દોસ્તી, પ્રેમ, જનૂનનો નવો અંદાજ, રિલીઝ થયું ZEE5ની ફિલ્મ 'યારા'નું દમદાર ટીઝર- VIDEO

ફિલ્મ તિગ્માંશુ ધૂલિયા દ્વારા ડાયરેક્ટ છે અને અજુરે એન્ટરટેઈનમેન્ટ માટે સુનીર ખેતરપાલ દ્વારા નિર્મિત છે. તેમાં વિદ્યુત જમવાલ, અમિત સાધ, વિજય વર્મા, કેની બસુમતારી, શ્રુતિ હાસન અને સંજય મિશ્રા મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. 

દોસ્તી, પ્રેમ, જનૂનનો નવો અંદાજ, રિલીઝ થયું  ZEE5ની ફિલ્મ 'યારા'નું દમદાર ટીઝર- VIDEO

નવી દિલ્હીઃ આ વર્ષે ફ્રેન્ડશિપ ડે પર દર્શકોને 30 જુલાઈના દિવસે 'યારા (Yara)''ની દુનિયાની એક ઝલક જોવા મળશે. ઝી5એ વિષેશ રૂપથી પોતાના સોશિયલ મીડિયા પર ટીઝર રિલીઝ કરી દીધું છે, જેણે દર્શકો વચ્ચે ચાર કુખ્યાત ગુનેગારો વચ્ચે દોસ્તીની આ કહાનીની પ્રથમ ઝલક શેર કરી છે. 

આ ઉત્તેજક અને રોમાંચકારી ટીઝર એક સાહસી રોલર-કોસ્ટર રાઇડ પર લઈ જાય છે. ટ્રેલરની શરૂઆત ચાર મસ્તીખોર બાળકોથી થાય છે, જે મોટા થઈને સારા મિત્રો બનવાની સાથે-સાથે ગુનાઓમાં પણ ભાગીદાર બની જાય છે. પરંતુ તેની દોસ્તીને જિંદગીની એક મુશ્કેલ પરીક્ષામાંથી પસાર થવુ પડે છે. શું તેનો સંબંધ આ મુશ્કેલ પડકારને પાર કરવામાં સફળ રહેશે?

યારા એક ક્રાઇમ ડ્રામા છે જે ચાર કુખ્યાત ગુનેગારો વચ્ચે સ્થાયી દોસ્તીનું પરીક્ષણ કરે છે. ઉત્તર ભારતની પૃષ્ઠભૂમિમાં સ્થાપિત, આ સ્ટોરીને ઇતિહાસના એક પાનામાં લપેટવામાં આવી છે. આ ઝી5 મૂળ ફિલ્મ એક રસપ્રદ, ઉત્તેજક અને રોમાંચકારી સ્ટોરી છે, જે નેપાળ-ભારત સરહદની પાર સંઘર્ષ કરતી ચોકડી ગેંગના 4 દોસ્તોની સફળતા અને અસફળતાની સ્ટોરી છે. 

મલાઇકા અરોરાએ શેર કરી વોડકા પેનકેકની રસપ્રદ રેસિપી, જેને બનાવવામાં જોશે આ 4 વસ્તુ

ફિલ્મ તિગ્માંશુ ધૂલિયા દ્વારા ડાયરેક્ટ છે અને અજુરે એન્ટરટેઈનમેન્ટ માટે સુનીર ખેતરપાલ દ્વારા નિર્મિત છે. તેમાં વિદ્યુત જમવાલ, અમિત સાધ, વિજય વર્મા, કેની બસુમતારી, શ્રુતિ હાસન અને સંજય મિશ્રા મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. 

યારા 30 જુલાઈએ વિશેષ રૂપથી ઝી5 પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news