ભડ ભડ બળી રહ્યું છે લોસ એન્જલસ, વિકરાળ આગમાં હોલીવુડ સ્ટાર્સના ઘર પણ બળીને ખાખ, હચમચાવી દેશે આ Photos
હોલીવુડ માટે જાણીતું લોસ એન્જલસ કે જ્યાં અનેક મોટી મોટી સેલિબ્રિટીઓના ઘર છે, તે આજે આગમાં ભડકે બળી રહ્યું છે. કેલિફોર્નિયાના જંગલોની વિકરાળ આગે અહીં પણ એવી તબાહી મચાવી છે કે ગણતરીના કલાકોમાં તબાહી જોવા મળી છે.
hollywood ca fire department: લોસ એન્જલસ પોતાના અત્યાર સુધીના ઈતિહાસની સૌથી મોટી આગનો સામનો કરી રહ્યું છે. ભારે પવન સાથે આ આગ જંગલથી શહેર સુધી પહોંચી. આગની લપેટોએ હજારો ઈમારતોને પોતાની ઝપેટમાં લીધી. જોત જોતામાં તો આ રાક્ષસી આગ ફેલાતી ગઈ. આખો પહાડ આગના કરાણે રાતે ધધકતા અંગારાઓની જેમ લાલ લાલ જોવા મળી રહ્યો છે.
5 હેક્ટર કરતા વધુ વિસ્તાર પ્રભાવિત
જંગલોમાં લાગેલી આ આગથી અત્યાર સુધીમાં 5 હજાર હેક્ટરથી વધુ વિસ્તાર પ્રભાવિત થયો છે. આગથી લગભગ 1100 ઈમારતો સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ છે અને 28 હજાર ઘરોને નુકસાન પહોંચ્યું છે. જ્યારે 5 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ચારેબાજુ આગ જ આગ
આગ એટલી ભયંકર છે કે લોસ એન્જલસના જે વિસ્તારો સુધી આ આગ પહોંચી છે ત્યાં ફક્ત આગ જ આગ જોવા મળી રહી છે. ઘરોમાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળે છે.
3 લાખ લોકો વિસ્થાપિત
રિપોર્ટ્સ મુજબ લગભગ 50 હજાર લોકોને તરત ઘર ખાલી કરવાનું કહેવાયું છે. જ્યારે લગભગ 3 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ જવાના નિર્દેશ અપાયા છે. પ્રશાસને શહેરમાં ઈમરજન્સી જાહેર કરી છે.
હોલિવુડ સ્ટાર્સના બંગલાઓ પણ આગની ઝપેટમાં
કેલિફોર્નિયાના પોશ વિસ્તાર પેલિસેડેટસમાં અનેક હોલીવુડ સ્ટાર્સના બંગલા છે. જેમાંથી અનેક ઘરો આગની ઝપેટમાં આવીને બળીને ખાખ થયા છે. અહીં રહેતા સેલિબ્રિટિઝમાં માર્ક હેમિલ, પેરિસ હિલ્ટન, જેમી લી કર્ટિસ, મેન્ડી મૂર, મારિયા શ્રાઈવર, એશ્ટન કુચર, જેમ્સ વુડ્સ અને લીટન મેસ્ટર જેવી અનેક હોલીવુડ સેલિબ્રિટી સામેલ છે. તેમાંથી ઘણાએ પોતાના ઘર છોડવા પડ્યા છે.
કમલા હેરિસનું ઘર ખાલી
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ઘરને પણ ખાલી કરાવવામાં આવ્યું છે. કમલા હેરિસનું ઘર લોસ એન્જલસના બ્રેટનવુડ વિસ્તારમાં છે.
એક કરોડ લોકો રહે છે
લોસ એન્જલસ અમેરિકાનું સૌથી વધુ વસ્તીવાળું કાઉન્ટી છે જેમાં એક કરોડથી વધુ લોકો રહે છે. અહીંના પ્રસિદ્ધ હોલીવુડ વિસ્તારના નામ પર જ અહીંની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું નામ હોલીવુડ પડ્યું છે. આ વિસ્તાર પણ આગમાં લપેટાયો છે.
ઘર-ગાડીઓ બધું બળીને ખાખ
આગે ઘર ગાડીઓ બધુ બળીને ખાખ કરી નાખ્યું છે. આગ એટલી ઝટપથી ફેલાઈ કે ફાયર ફાઈટર્સના પહોંચતા સુધીમાં તો મોટા પાયે નુકસાન થઈ ગયું હતું.
ભડકે બળી રહી છે પહાડી
જંગલોની આગ લોસ એન્જેલસના હિલ ટોપ સુધી પહોંચી ગઈ. આગના કરાણે રાતે પહાડો લાલ અંગારો જેવા ધધકતા જોવા મળ્યા. અહીં હિલ ટોપ ઉપર પણ અનેક હસ્તીઓના ઘર છે જે આગની લપેટોથી ઘેરાયેલા છે.
બચાવ કાર્ય યુદ્ધસ્તરે
લોસ એન્જલસમાં આવી આગ ક્યારેય લાગી નથી. તેના પર જેમ બને તેમ જલદી કાબૂ મેળવવા માટે યુદ્ધસ્તરે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હેલિકોપટ્રો અને વિમાનોથી ફોમનો છંટકાવ થઈ રહ્યો છે. જેથી કરીને આગ ન ફેલાય. આ વિસ્તારોનીઆગ એટલી ઝેરીલી થઈ છે કે ફાયર ફાઈટર્સ સ્પેશિયલ માસ્ક લગાવીને આગ ઓલવવામાં લાગ્યા છે.
Trending Photos