અસામાજિક તત્વોના ત્રાસથી વેપારીઓ ઉતર્યા રસ્તા પર, જૂનાગઢ પોલીસે મામલો થાળે પાડ્યો
જૂનાગઢમાં (Junagadh) અસામાજિક તત્વોનાં (Anti-Social Elements) ત્રાસથી વેપારીઓ (Traders) રસ્તા પર ઉતરી આવતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. જેને પગલે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ (Junagadh Police) ઘટનાસ્થળ પર દોડી આવી હતી
Trending Photos
ઝી મીડિયા બ્યુરો: જૂનાગઢમાં (Junagadh) અસામાજિક તત્વોનાં (Anti-Social Elements) ત્રાસથી વેપારીઓ (Traders) રસ્તા પર ઉતરી આવતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. જેને પગલે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ (Junagadh Police) ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી મામલો થાળે પાડ્યો હતો.
જૂનાગઢના (Junagadh) કાડિયાવાડ વિસ્તારમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો (Anti-Social Elements) આતંક વધતો જઈ રહ્યો છે. અસામાજિક તત્વો દ્વારા વેપારીઓની (Traders) દુકાનમાં આવી સામાનની ખરીદી કરી તેના પૈસા પણ ચૂકવતા નથી. જો કોઈ વેપારી પૈસા માંગે તો છરી જેવા તિક્ષણ હથિયાર બતાવીને વેપારીઓને ધમકાવવામં આવે છે.
ત્યારે આ મામલે શુક્રવારે વેપારી એસોસિએશન દ્વારા દુકાનો બંધ કરી હડતાળ પર ઉતરી આવ્યા હતા તેમજ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે, આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જૂનાગઢ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ સહિતના પોલીસ સ્થળ પર પહોંચી ગયા હતા અને વેપારીઓને આ અંગે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપી મામલો થાળે પાડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે