કૂનો પાર્કમાં છોડેલા ચીતાનો નવો વીડિયો સામે આવ્યો, કર્યો શિકાર, વધી રહ્યો છે દબદબો
Trending Photos
Cheetahs Kuno National Park: મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવેલા નામીબિયન ચીતાએ હવે તેને પોતાનું ઘર માની લીધું છે. થોડા દિવસ પહેલાં બે નર ચીતાને નાનકડા વાડામાંથી મોટા વાડામાં છોડવામાં આવ્યા છે. બંને ચીતા પાંચ કિલોમીટરના દાયરામાં ફેલાયેલા આ વાડાનું અંતર કાપતા રહે છે. ભારતમાં 53 દિવસ વિતાવી ચૂકેલા આ ચીતાએ એક દિવસ પહેલાં જ પોતાનો શિકાર કર્યો હતો. ચીતાએ સાબરનો શિકારનો કરી તેને પોતાનો આહર બનાવી હતી.
ચીતાએ કર્યો પહેલો શિકાર
અધિકારીઓએ જણાવ્યું કે ચીતાને કૂનો નેશનલ પાર્કમાં અન્ય જાનવરોની સાથે તેને દોડતો જોવા મળ્યો હતો. આ સારા સંકેત છે કે બંને ચીતા પોતાના નવા ઘરને પસંદ કરી રહ્યા છે. આફ્રીકાના બે ચીતને 6-7 નવેમ્બરના રોજ મધરાત્રે પોતાનો પ્રથમ શિકાર કરી ઇતિહાસ રચ્યો હતો.
WATCH | Two cheetahs have been released into a bigger enclosure for adaptation to Kuno National Park's habitat after the mandatory quarantine.
I’m also glad to know that all cheetahs are healthy, active and adjusting well: PM @narendramodi pic.twitter.com/01tMSE0LiH
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) November 6, 2022
નવા ઘરને પોતાનું બનાવી રહી છે બિલાડીઓ
બે નર ચીતા, 'ફ્રેડી' અને 'એલ્ટન' ને 5 નવેમ્બરના રોજ સાંજે કોરેન્ટાઇનથી મોટા વાડામાં છોડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે શિકાર કરવાની તક મળી રહી છે. બંને ચીતાએ એક સાબરને ઘેરીને શિકાર કર્યો. કૂનોમાં ચીતાના આ શિકારને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કારણ કે આ ઇંગિત કરે છે કે જંગલી બિલાડીઓ પોતાના નવા ઘરને અનુકૂળ બનાવવા માટે તૈયાર છે.
ચીતાનો પહેલો શિકાર કેમ છે ખાસ?
ચીતાનો આ શિકાર એટલા માટે પણ વિશેષ છે કારણ કે આફ્રીકી ચીતાને અત્યાર સુધી ક્યારેય સાબરને જોયું ન હતું. હરણ નામીબિયામાં જોવા મળતું નથી, ના તો આફ્રીકી મહાદ્રીપમાં.
આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે