હવે એક ડોઝમાં કોરોના સામે મળશે રક્ષણ, Johnson and Johnson ની વેક્સિનને મળી મંજૂરી

જોનસન એન્ડ જોનસન કંપનીની સિંગલ ડોઝ વેક્સિનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ વાતની જાણકારી આપી છે. 
 

હવે એક ડોઝમાં કોરોના સામે મળશે રક્ષણ, Johnson and Johnson ની વેક્સિનને મળી મંજૂરી

નવી દિલ્હીઃ અમેરિકી કંપની જોસનસ એન્ડ જોનસનની સિંગલ ડોઝ વેક્સિનને ભારતમાં મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી તેની જાહેરાત કરી છે. ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મેળવનાર આ પાંચમી વેક્સિન છે. સીરમ ઇન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ (ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા), ભારત બાયોટેકની કોવૈક્સીન અને ડો. રેડ્ડીઝની સ્પૂતનિક વી (રશિયાની) પહેલાથી ઉપલબ્ધ છે. રિપ્લાને પણ મોડર્નાની વેક્સિન ઇમ્પોર્ટ કરવાની મંજૂરી મળી ચુકી છે. 

જોસનસ એન્ડ જોનસ આ વેક્સિનનું ઉત્પાદન કઈ રીતે કરશે, તે વિશે વધુ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ કંપનીએ તે જરૂર કહ્યું છે કે તેની ગ્લોબલ સપ્લાયમાં બાયોલોજિકલ ઈની મહત્વની ભૂમિકા હશે. આવો તમને જણાવીએ જોનસન એન્ડ જોનસનની સિંગલ વેક્સિન કેવી રીતે બની છે, કઈ રીતે કામ કરે છે અને કેટલી અસરકારક છે. 

સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરી આપી જાણકારી

Johnson and Johnson’s single-dose COVID-19 vaccine is given approval for Emergency Use in India.

Now India has 5 EUA vaccines.

This will further boost our nation's collective fight against #COVID19

— Mansukh Mandaviya (@mansukhmandviya) August 7, 2021

કઈ રીતે બની અને કઈ રીતે કામ કરે છે વેક્સિન?
જોસનસ એન્ડ જોનસનની વેક્સિન કોવિડ-19 આપનાર SARS-CoV-2 વાયરસના જેનેટિક મટીરિયલનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે. તેને Ad26.COV2.S કહે છે. આ વાયરસના જેનેટિક કોડનો પ્રયોગ સ્પાઇક પ્રોટીન બનાવવા માટે કરે છે. ઘણી અન્ય વેક્સિન પણ આ રીતે પ્રોટેક્શન પ્રદાન કરે છે. 

એકવાર શરીરમાં વેક્સિન પહોંચી જાય તો આ બીમારી વિરુદ્ધ એન્ટીબોડી તૈયાર કરવાનો નિર્દેશ આપે છે. કારણ કે વેક્સિનમાં વાયરસનું પૂરુ જેનેટિક મટીરિયલ ન હોય, તેથી તે લોકોને બીમાર બનાવી શકતી નથી. તેવામાં જ્યારે ઇમ્યુન સિસ્ટમ જે એન્ટીબોડી બનાવે છે, તે અસલ વાયરસની ઓળખ કરે છે અને તેની સામે લડે છે. 

બાકી વેક્સિનથી કેટલી અલગ છે?
J&J ની વેક્સિન નોન-રેપ્લિકેટિંગ વાયરલ વેક્ટર વેક્સિન છે. તેનો અર્થ એ છે કે વેક્સિનની અંદરનું જેનેટિક મટીરિયલ શરીરની અંદર પોતાની કોપીઝ બનાવશે નહીં. તે એટલા માટે જરૂરી છે કારણ કે જ્યારે વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે તો તે પોતાની કોપીઝ બનાવવાનું શરૂ કરે છે, જેનાથી સંક્રમણ ફેલાય છે. 

વેક્સિનને 2થી 8 ડિગ્રી તાપમાન વચ્ચે સ્ટોર કરી શકાય છે. ખુલી ચુકેલા વાયલ્સ 9 ડિગ્રીથી 25 ડિગ્રી તાપમાન વચ્ચે 12 કલાક સુધી રાખી થયા છે. 

શું ભારતમાં થઈ છે ટ્રાયલ?
J&J એ પોતની એપ્લિકેશનમાં ફેઝ 3ની ક્લિનિકલ ટ્રાયલના ડેટાનો હવાલો આપ્યો છે. તે પ્રમાણે સિંગલ ડોઝવાળી વેક્સિન બધા ક્ષેત્રમાં થયેલા અભ્યાસમાં ગંભીર બીમારી રોકવામાં 85 ટકા સુધી અસરકારક જણાય છે. ડોઝ લાગ્યાના 28 દિવસ બાદ કોવિડ-19 સાથે જોડાયેલા હોસ્પિટલાઇઝેશન અને મોતથી વેક્સિન બચાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news