Facebook Ban: ભારતમાં ફેસબુક પર લાગશે તાળા? હાઇકોર્ટની આ ચેતાવણીએ વધારી મુશ્કેલીઓ!

Karnataka High Court On Facebook Ban: કર્ણાટક હાઈકોર્ટે વિશ્વની ટોચની સોશિયલ મીડિયા કંપનીમાંની એક ફેસબુકને કડક ચેતવણી આપી છે. મેટા પર કર્ણાટક પોલીસને તપાસમાં યોગ્ય સહકાર ન આપવાનો આરોપ છે.

Facebook Ban: ભારતમાં ફેસબુક પર લાગશે તાળા? હાઇકોર્ટની આ ચેતાવણીએ વધારી મુશ્કેલીઓ!

Karnataka High Court On Facebook Ban: કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિતની બેન્ચે મેટાને ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા કંપની ફેસબુક પર આરોપ છે કે તે કર્ણાટક પોલીસને તપાસમાં સહયોગ નથી કરી રહી. તપાસમાં સહયોગ ન મળવાને કારણે હાઈકોર્ટે ફેસબુક પર પ્રતિબંધ લગાવવાનું કહ્યું છે. આ મામલો સાઉદીમાં રહેતા એક ભારતીય સાથે સંબંધિત છે જેનું નામ શૈલેષ કુમાર છે. શૈલેષ કુમાર 25 વર્ષથી સાઉદી અરેબિયામાં કામ કરે છે. શૈલેષ કુમારની પત્ની કવિતાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે જેના અંતર્ગત આ સુનાવણી થઈ રહી છે.

શું છે સમગ્ર મામલો?
કવિતાએ કોર્ટને જણાવ્યું કે તેના પતિ શૈલેષ કુમારે એકવાર ફેસબુક પર સીએએ (CAA) અને એનઆરસી  (NRC) ના સમર્થનમાં પોસ્ટ કરી હતી, પરંતુ કેટલાક લોકોને તે પસંદ ન આવી અને શૈલેષના નામે નકલી એકાઉન્ટ બનાવીને તેમણે સાઉદી અરબના કિંગ અને ઇસ્લામ વિરૂદ્ધ  આડી-અવળી પોસ્ટ કરી. ત્યારબાદ સાઉદી પોલીસે શૈલેષની ધરપકડ કરી હતી. કવિતાએ આ મામલે મેંગલુરુ પોલીસને ફરિયાદ કરી હતી જે આ મામલે તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન મેંગલુરુ પોલીસે ફેસબુક પાસેથી કેટલીક માહિતી માંગી હતી પરંતુ કંપનીએ જવાબ આપ્યો ન હતો. તમને જણાવી દઈએ કે શૈલેષ કુમાર કેસની તપાસમાં વર્ષ 2021થી વિલંબ થઈ રહ્યો છે.

તપાસ ક્યાં પહોંચી?
કવિતાએ હાઈકોર્ટ પાસે મદદ માંગી છે અને આ મામલે કેન્દ્રને પણ જાણ કરી છે. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું છે કે જો સોશિયલ મીડિયા કંપની પોલીસને સહકાર નહીં આપે તો તે દેશભરમાં તેની સેવાઓ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરશે. તમને જણાવી દઈએ કે કવિતા દક્ષિણ કન્નડ જિલ્લાના બિકરંકટ્ટેની રહેવાસી છે. હવે આ કેસની આગામી સુનાવણી 22 જૂને થવાની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news