વિધાનસભાની પેટા ચૂંટણી માટે કુલ 42 ઉમેદવારો મેદાને, 17 ફોર્મ થયા રદ્દ

રાજ્યની ખાલી પડેલી 6 વિધાનાસભાની બેઠકો પર પેટા ચૂંટણીની તારીખો નક્કી થઇ ગઇ છે. ભાજપ કોંગ્રેસ દ્વારા તમામ બેઠકો પરના ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે. ત્યારે ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યા છે. રાજ્યની 6 બેઠકો પર કુલ 42 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ થશે. અત્યાર સુધીમાં 6 બેઠકો પર કુલ 72 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 17 ફોર્મ રદ્દ થયા હતા જ્યારે 13 ફોર્મ પાછા ખેચવામાં આવ્યા હતા. 
 

વિધાનસભાની પેટા ચૂંટણી માટે કુલ 42 ઉમેદવારો મેદાને, 17 ફોર્મ થયા રદ્દ

અમદાવાદ: રાજ્યની ખાલી પડેલી 6 વિધાનાસભાની બેઠકો પર પેટા ચૂંટણીની તારીખો નક્કી થઇ ગઇ છે. ભાજપ કોંગ્રેસ દ્વારા તમામ બેઠકો પરના ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે. ત્યારે ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યા છે. રાજ્યની 6 બેઠકો પર કુલ 42 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ થશે. અત્યાર સુધીમાં 6 બેઠકો પર કુલ 72 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 17 ફોર્મ રદ્દ થયા હતા જ્યારે 13 ફોર્મ પાછા ખેચવામાં આવ્યા હતા. 

બેઠક ઉમેદવારોની સંખ્યા
8- થરાદ 7
16- રાધનપુર 10
20- ખેરાલુ 4
32- બાયડ 7
50-અમરાઈવાડી 11
122- લુણાવાડા 3
કુલ 42

 

  • કુલ 42 ઉમેદવાર મેદાનમાં
  • કુલ ઉમેદવારી પત્રો 72 ભરાયા
  • 17 ફોર્મ રદ થયા
  • 13 ફોર્મ પાછા ખેંચાયા.

ભાજપે રાધનપુરમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. તો અલ્પેશ ઠાકોર સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ધવલસિંહ ઝાલાને બાયડ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે લુણાવાડા બેઠક પર જીજ્ઞેશ સેવક પર પાર્ટીએ મહોર મારી છે. ત્યારે ખેરાલુ બેઠક પરથી પણ અજમલભાઇ ઠાકોરને ટિકિટ આપાવામાં આવી છે. ત્યારે અમદાવાદની અમરાઇડી બેઠક પરથી જગદીશ પટેલે અને થરાદ બેઠક પરથી જીવરાજ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

 ભાજપ કોંગ્રેસના આ ઉમેદવારો વચ્ચે થશે જંગ

બેઠક ભાજપ કોંગ્રેસ
થરાદ જીવરાજભાઇ પટેલ ગુલાબસિંહ રાજપુત
બાયડ ધવલસિંહ ઝાલા પટેલ જશુભાઇ શિવાભાઇ
અમરાઇવાડી જગદીશભાઇ પટેલ ધર્મેન્દ્રભાઇ શાંતિલાલ પટેલ
લુણાવાડા જીજ્ઞેશભાઇ સેવક ચૌહાણ ગુલાબસિંહ સોમસિંહ
રાધનપુર અલ્પેશ ઠાકોર રઘુભાઈ દેસાઈ
ખેરાલુ અજમલભાઇ ઠાકોર બાબુજી ઠાકોર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news