતાયા હોવાના સમાચાર છે. આ આતંકવાદી મકાનમાં છુપાયેલા છે. સવારે 3 વાગે લગભગ સેનાને આ આતંકવાદી સંતાયા હોવાના સમાચાર મળ્યા છે. આ પહેલાં સોમવારે શોપિયા વિસ્તારના સિંધુ શેરમલમાં આતંકવાદીઓએ રાજસ્થાનના ટ્રક ડ્રાઇવરની ગોળી મારીને હત્યા કરી દીધી, ત્યારબાદ કાશ્મીર (Kashmir)માં ભયનો માહોલ પેદા થઇ ગયો છે. સ્થાનિક લોકોએ આ ઘટનાની નિંદા કરી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ટ્રક ડ્રાઇવરની હત્યાના મામલે 15 લોકોની પોલીસે પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા છે. આ ઘટના સોમવારે રાત્રે લગભગ 8 વાગે સર્જાઇ હતી, જ્યારે ફળોથી ભરેલા ટ્રકમાં અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કરી દીધો હતો. ડ્રાઇવરની હત્યા કરી અને સફરજન ભરેલા ટ્રકને આગ લગાવી દીધી. ડ્રાઇવરને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ રાજસ્થાનના રહેવાની શરીફઉદ્દીન ખાનના રૂપમાં થઇ છે.
#AmitshahonZEE : 'મહારાષ્ટ્રમાં NDAની બે તૃતિયાંશ બહુમતિ સાથે સરકાર બનશે, ફડણવીસ જ બનશે મુખ્યમંત્રી'
ઘટના બાદ તાત્કાલિક સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારમાં ઘેરી લીધો અને તલાશી અભિયાન ચલાવવામાં આવ્યું જે આખી રાત ચાલ્યું હતું. આ ઘટનાને દક્ષિણ કાશ્મીર (Kashmir) અને આસપાસના વિસ્તારોમાં ફળ ઉત્પાદકોમાં ડર પેદા કરી દીધો છે. લોકોનું કહેવું છે કે દક્ષિણ કાશ્મીર (Kashmir)માં ટ્રક ડ્રાઇવરની હત્યા બાદ સ્થિતિ સંપૂર્ણપણે તણાવપૂર્ણ થઇ ગઇ છે. શોપિયાંના એક ફળ ઉત્પાદક જીશાન અહમદ (નામ બદલ્યું છે)ના અનુસાર 'સ્થિતિ ચિંતાજનક છે, અમે સમગ્ર ભારતમાં અમારા ફળ મોકલવા માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છીએ.'
તેમણે કહ્યું કે તેમણે કહ્યું કે દેશના બધા ભાગમાં ફળ મોકલવા અમારી જવાબદારી છે, કારણ કે 5 ઓગસ્ટના રોજ કલમ 370 દૂર કરતાં જ એડવાન્સ પૈસા લેવામાં આવ્યા હતા. તેમણું કહ્યું કે ફળ ઉત્પાદક કંઇ ખોટું અથવા ગેરકાયદેસર કરી શકતા નથી, તેના માટે અમે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે, અમે અમારો સામાન રાત્રે ટ્રાંસપોર્ટ કરી રહ્યા છીએ અને આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે હજુપણ ટાર્ગેટ થઇ રહ્યા છીએ.
પોલીસનું કહેવું છે કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીએ રાજસ્થાનના ભરપુર જિલ્લામાં ગ્રામ ઉબાના શરીફ ખાન નામના નાગરિકની ગોળી મારીને હત્યા કરી દીધી છે. જાણવા મળ્યું છે ગામલોકોએ ડ્રાઇવરને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આતંકવાદીએ ગ્રામીણ લોકો સાથે મારઝૂડ અને અપરાધને અંજામ આપ્યો. પોલીસના અનુસાર શરૂઆતી તપાસ અનુસાર આ આતંકવાદી કાર્યવાહી પાછળ જૈશ અને હિજ્બના આતંકવાદી જુથ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે