#IndiaKaDNA માં બોલ્યા કેશવ પ્રસાદ મૌર્યા- ‘23 મેએ સપા-બસપા-કોંગ્રેસ ગઇ’

‘#IndiaKaDNA’માં ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યાએ કહ્યું કે પીઓકેમાં આતંકી પ્રશિક્ષણ કેન્દ્રો પર કરવામાં આવેલી કાર્યવાહી બાદથી સંપૂર્ણ દેશ ગર્વ અનુભવી રહ્યો છે.

#IndiaKaDNA માં બોલ્યા કેશવ પ્રસાદ મૌર્યા- ‘23 મેએ સપા-બસપા-કોંગ્રેસ ગઇ’

નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી પહેલા Zee News ના મંચ પર રાજનીતિના મહાસંવાદ ‘#IndiaKaDNA’માં ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યાએ કહ્યું કે પીઓકેમાં આતંકી પ્રશિક્ષણ કેન્દ્રો પર કરવામાં આવેલી કાર્યવાહી બાદથી સંપૂર્ણ દેશ ગર્વ અનુભવી રહ્યો છે. સેનાના પરાક્રમ પર એક તરફ લોકો છે જે ગર્વ કરી રહ્યાં છે અને બીજી તરફ તે લોકો છે જે શંકા કરી રહ્યાં છે. સેના ઉપર સવાલ ઉઠાવનાર માટે લોકોમાં ગુસ્સો છે.

તેમણે વધુમાં કહ્યું કે, આતંકવાદના અંત માટે આપણી સેનાએ જે પરાક્રમ કર્યું, હું દરેક જવાનનો આભાર માનું છું, આજે જવાબ આપવાનું કામ થઇ રહ્યું છે. જેના કારણે દેશમાં આત્મવિશ્વાસ જાગ્રુત થયો છે. આપણી સેના એટલી શક્તિશાળી સેના છે, જે દુશ્મનની આંખ પણ કાઢી શકે છે. સવાલ ઉઠાવનારની સંખ્યા ઓછી છે. મૌર્યાએ કહ્યું કે, 2019માં આપણે 2014થી ઘણી સારી સ્થિતીમાં ઉભા છીએ. સપા-બસપાનું ગઠબંધન ઠગબંધન છે. આ ગઠબંધનનું એક જ લક્ષ્ય છે કે દેશમાં હવે મજબૂત સરકાર ન બનવી જોઇએ.

10 વર્ષ કેન્દ્રમાં ચાલેલી મનમોહન સિંહની સરકારને તે સમયે સપા અને બસપાનો ટેકો હતો. કોંગ્રેસ-સપા અને બસપા એક છે. તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી વાડ્રાનો અયોધ્યા જવાનો પ્રભાવ એટલો હતો કે, રાહુલ ગાંધીએ તેમની પારંપરિક બેઠક અમેઠી છોડીને જવું પડ્યું છે. મેં ભી ચૌકીદાર કમ્પેન પર મૌર્યાએ કહ્યું કે, જ્યાં કોંગ્રેસ અને સંપૂર્ણ વિપક્ષ મોદીજીના વિરોધના નામ પર ઉભા છે, ત્યાં ગરીબીનો મજાક ઉડાવવાનું કામ કરે છે. આ દેશની અંદર ચૌકીદાર જ નથી, પરંતુ આ ભાવને લઇને ઉભેલા લોકોને મોદીજી પર વિશ્વાસ છે. દેશને દુનિયામાં શક્તિશાળી રૂપમાં ઉભો કરવાનું કામ મોદીના નેતૃત્વમાં થયું છે.

તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ જોવાની જરૂરિયાત છે. દેશમાં કોંગ્રેસની પરથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે. તેમણે કહ્યું કે, જે પાકિસ્તાન અને જૈશના પ્રવક્તાવાળી ભાષા બોલે છે, તેમનો હિસાબ જનતા કરશે. તેમણે કહ્યું કે, 23 મેએ સપા-બસપા અને કોંગ્રેસ ગઇ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news