બેંગલુરુ: યેદુયરપ્પાની આગેવાનીમાં રસ્તા પર સુઈ ગયા BJP નેતા, કરી આ માગ

ઉત્તર ભારતમાં જ્યાં લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે, કર્નાટકમાં રાજકીય ખેલ ફરી એકવાર સામે આવી રહ્યો છે. જેએસડબ્લ્યૂ જમીન ડીલની સામે બેંગલૂરુમાં કર્નાટક ભાજપના અધ્યક્ષ બીએસ યેદુયરપ્પા અને અન્ય નેતાઓએ આખી રાત ધરણા-પ્રદર્શન કર્યું.

બેંગલુરુ: યેદુયરપ્પાની આગેવાનીમાં રસ્તા પર સુઈ ગયા BJP નેતા, કરી આ માગ

બેંગલુરુ: ઉત્તર ભારતમાં જ્યાં લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે, કર્નાટકમાં રાજકીય ખેલ ફરી એકવાર સામે આવી રહ્યો છે. જેએસડબ્લ્યૂ જમીન ડીલની સામે બેંગલૂરુમાં કર્નાટક ભાજપના અધ્યક્ષ બીએસ યેદુયરપ્પા અને અન્ય નેતાઓએ આખી રાત ધરણા-પ્રદર્શન કર્યું. કર્નાટક ભાજપના બધા જ નેતા આ ધરણામાં સામેલ થયા.

ખરેખરમાં, ભાજપે રાજ્ય સરકાર પર જેએસડબ્લ્યૂ જમીન ડીલ મામલે છેતરપીંડી કરવાનો આરોપ લગાવ્યો છે. જેને લઇને ભાજપ સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. કર્નાટક મંત્રીમંડળે 27 મે 2019ના 3667 એકર જમીનને ફ્રી હોલ્ડ કરવાનો નિર્ણય કર્યો હતો, જેને લઇને ભાજપ અડગ છે.

શું છે વિવાદ?
આ મામલો જેએસડબ્લ્યૂ સ્ટીલ કંપનીની બેલ્લારીમાં સ્થિત 3667 એકર જમીનના વેચાણનો છે. કર્નાટકના બેલ્લારી જિલ્લાના વિજયનગર સ્થિત આ જમીનને 2005-06માં જેએસડબ્લ્યૂને લીઝ પર આપવામાં આવી હતી. ભાજપે આ મુદ્દા પર કર્નાટક સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, જેએસડબ્લ્યૂને સસ્તા દર પર જમીન આપવાનો નિર્ણય સરકારે જાણીજોઇને લીધો છે. ભાજપનો એવો પણ દાવો છે કે, આવું કરી સરકાર તેમના ખીસ્સા ભરવા માગે છે. કેમકે તેમને રાજ્યમાં તેમની સરકાર પડવાનો ડર છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news