Kargil Vijay Diwas 2021: PM મોદી સહિત દિગ્ગજોએ શહીદોને કર્યા નમન, ભારતીય સેનાએ કરી આ ભાવુક ટ્વીટ
પીએમ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથે થયેલા આ યુદ્ધના શહીદોને યાદ કર્યા અને કહ્યું કે તેમની બહાદુરી દરરોજ દેશવાસીઓને પ્રેરિત કરે છે.
Trending Photos
નવી દિલ્હી: કારગિલ વિજય દિવસની 22મી વર્ષગાંઠ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો પ્રસ્તાવિત કારગિલ પ્રવાસ રદ થયો છે. ખરાબ હવામાનના કારણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો આ પ્રવાસ રદ થયો. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ વિજય દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બારામુલ્લા યુદ્ધ સ્મારક પહોંચ્યા. આ બાજુ પીએમ નરેન્દ્ર મોદીએ પણ પાકિસ્તાન સાથે થયેલા આ યુદ્ધના શહીદોને યાદ કર્યા અને કહ્યું કે તેમની બહાદુરી દરરોજ દેશવાસીઓને પ્રેરિત કરે છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે આપણે તેમના બલિદાનને યાદ કરીએ છીએ, તેમની બહાદૂરીને યાદ કરીએ છીએ। આજે કારગિલ વિજય દિવસના અવસરે આપણે એ તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ જેમણે દેશની રક્ષા કરતા કારગિલમાં પોતાની જાતને ન્યૌછાવર કરી દીધી. તેમની બહાદૂરી આપણને દરરોજ પ્રેરણા આપે છે.
Chief of Defence Staff (CDS) General Bipin Rawat, Ladakh Lieutenant Governor RK Mathur & Ladakh MP Jamyang Tsering Namgyal pay floral tribute at Kargil War Memorial in Dras on the occasion of #KargilVijayDiwas2021
CDS also installs victory flame at the memorial. pic.twitter.com/5hhfzuGtoF
— ANI (@ANI) July 26, 2021
પ્રધાનમંત્રીએ આ સાથે ગત વર્ષ આકાશવાણીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતની એક કડીમાં કારગિલ શહીદો અંગે દેશવાસીઓ સાથે વિસ્તારથી સંવાદ કર્યો હતો. તેની કેટલીક યાદો પણ વીડિયો સ્વરૂપે ટ્વીટ સાથે શેર કરી છે.
We remember their sacrifices.
We remember their valour.
Today, on Kargil Vijay Diwas we pay homage to all those who lost their lives in Kargil protecting our nation. Their bravery motivates us every single day.
Also sharing an excerpt from last year’s ’Mann Ki Baat.’ pic.twitter.com/jC42es8OLz
— Narendra Modi (@narendramodi) July 26, 2021
આર્મીએ કરી આ ખાસ ટ્વીટ
વિજય દિવસના અવસરે ભારતીય આર્મી તરફથી એક ખાસ ટ્વીટ કરાઈ. સેનાએ તમન્ના બી કુકરેતીની કેટલીક પંક્તિઓ ટ્વીટ કરી. કારગિલ કી ચોટીયો પે, દુશ્મનો કો હમને ઝૂકાયા હૈ, હિન્દ કે વીરોને, અપને લહુ સે તિરંગા ફહરાયા હૈ...
कारगिल की चोटियों पे
दुश्मनो को हमने झुकाया है
हिन्द के वीरों ने अपने लहू से
तिरंगे को फहराया है
-तमन्ना बी कुकरेती#KargilVijayDiwas#IndianArmy#MondayMotivation pic.twitter.com/9snRb0opVu
— ADG PI - INDIAN ARMY (@adgpi) July 26, 2021
અત્રે જણાવવાનું કે વિજય દિવસના અવસરે દર વર્ષે કારગિલના દ્રાસમાં આવેલા વોર મેમોરિયલમાં ખાસ કાર્યક્રમ થાય છે.ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે 1999માં કારગિલના પહાડો પર આ યુદ્ધ ખેલાયું હતું. ત્યારબાદ ભારતે કારગિલના પહાડોને ફરીથી પોતાના કબજામાં લીધા હતા. આ લડાઈની શરૂઆત ત્યારે થઈ જ્યારે પાકિસ્તાની સૈનિકો કારગિલની ઊંચી પહાડીઓ પર ઘૂસણખોરી કરીને પોતાનો અડ્ડો જમાવી બેઠા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે