સલામઃ કેરળનાં મહિલા પોલીસ અધિકારીએ કેન્સરના દર્દીઓ માટે આપ્યું પોતાના વાળનું બલિદાન
પોતાના પોલીસ અધિકારી દ્વારા આટલું ઉત્તમ કાર્ય કરવાનું જાણ્યા પછી કેરળ પોલીસે પણ ટ્વીટર હેન્ડલ પર અપર્ણાને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ તેમણે અપર્ણાનો 'પહેલા અને પછી'નો ફોટો પણ શેર કર્યો છે. જેમાં એક ફોટામાં અપર્ણાના લાંબા વાળ છે અને બીજા ફોટામાં એ લાંબા વાળ કપાવ્યા પછી પોલીસ ડ્રેસમાં અપર્ણાએ પડાવેલો ફોટો છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેરળનાં મહિલા પોલીસ અધિકારી અર્પણા લવકુમાર આજકાલ સોશિયલ મીડિયાનું સેન્સેશન બનેલાં છે. જેનું કારણ, કેન્સરના દર્દીઓ માટે તેમણે આપેલું પોતાના વાળનું બલિદાન છે. અપર્ણાને અગાઉ લાંબા વાળ હતા. તેમણે કેન્સરના દર્દીઓને દાનમાં આપવા માટે પોતાના વાળ કપાવી નાખ્યા હતા.
પોતાના પોલીસ અધિકારી દ્વારા આટલું ઉત્તમ કાર્ય કરવાનું જાણ્યા પછી કેરળ પોલીસે પણ ટ્વીટર હેન્ડલ પર અપર્ણાને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ તેમણે અપર્ણાનો 'પહેલા અને પછી'નો ફોટો પણ શેર કર્યો છે. જેમાં એક ફોટામાં અપર્ણાના લાંબા વાળ છે અને બીજા ફોટામાં એ લાંબા વાળ કપાવ્યા પછી પોલીસ ડ્રેસમાં અપર્ણાએ પડાવેલો ફોટો છે.
തൃശൂര് റൂറല് വനിതാ പോലീസ് സ്റ്റേഷനില് (ഇരിഞ്ഞാലക്കുട) സീനിയര് സിവില് പോലീസ് ഓഫീസര് ആയി ജോലി നോക്കുന്ന ശ്രീമതി. അപര്ണ്ണ ലവകുമാർ തനിക്കു അനുഗ്രഹമായി കിട്ടിയ തലമുടി, തൃശൂരിലെ അമല ഹോസ്പിറ്റലിലെ ക്യാന്സര് രോഗികള്ക്കായി ദാനം ചെയ്തു. Congrats Aparna. pic.twitter.com/qLWTqtGm5h
— Kerala Police (@TheKeralaPolice) September 20, 2019
કેરળમાં આજકાલ અપર્ણા સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે અને દરેક નેટિઝન તેમનો ફોટો શેર કરીને સલામ મારી રહ્યા છે.
Not in Movies, Hero(ine) in real life
Just a simple but worth value much!#AparnaLavakumar pic.twitter.com/bbNdgH2NV6
— Prakasan Balliyod (@Balliyodan) September 27, 2019
ANI સાથેની વાતચીતમાં અપર્ણાએ જણાવ્યું કે, "કેન્સરની બિમારીથી પીડિત બાળકો જ્યારે તેમના વાળ ગુમાવી દે છે ત્યારે તેમના ચહેરા પર માનસિક તણાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે. મેં આ બાળકોને મદદ કરવા માટે વાળ કપાવ્યા છે. અગાઉ પણ હું એક વખત વાળ કપાવી ચુકી છું."
Walking the talk... Kudos to you #AparnaLavakumar https://t.co/SUCa1XEUqk
— Dinesh Salian 🇮🇳 (@dcsalian22) September 28, 2019
અપર્ણા થ્રીસુરના ઈરિનજાલાકુડામાં પોલીસ અધિકારી છે. અપર્ણાએ તેમની આ દિલ જીતી લેનારા કાર્ય દ્વારા કેન્સરના ઈલાજમાં પોતાના વાળ ગુમાવી દેનારી મહિલાઓ માટે એક પ્રેરણાનું કામ કર્યું છે. જેઓ માથા પરથી વાળ જતા રહેવાના કારણે શરમનો અનુભવ કરતી હોય છે.
કેન્સરી બિમારી સામે જંગ લડનારી મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બનનારાં મહિલા પોલીસ અધિકારી અપર્ણાને લાખ-લાખ સલામ.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે