કર્ણાટક Live: ડીકે શિવકુમાર બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચ્યા મુંબઇ, પોલીસે અટકાવ્યા

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વરિષ્ઠ મંત્રી અને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર બળવાખોર ધારાસભ્યોને મળવા મુંબઇ પહોંચ્યા હતા. તેમની સાથે જેડીએસ ધારાસભ્ય શિવાલિંગે ગૌડા પણ પહંચ્યા હતા.

કર્ણાટક Live: ડીકે શિવકુમાર બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચ્યા મુંબઇ, પોલીસે અટકાવ્યા

બેંગલુરુ: કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વરિષ્ઠ મંત્રી અને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર બળવાખોર ધારાસભ્યોને મળવા મુંબઇ પહોંચ્યા હતા. તેમની સાથે જેડીએસ ધારાસભ્ય શિવાલિંગે ગૌડા પણ પહંચ્યા હતા. તે પહેલા મીડિયામાં એવા પણ સમાચાર આવ્યા હતા કે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પણ મુંબઇ જશે. તેને ધ્યાનમાં રાથી બળવાખોર ધારાસભ્યોએ પોતાના જીવને જોખમ હોવાનું જણાવતા પોલીસ સુરક્ષાની માગ કરી હતી. બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા વધારવામાં આવી છે. આ સંબંધમાં પત્રકારોએ જ્યારે શિવકુમારથી સવાલ કર્યો તો તેમણે કંઇપણ કહેવાથી ઇન્કાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના કોંગ્રેસ અને જનતા દળના બળવાખોર ધારાસભ્યોએ સોમવારથી મહારાષ્ટ્રના અલગ અલગ ભાગમાં ડેરો જમાવ્યો છે. પાર્ટીના સૂત્રોએએ મંગળવારે આ ખુલાસો કર્યો હતો. 12 ધારાસભ્યોનું એક ગ્રૃપ શનિવારે બેંગલુરુથી ચાર્ટર્ડ વિમાનમાં અહીં પહોંચ્યું હતું. તેઓ અહીના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ સ્થિત સોફીટેલ હોટલમાં રોકાયા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, સોમવાર સાંજે બધા 14 ધારાસભ્યો ચુપચાપ રોડ માર્ગથી ગોવા માટે રવાના થયા હતા. સતારામાં અન્ય કેટલાક બળવાખોર ધારાસભ્યો તેમની સાથે સામેલ થઇ ગયા.

ત્યારબાદ તે ગ્રૃપના લગભગ એક ડર્ઝન ધારાસભ્યો મુંબઇ પરત આવ્યા અને હવે તેઓ પવઇ વિસ્તારમાં સ્થિત રિનેસાં હોટલમાં રોકાયા છે. જ્યારે તેમાંથી કેટલાક અત્યારે સતારામાં છે અને તેઓ કોઇપણ સમયે ગોવા માટે પ્રસ્થાન કરી શકે છે.

કેન્દ્રમાં શાસક ભાજપે જોકે કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય નાટકમાં તેમની કોઇ ભૂમિકા હોવાનો ઇન્કાર કર્યો છે. પરંતુ તેમના બે સ્થાનિક નેતાઓ મુંબઈમાં બંને હોટલની મુલાકાત લેતા જોયા છે, જે રહસ્ય બન્યું છે.

સંભાવના છે કે, આ સમયે આમતેમ ફરી રહેલા બધા ધારાસભ્યો શુક્રવાર સુધી બેંગલુરુ પહોંચી જશે.
(ઇનપુટ: એજન્સી IANS)

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news