મુકેશ અંબાણી સહિતના દિગ્ગજોએ આ સ્કૂલમાં કર્યો છે અભ્યાસ, ફી જાણીને પગ નીચેથી ખસી જશે જમીન!

Most Expensive School: દેશમાં એક કરતાં વધુ શાળાઓ છે. પરંતુ શું તમે જાણો છો કે દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત જાણીતી હસ્તીઓ કઈ શાળામાં ભણ્યા છે. ગ્વાલિયરમાં સ્થિત સિંધિયા સ્કૂલની ગણના દેશની સૌથી મોંઘી સ્કૂલોમાં થાય છે. દેશના અનેક દિગ્ગજોએ આ શાળામાંથી અભ્યાસ કર્યો છે.

મુકેશ અંબાણી સહિતના દિગ્ગજોએ આ સ્કૂલમાં કર્યો છે અભ્યાસ, ફી જાણીને પગ નીચેથી ખસી જશે જમીન!

Most Expensive School: ભારતમાં એકથી એક ચડિયાતી સ્કૂલ આવેલી છે. જેમાંથી કેટલીક શાળાઓ તો એવી છે જેની ફી ખૂબ જ મોંઘી હોય છે. આજે આપણે એવી જ એક મોંઘી સ્કૂલની વાત કરીશું. જેમાં મુકેશ અંબાણી જેવા દિગ્ગજોએ અભ્યાસ કર્યો છે. ખૂબ જ જૂની એવી આ સ્કૂલની ફી સાંભળશો તો તમને ઝાટકો લાગશે. અહીં બાળકોના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવામાં આવે છે.

આ સ્કૂલનું નામ છે ગ્વાલિયરમાં આવેલી સિંધિયા સ્કૂલ. અહીંથી દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, બોલીવુડ અભિનેતા સલમાન ખાન સહિતના દિગ્ગજોએ ભણ્યું છે. સિંધિયા સ્કૂલની ગણતરી દેશના સૌથી મોંઘી સ્કૂલોમાં થાય છે. આ બોય્ઝ બોર્ડિંગ સ્કૂલને મહારાજા માધવરાવ સિંધિયાએ 1897માં શરૂ કરી હતી. આ સ્કૂલમાં અનુરાગ કશ્યપ, સૂરજ બડજાત્યા પણ ભણ્યા છે.

સિંધિયા સ્કૂલની ફી એટલી વધારે છે કે સામાન્ય માણસ અહીં તેના બાળકને ભણાવવાનું વિચારી પણ ન શકે. 120 વર્ષથી વધુ જૂની આ સ્કૂલ 110 એકરમાં ફેલાયેલી છે. જેમાં ભારતીય વિદ્યાર્થીઓ માટેની વાર્ષિક ફી લગભગ 13 લાખ 25 હજાર રૂપિયા છે. જ્યારે સુરક્ષા દળના કર્મચારીઓ માટે 8 લાખ 50 હજાર રૂપિયા વાર્ષિક છે. તો NRI વિદ્યાર્થીએ 15 લાખથી વધુ ચૂકવવા પડશે.

ભલે આ સ્કૂલની ફી વધારે છે પરંતુ તેની સામે અહીં સુવિધાઓ પણ આપવામાં આવે છે. ગ્વાલિયરની ભીડથી દૂર પ્રાકૃતિક સૌંદર્યની સાથે આ સ્કૂલ બની છે. જે વાસ્તુકલાનો બેનમૂન નમૂનો છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે 22 મેદાન છે. જેમાં ક્રિકેટ, લોન ટેનિસ, સ્વિમિંગ પુલ, હોર્સ રાઈડિંગની સાથે ઈન્ડોર ગેમ્સ પણ છે.

આ પણ વાંચો:
અમદાવાદના આ વિસ્તારોમાં પડ્યો ચોમાસા જેવો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં ટ્રાફિક જામ
કોણ બનશે કર્ણાટકનો કિંગ? ભાજપ-કોંગ્રેસનો આક્રમક પ્રચાર, એકબીજા પર વાર-પલટવાર 
રાશિફળ 01 મે: આ 4 રાશિવાળાને ગ્રહ ગોચર કરાવશે અઢળક લાભ, ભોળાનાથની પણ અપાર કૃપા રહેશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ
 : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news