Watch Video: વરસાદમાં ભીંજાયેલા PM મોદીના કટઆઉટને પોતાના કપડાંથી કર્યું સાફ, કહ્યું- તેઓ મારા ભગવાન છે

Karnataka Assembly Election 2023: બેંગ્લુરુના દેવનાહલ્લીમાં વરસાદથી પીએમ મોદીનું એક કટઆઉટ ભીંજાઈ જાય છે. આ બધા વચ્ચે એક વૃદ્ધ વ્યક્તિ પીએમ મોદીના કટ આઉટ પાસે જઈને પોતાના કપડાંથી તેમનું કટઆઉટ લૂંછવા લાગે છે. 

Watch Video: વરસાદમાં ભીંજાયેલા PM મોદીના કટઆઉટને પોતાના કપડાંથી કર્યું સાફ, કહ્યું- તેઓ મારા ભગવાન છે

Viral Video: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો દેવનાહલ્લીમાં જે રોડ શો રાખવામાં આવ્યો હતો તે આજે ભારે વરસાદના કારણે રદ થઈ ગયો. પણ આ બધા વચ્ચે પણ એક વડીલ ગ્રામીણનો જે વીડિયો સામે આવ્યો તેને જોઈને બધા દંગ રહી ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ મોદીની ગજબની ફેન ફોલોઈંગ છે. સમગ્ર દેશમાં તેમના ફેન્સ અલગ અલગ રીતે પોતાના વિશ્વાસ અને તેમના પ્રત્યેના પોતાના પ્રેમનો એકરાર કરે છે પરંતુ આવો વીડિયો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય. 

હકીકતમાં બેંગ્લુરુના દેવનાહલ્લીમાં વરસાદથી પીએમ મોદીનું કટઆઉટ પોસ્ટર ભીંજાઈ જાય છે. આ બધા વચ્ચે એક વૃદ્ધ વ્યક્તિ પીએમ મોદીના કટ આઉટ પાસે જઈને પોતાના કપડાંથી તેમનું કટઆઉટ લૂંછવા લાગે છે. જ્યારે આ વ્યક્તિને પૂછવામાં આવે છે કે શું આવું કરવા માટે તેમને પૈસા આપવામાં આવ્યા છે? તો તેઓ જવાબ આપે છે કે આ તેઓ પૈસા માટે નથી કરતા પરંતુ તેમને પીએમ મોદી પર જે ભરોસો છે તેના માટે તેઓ આ બધુ કરી રહ્યા છે. આ વ્યક્તિ વધુમાં કહે છે કે મોદી તેમના માટે ભગવાન છે. 

જુઓ Video

અત્રે જણાવવાનું કે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી 10મી મેના રોજ એક જ તબક્કામાં યોજનાર છે. જ્યારે મતગણતરી 13મી મેના રોજ થશે. એટલે કે એ દિવસે પરિણામ જાહેર થશે અને રાજ્યમાં કોણ સત્તા પર આવશે તે પણ ખબર પડી જશે. સત્તાધારી ભાજપના હાથમાં ફરી કમાન આવશે કે પછી કોંગ્રેસ કે જેડીએસને તક મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news