J&K: BJP નેતાની હત્યા પાછળ લશ્કરના આતંકવાદીઓનો હાથ, જાણો સમગ્ર મામલો

તમને જણાવી દઇએ કે વસીમ બારી સ્થાનિક ભાજપનો નેતા હતો અને પહેલાં ભાજપનો જિલ્લાધ્યક્ષ પણ રહી ચૂક્યો છે. પરિવારની સુરક્ષા માટે 10 સુરક્ષાકર્મી આપવામાં આવ્યા હતા

J&K: BJP નેતાની હત્યા પાછળ લશ્કરના આતંકવાદીઓનો હાથ, જાણો સમગ્ર મામલો

શ્રીનગર: જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)ના બાંદીપોરામાં આતંકવાદીઓએ ભાજપના નેતા, તેમના પિતા અને ભાઇની ગોળી મારીને હત્યા કરી દીધી. આઇજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે ભાજપના નેતા વસીમ બારીની હત્યા પાછળ લશ્કર એ તૈયબાના બે આતંકવાદીઓનો હાથ છે, તેમાંથી એક આતંકવાદી પાકિસ્તાની છે અને બીજો લોકલ છે. 

આઇજીપી કાશ્મીરએ કહ્યું કે બાંદીપુરાના ભાજપના નેતા વસીમ બારીની હત્યા લશ્કર એ તૈયબાના બે આતંકવાદીઓએ એક પ્લાન બનાવીને કરી છે. બુધવારે રાત્રે 8:45 વાગે લગભગ તેમની હત્યા કરી ત્યારે તે પોતાની દુકાન પર બેસ્યો હતો. આતંકવાદીઓએ વસીમની સાથે તેમના પિતા અને ભાઇની હત્યા કરી દીધી.

તમને જણાવી દઇએ કે વસીમ બારી સ્થાનિક ભાજપનો નેતા હતો અને પહેલાં ભાજપનો જિલ્લાધ્યક્ષ પણ રહી ચૂક્યો છે. પરિવારની સુરક્ષા માટે 10 સુરક્ષાકર્મી આપવામાં આવ્યા હતા જોકે ઘટના વખતે તેમની સાથે કોઇ ન હતું. વસીમ બારી તેમના પિતા અને તેમના ભાઇની મોત બાદ ઘરમાં તેમની 3 મહિનાની માસૂમ પુત્રી, પત્ની અને બહેન બચી છે. 

આઇજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે ભાજપના નેતા વસીમ બારીની સુરક્ષામાં તૈનાત તમામ 10 પીએસઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે. સુરક્ષામાં તૈનાત આ લોકોની ભૂલના કારણે જ ભાજપના નેતાનો જીવ ગયો. વિજય કુમારે ઘટનાસ્થળ પર પહોંચી નિરિક્ષણ કર્યું અને બાંદીપુરાના આર્મી કમાંડર અને સીઆરપીએફની સાથે મીટિંગ કરી. 

જમ્મૂ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું કે ભાજપના નેતા વસીમ બારીના ભાઇ ઉમર અને પિતા બશીર અહમદને ગોળી વાગવાથી ઇજા પહોંચી હતી, તેમને બાંદીપોરા જિલ્લા હોસ્પિટલમાં જવામાં આવ્યા જ્યાં તેમનું મોત નિપજ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news