એક એવું મંદિર, જ્યાં દર્શન માટે જવું હોય તો પુરુષોએ કરવા પડે છે 16 શ્રૃગાંર! જાણો રસપ્રદ કહાની

એક એવું મંદિર, જ્યાં દર્શન માટે જવું હોય તો પુરુષોએ કરવા પડે છે 16 શ્રૃગાંર! જાણો રસપ્રદ કહાની

નવી દિલ્લીઃ ભારતમાં તમામ એવા મંદિરો છે જેની રસપ્રદ કહાની લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. એવું જ એક મંદિર કેરળના કોલ્લમ જિલ્લામાં આવેલું છે. આ મંદિર કોટ્ટનકુલંગરા દેવી મંદિરના નામથી પ્રસિદ્ધ છે. આ મંદિરમાં પુરુષોના પ્રવેશની મનાઈ છે. જો પુરુષોને મંદિરમાં માતાના દર્શન કરવા હોય તો તેમને મહિલાઓના વસ્ત્રો પહેરીને 16 શ્રૃગાંર કરીને જવું પડે છે. મંદિરના નિયમ મુજબ ત્યાં ફક્ત મહિલાઓ અને કિન્નરો જ પ્રવેશ કરી શકે છે. ત્યારે આ મંદિર સાથે જોડાયેલા અનેક રસપ્રદ તથ્યો આજે અમે તમને જણાવીશું.

આ છે પૌરાણક કથાઃ
પૌરાણિક કથા અનુસાર, આ મંદિરમાં રહેલી કોટ્ટનકુલંગરા દેવીની શિલાને પહેલાં ભરવાડે જોઈ હતી. અને તેને એક નારિયલને આ શિલા પર ફેંકીને માર્યું. નારિયલ મારતા જ શિલામાંથી લોહી નીકળવા લાગ્યું. એટલે ભરવાડને ડર લાગ્યો. તેને ઘટના ગામવાળાને કહી. જે બાદ ગામલોકોએ જ્યોતિષ વિશેષજ્ઞોને બોલાવ્યા. જ્યોતિષ વિશેષજ્ઞોએ કહ્યું કે, આ શિલામાં સ્વંય વનદેવી વિરાજમાન છે. એટલા માટે તાત્કાલિક અહીંયા એક મંદિર બનાવો અને તેમની પૂજા કરો. કહેવાય છે કે, જે ભરવાડને આ શિલા મળી હતી, તેને મહિલાનું રૂપ ધારણ કરીને માતાની પૂજા કરવાનું શરૂ કર્યું. તે બાદથી પુરુષોનું મહિલાના રૂપમાં પૂજા કરવાની પરંપરા શરૂ થઈ ગઈ. 

સારી પત્ની અને નોકરીના આશીર્વાદઃ
આ મંદિરને લઈને માન્યતા છે કે, જે પુરુષ મહિલાના રૂપમાં 18 શણગાર સજીને માતાની પૂજા કરે છે તેમને ધન, નોકરી અને સંપતિ સાથે સારી પત્ની મળવાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.  ચામ્યાવિલક્કુ તહેવારમાં અહીં મોટી સંખ્યામાં પુરુષો માતાના આશીર્વાદ લેવા માટે આવે છે. આ દરમિયાન તૈયાર થવા માટે એક મેકઅપ રૂપ બનાવવામાં આવ્યો છે. જ્યાં તેઓ તૈયાર થાય છે. 16 શ્રૃગાંર કરનાર પુરુષોને ઘરેણાં પણ પહેરવા પડે છે. અને ગજરો પણ લગાવવો પડે છે. આ મંદિરમાં મહિલાઓ સિવાય મોટી સંખ્યામાં કિન્નરો પણ આશીર્વાદ લેવા માટે આવે છે.

દર વર્ષે વધે છે દેવીની પ્રતિમાનો આકારઃ
જાણકારી મુજબ, આ રાજ્યનું એક માત્ર મંદિર એવું છે જેના ગર્ભગૃહની ઉપર છત કે કલશ નથી. માન્યતા એ પણ છે કે, આ મંદિરમાં સ્થાપિત પ્રતિમા સ્વંય પ્રગટ થઈ હતી. કહેવાય છે કે, દર વર્ષે આ પ્રતિમા અમુક ઈંચ વધે છે.

(નોંધ- અહીં આપેલી જાણકારી ધાર્મિક માન્યતા અને આસ્થા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ નથી કરતું)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news