આંતકવાદ છોડી દેશ માટે શહીદ થનાર લાંસ નાયક વાણીને મળશે અશોક ચક્ર

જમ્મૂ અને કાશ્મીરમાં આતંકવાદનો રસ્તો છોડી ભારતીય સેનામાં સામેલ થયેલા શહીદ લાંસ નાયક નઝીર અહમદ વાણીને આ વર્ષે મરણોત્તર અશોક ચક્ર માટે પસંદગી કરવામાં આવી છે. તેઓ ગત વર્ષે નવેમ્બરમાં શોપિયાંમાં આતંકવાદીઓ સાથે થયેલા એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા.

આંતકવાદ છોડી દેશ માટે શહીદ થનાર લાંસ નાયક વાણીને મળશે અશોક ચક્ર

નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરમાં આતંકવાદનો રસ્તો છોડી ભારતીય સેનામાં સામેલ થયેલા શહીદ લાંસ નાયક નઝીર અહમદ વાણીને આ વર્ષે મરણોત્તર અશોક ચક્ર માટે પસંદગી કરવામાં આવી છે. તેઓ ગત વર્ષે નવેમ્બરમાં શોપિયાંમાં આતંકવાદીઓ સાથે થયેલા એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા. તે દરમિયાન સુરક્ષા દળએ 6 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જણાવી દઇએ કે અશોક ચક્ર સૈનિકોને આપવામાં આવતું સૌથી મોટું શાંતિ વીરતા સન્માન છે. શહીદ લાંસનાયકને આતંકવાદીઓ સામે વીરતાથી લડવા માટે બે વાર સૈન્ય પદ પણ મળી ચુક્યું છે.

જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે થયેલા એન્કાઉન્ટરમાં જીવ ગુમાવનાર લાંસ નાયક નઝીર અહેમદ વાણીની રસપ્રદ સ્ટોરી છે. નઝીર અહેમદ વાણી પહેલા આતંકવાદી હતા, પરંતુ જ્યારે તેમને આ વાતનો અહેસાસ થયો તો તેમણે દેશ વિરોધી તાકતો સાથે સંબંધ તોડી દીધો હતો. ત્યાર બાદ તેઓ ભારતીય સેનામાં સામેલ થઇને રાષ્ટ્ર સેવામાં લાગી ગયા હતા.

શહીદ વાણી 2004માં પ્રાદેશિક સેનામાં સામેલ થયા હતા. જે એન્કાઉન્ટરમાં તેઓ શહીદ થયા, તે સમયે તેઓ 34 રાષ્ટ્રીય રાયફલ્સનો ભાગ હતા. આ ઉપરાંત તેઓ જમ્મૂ અને કાશ્મીર લાઇટ ઇન્ફેન્ટ્રી રેજીમેન્ટમાં પણ રહ્યાં હતા.

જમ્મૂ-કાશ્મીરની ચેકી અશમુજી ગામમાં વસવાટ કરતા શહીદ લાંસ નાયક નાઝીર વાણીના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. નવેમ્બરના અંતમાં શોપિયામાં થયેલા એન્કાઉન્ટરમાં તેઓ શહીદ થયા હતા. તેમને સુપુર્દ-એ-ખાકમાં સેનાના મોટા ઓફિસર પણ સામેલ થયા હતા. શહીદના પિતા તે દરમિયાન અત્યધિક દુ:ખી હતા. પુત્રને ગુમાવવાનું દુ:ખ તેમની આંખોમાં આંસૂના રૂપમાં બહાર આવી રહ્યાં હતા.

એક સૈન્ય ઓફિસરે તેમની પાસે પહોંચી તેમના ગળે ભેટ્યા હતા. તેમને આશ્વાસન આપ્યુ હતું. તેમને ગળે ભેટ્યાની તસવીર પણ સેનાએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી. જે ઘણી ભાવુક કરી રહી હતી. તેમાં સેનાએ શહિતના પિતાને ખાતરી આપતા લખ્યું હતું કે, ‘તમે એકલા નથી.’ વાણીના સુપુર્દ-એ-ખાકમાં 500થી 600 ગ્રામીણ હાજર રહ્યાં હતા. વાણીને 21 તોપની સલામી પણ આપવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news