Janmashtami 2022 LIVE Updates: દેશભરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ધૂમ, PM મોદીએ ટ્વીટ કરીને પાઠવી શુભકામનાઓ

ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરા સહિત દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને મંદિરો ઉપરાંત લોકોએ પોતાના ઘરોમાં પણ લડ્ડુ ગોપાલની પ્રતિમાને રંગબેરંગી પોષાકથી સજાવ્યા છે. અત્રે જણાવવાનું કે આ વખતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી 19 ઓગસ્ટના રોજ ઉચ્ચ રાશિના ચંદ્રમાંમાં મનાવવામાં આવી રહી છે. પરંતુ જન્માષ્ટમીનું શુભ મુહૂર્ત ગઈ કાલે એટલે કે 18મી ઓગસ્ટે જ શરૂ થઈ ગયું હતું. 

Janmashtami 2022 LIVE Updates: દેશભરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ધૂમ, PM મોદીએ ટ્વીટ કરીને પાઠવી શુભકામનાઓ

Shri Krishna Janmashtami 2022 LIVE Updates: ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરા સહિત દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને મંદિરો ઉપરાંત લોકોએ પોતાના ઘરોમાં પણ લડ્ડુ ગોપાલની પ્રતિમાને રંગબેરંગી પોષાકથી સજાવ્યા છે. અત્રે જણાવવાનું કે આ વખતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી 19 ઓગસ્ટના રોજ ઉચ્ચ રાશિના ચંદ્રમાંમાં મનાવવામાં આવી રહી છે. પરંતુ જન્માષ્ટમીનું શુભ મુહૂર્ત ગઈ કાલે એટલે કે 18મી ઓગસ્ટે જ શરૂ થઈ ગયું હતું. 

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે દેશભરમાં ખુબ ધૂમધામથી ઉજવાય છે. ભગવાન શ્રીકૃષ્ણના પ્રગટોત્સવનું પર્વ જન્માષ્ટમી તરીકે ઉજવાય છે. અત્રે જણાવવાનું કે ભગવાન શ્રીકૃષ્ણે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ મથુરામાં જન્મ લીધો હતો. હિન્દુ માન્યતાઓ મુજબ આ દિવસે દેશભરમાં જન્માષ્ટમી ઉજવાય છે. દેશભરના મંદિરો અને ઘરોમાં આ દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા થાય છે. 

પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે લખ્યું કે તમામ દેશવાસીઓને જન્માષ્ટમીના પાવન-પુનીત અવસરે હાર્દિક શુભેચ્છાઓ. ભક્તિ અને ઉલ્લાસનો આ ઉત્સવ દરેકના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય લઈને આવે. જય શ્રીકૃષ્ણ!

— Narendra Modi (@narendramodi) August 19, 2022

રાષ્ટ્રપતિએ પણ પાઠવી શુભેચ્છા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ દેશવાસીઓને જન્માષ્ટમીના પાવન અવસરે શુભેચ્છાઓ પાઠવી છે. 

— President of India (@rashtrapatibhvn) August 19, 2022

સીએમ યોગી મથુરા-વૃંદાવનમાં કરશે પૂજા
કાન્હાના જન્મદિવસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મથુરા-વૃંદાવનમાં પૂજા કરશે. સીએમ યોગી અઢી કલાક વૃંદાવન અને એક કલાક મથુરા રહેશે. આ ઉપરાંત સીએમ યોગી વૃંદાવનમાં અન્નપૂર્ણા ભવનનું લોકાર્પણ કરશે અને શ્રદ્ધાળુઓને પ્રસાદ આપશે. શ્રીકૃષ્ણ જન્મસ્થાન મંદિરમાં શ્રદ્ધાળુઓની સુવિધાઓને જોતા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરી છે. કૃષ્ણ જન્મસ્થળ ઉપરાંત વૃંદાવનના બિહારી મંદિરનું પણ ખુબ મહત્વ છે. 

મુંબઈમાં દહીહાંડીની ઉજવણી
મુંબઈ સહિત દેશભરમાં દહીંહાંડી પણ ઉજવવામાં આવે છે. મુંબઈમાં હરેકૃષ્ણ મંદિર (ઈસ્કોન ટેમ્પલ)માં ભક્તોનો જમાવડો શરૂ થઈ ગયો છે. આ સિવાય દેશભરમાં દહીહાંડીની ઉજવણી થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news