જમ્મુ-કાશ્મીર: ડોડામાં ભારતીય સેનાના કાફલા પર આતંકવાદીઓએ કર્યો ગ્રેનેડ હુમલો

જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)થી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ડોડાના બટોત વિસ્તારમાં સેનાના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો છે.

જમ્મુ-કાશ્મીર: ડોડામાં ભારતીય સેનાના કાફલા પર આતંકવાદીઓએ કર્યો ગ્રેનેડ હુમલો

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)થી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ડોડાના બટોત વિસ્તારમાં સેનાના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો છે. કહેવાય છે કે આતંકીઓએ સેનાના કાફલા પર ગ્રેનેડથી હુમલો કર્યો. આ ઘટના બાદ કાશ્મીર ખીણમાં 3 આતંકીઓની શોધ ચાલુ છે. આતંકી હુમલા બાદ ડોડામાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવાઈ છે અને આતંકીઓની સર્ચ ચાલુ છે. 

અત્રે જણાવવાનું કે સૂત્રોએ ઈનપુટ્સના હવાલે જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના અને જમાત ઉલ અલ હદીસએ 3 હજારથી 4 હજાર યુવાઓને ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં એલઓસી ઓળંગવા માટે તૈયાર કર્યા છે. તેમને એક મહિનો ટ્રેનિંગ અપાઈ છે. જમાત ઉલ અલ હદીસ 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનું નવું ફ્રન્ટલ સંગલન છે. 

જુઓ LIVE TV

સૂત્રોએ જણાવ્યું કે તાલિમ અપાઈ રહેલા આ આતંકીઓમાં જેકેએલએફના કેટલાક યુવા સભ્યો પણ સામેલ છે. જે પીઓકેમાં સક્રિય છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ ટ્રેનિંગનો હેતુ યુવાઓનું બ્રેઈન વોશ કરીને તેમને એલઓસી નજીકના વિસ્તારોમાં મોકલવાનું છે. જેથી કરીને તેઓ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ઘૂસણખોરી કરી શકે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news