બસ હવે આ જોવાનું જ બાકી હતું? લીંબુના ગોડાઉન પર તસ્કરો ત્રાટક્યાં, વેપારીને રાતોરાત થયું સેંકડોનું નુકસાન
ઉત્તરપ્રદેશના શાહજહાંપુર શાકભાજીના માર્કેટમાંથી એક સાથે 60 કિલો લીંબુની ચોરી થતા ચકચાર મચી ગઇ છે. ચોર માત્ર લીંબુ જ નહી પરંતુ તેની સાથે સાથે લીંબુ જોખવાના ત્રાજવા અને સાથે રહેલા વિવિધ વજનના બાટ પણ લઇ ગયા હતા. લીંબુની ચોરી હાલ તો ચર્ચાનો વિષય છે. વેપારીઓમાં આ ઘટના બાદ ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. પોલીસ આ મુદ્દે તપાસ ચલાવી રહી છે. લીંબુની મોંઘવારીના કારણે ચોરીની આવી ઘટનાઓ સામે આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Trending Photos
લખનઉ : ઉત્તરપ્રદેશના શાહજહાંપુર શાકભાજીના માર્કેટમાંથી એક સાથે 60 કિલો લીંબુની ચોરી થતા ચકચાર મચી ગઇ છે. ચોર માત્ર લીંબુ જ નહી પરંતુ તેની સાથે સાથે લીંબુ જોખવાના ત્રાજવા અને સાથે રહેલા વિવિધ વજનના બાટ પણ લઇ ગયા હતા. લીંબુની ચોરી હાલ તો ચર્ચાનો વિષય છે. વેપારીઓમાં આ ઘટના બાદ ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. પોલીસ આ મુદ્દે તપાસ ચલાવી રહી છે. લીંબુની મોંઘવારીના કારણે ચોરીની આવી ઘટનાઓ સામે આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
શાહજહાપુરમાં ચોરીનો એક ખુબ જ વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ચોરોએ સોનુ ચાંદી નહી પરંતુ લીંબુની ચોરી કરી હતી. સાથે સાથે ડુંગળી અને લસણના થેલાઓ પણ ઉઠાવ્યા હતા. વેપારીઓનું કહેવું છે કે મોડી રાત્રે ચોરોએ તેના ગોદામ પર ધાડ પાડી હતી. લીંબુ ઉપરાંત લસણ અને ડુંગળીની ચોરી કરી હતી. જો કે હાલ તો આ ઘટનાને કારણે વેપારીઓમાં પણ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠી રહી છે.
તિલહર વિસ્તારની શાકભાજી વેપાર કરતા મનોજ કશ્યપનું શાકભાજી માર્કેટમાં દુકાન ધરાવે છે. તેઓ લીંબુ, લીલા મરચા, ડુંગળી અને લસણનો વેપાર કરે છે. વેપારીઓનું કહેવું છે કે મોડી રાત્રે ચોરો આવ્યા હતા અને તેઓ 60 કિલો લીંબુ, 40 કિલો ડુંગળી અને 38 કિલો લસણની ચોરી થઇ હતી. ચોરી થયેલા લીંબુની આશરે કિંમત 12 હજાર રૂપિયા છે. શાકભાજીની ચોરીથી વેપારીઓમાં ભારે નારાજગી છે. હાલ વેપારીઓએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. આ વિસ્તારમાં લીંબુની ચર્ચાનો વિષય બન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે