કર્ણાટક: કોંગ્રેસ-JDSના 14 બળવાખોર MLA ગેરલાયક જાહેર, કાલે યેદિયુરપ્પા સરકારનું બહુમત પરીક્ષણ

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના 14 ધારાસભ્યોની સદસ્યતા રદ કરી નાખવામાં આવી છે. સ્પીકર કે આર રમેશકુમારે કોંગ્રેસના 11 બળવાખોર ધારાસભ્યો અને જેડીએસના 3 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની જાહેરાત કરી.

કર્ણાટક: કોંગ્રેસ-JDSના 14 બળવાખોર MLA ગેરલાયક જાહેર, કાલે યેદિયુરપ્પા સરકારનું બહુમત પરીક્ષણ

બેંગ્લુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના 14 ધારાસભ્યોની સદસ્યતા રદ કરી નાખવામાં આવી છે. સ્પીકર કે આર રમેશકુમારે કોંગ્રેસના 11 બળવાખોર ધારાસભ્યો અને જેડીએસના 3 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની જાહેરાત કરી. નિર્ણય બાદ સીપીકર રમેશકુમારે કહ્યું કે મેં કોઈ ચાલાકી કે ડ્રામા કર્યો નથી પરંતુ સૌમ્ય રીતે નિર્ણય લીધો છે. અત્રે જણાવવાનું કે કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ ભાજપની સરકાર બની છે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે સદનમાં બહુમત સાબિત કરવાનો છે. 

— ANI (@ANI) July 28, 2019

સ્પીકર રમેશકુમારે કોંગ્રેસના બેરાઠી બસવરાજ, એસટી સોમશેખર, રોશન બેગ, આનંદ સિંહ, એમટીબી નાગરાજ, બીસી પાટીલ, પ્રતાપ ગૌડા પાટીલ, ડો.સુધાકર, શિવરામ હેબ્બાર, શ્રીમંત પાટીલને ગેરલાયક ઠેરવ્યાં છે. આ ઉપરાંત જેડીએસના 3 બળવાખોર ધારાસભ્યો કે.ગોપાલૈયા, નારાયણ ગૌડા, એ.એચ.વિશ્વનાથને પણ ગેરલાયક ઠેરવ્યાં છે. 

કર્ણાટક વિધાનસભાના સ્પીકર કે આર રમેશકુમારે કહ્યું કે મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ મને કહ્યું કે હું આવતી કાલે સદનમાં થનારા વિશ્વાસ મત માટે તૈયારી કરું. નાણા વિધેયક પણ 31 જુલાઈએ અમાન્ય થઈ જશે. હું તમામ વિધાયકોને ભલામણ કરું છું કે તેઓ સત્ર દરમિયાન હાજર રહે. તેમણે કહ્યું કે કર્ણાટકમાં ઉભી  થયેલી સ્થિતિઓને પહોંચી વળવા માટે મેં જે દબાણ ઝેલ્યું તેનાથી તણાવના સાગરમાં ડૂબી ગયો હતો. 

જુઓ LIVE TV

આ અગાઉ સ્પીકર રમેશકુમારે 3 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતાં. આજે એટલે કે 14 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યાં બાદ હવે કુલ 17 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરાયા છે. સ્પીકર રમેશકુમારના આ નિર્ણય બાદ વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 107 બચી છે. એટલે કે બહુમતી માટે જાદુઈ આંકડો 105 હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news