તમારા જન્મના વાર પરથી જાણો તમે કેટલા વર્ષ જીવશો, કઈ ઉંમરે પડશે સૌથી વધારે દુ:ખ

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં આયુ જ્ઞાન માટે અમુક નિયમો બનાવવામાં આવ્યા છે. તેમાંથી એક તમારા જન્મના વારના આધારે તમારી ઉંમર જાણી શકાય છે.

તમારા જન્મના વાર પરથી જાણો તમે કેટલા વર્ષ જીવશો, કઈ ઉંમરે પડશે સૌથી વધારે દુ:ખ

ઝી બ્યુરો: લોકોમાં ઘણીવાર તેમની ઉંમરને લઈને જાણવામાં ખુબ જ જિજ્ઞાસા હોય છે. તેઓ યેન-કેન પ્રકારે જાણવાનો પ્રયત્ન કરતો રહે છે કે તેઓ કેટલા વર્ષ જીવશે. ઘણી વખત લોકો એટલો બેચેન કે ગભરાઈ જાય છે કે સહેજ અમથી બિમારી પણ આવે એટલે વિચારવા લાગે છે કે ક્યાંક તેમનો અંતિમ સમય તો નજીક નથી આવ્યોને. આ જિજ્ઞાસાને શાંત કરવા માટે તેઓ જ્યોતિષીઓને તેમની કુંડળી બતાવવા પહોંચી જાય છે. વૈદિક જ્યોતિષ અને હસ્તરેખાશાસ્ત્ર દ્વારા ચોક્કસ ઉંમર વિશે જાણી શકાય છે, પરંતુ તેના માટે ઊંડા અભ્યાસની જરૂર છે. કારણ કે થોડી ભૂલ વ્યક્તિને ટેન્શનમાં મૂકી શકે છે.

ઉંમર જાણવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે...
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં આયુ જ્ઞાન માટે અમુક નિયમો બનાવવામાં આવ્યા છે. તેમાંથી એક તમારા જન્મના વારના આધારે તમારી ઉંમર જાણી શકાય છે. માનસાગરના ઘણા પ્રાચીન ગ્રંથો અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વયની ગણતરી કરવાની પદ્ધતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પદ્ધતિને વારાયું ગણન કહેવામાં આવે છે. તેમના મતે વ્યક્તિનો જન્મ કઈ તારીખે થયો છે તેના આધારે તેની ઉંમર કેટલી હશે અને તેના જીવનના કયા વર્ષમાં તેને મૃત્યુ જેવી યાતનાઓ મળી હશે. વગેરે જાણી શકાય છે.

સોમવાર:
આ દિવસે જન્મેલા જાતકની ઉંમર 84 વર્ષની માનવામાં આવે છે. તેના માટે જન્મથી 11 માં મહિનો અને 16 માં તથા 27 માં વર્ષમાં ઘાત રહે છે, એટલે કે આ સમયમાં તે વ્યક્તિ ગંભીર રૂપથી કષ્ટ ભોગવે છે.

મંગળવાર:
મંગળવારે જન્મેલા જાતકોનું આયુષ્ય 74 વર્ષ હોય છે. પરંતુ જન્મનાં બીજા વર્ષે તથા 22 માં વર્ષમાં ઘાત રહે છે, એટલે કે આ વર્ષમાં ઘણી મોટી દુર્ઘટના થવાની સંભાવના રહે છે.

બુધવાર:
બુધવારે જેનો જન્મ થયો હોય તેવા જાતકો 64 વર્ષ સુધી જીવે છે. આ વ્યક્તિને જન્મથી આઠમાં મહિને અને આઠમાં વર્ષમાં મોટી ઘાત રહે છે, એટલે કે તેમણે મૃત્યુ સમાન કષ્ટ ભોગવવા પડે છે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.

ગુરુવાર:
આ દિવસે જન્મેલા જાતકોનું આયુષ્ય 84 વર્ષનું માનવામાં આવે છે. તેમના માટે જન્મથી સાતમો મહિનો અને 13 મો તથા 16 મું વર્ષ કષ્ટદાયક રહે છે. જો આ સમય નીકળી જાય તો પછી વ્યક્તિ પૂર્ણ પુર્ણાયુ જીવે છે.

શુક્રવાર:
આ વારે જન્મેલા જાતકોનું આયુષ્ય 60 વર્ષનું માનવામાં આવે છે. તેમના માટે ઘાત વર્ષ કોઈ હોતું નથી. એટલા માટે સંભવ છે કે તે 60 વર્ષની પુરી ઉંમર પ્રાપ્ત કરે છે.

શનિવાર:
શનિવારે જન્મેલા જાતકોનું આયુષ્ય સૌથી વધારે 100 વર્ષનું માનવામાં આવે છે, તેમનાં માટે જન્મથી પહેલો મહિનો અને 13 મું વર્ષ કષ્ટપ્રદ રહે છે.

રવિવાર:
જે જાતકનો જન્મ રવિવારે થાય છે, તેનું આયુષ્ય 60 વર્ષનું માનવામાં આવે છે. આ લોકો માટે જન્મનાં પહેલા અને છઠ્ઠા મહિનો તથા 13 માં તથા 22 માં વર્ષમાં ઘાત રહે છે એટલે કે આયુષ્યનાં આ વર્ષોમાં વ્યક્તિને મૃત્યુ સમાન કષ્ટ મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news