China ને મોટો ઝટકો આપવાની તૈયારી, ભારત થશે સામેલ? જાણો શું છે BBB પ્રોજેક્ટ
અમેરિકા તરફથી હાલમાં આવેલા આ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ BBB પર ભારત જલદી કોઈ નિર્ણય લઈ શકે છે. રાષ્ટ્રપતિ બાઇડેને આ 'બિલ્ડ બેક બેટર' પ્લાનનો પ્રસ્તાવ આપ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ કૂટનીતિક મોર્ચા પર અમેરિકા (US) અને ચીન (China) વચ્ચે અદાવત ચાલી રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમયમાં ચાલતી નિવેદનબાજી ભલે બંધ હોય પરંતુ જો બાઇડેન (Joe Biden) ડ્રેગનને સંકેત આપી ચુક્યા છે કે વર્ચસ્વની લડાઈમાં તેમનો દેશ જ સરતાજ છે. બેઇજિંગને કાબુમાં રાખવાની કવાયત હેઠળ હાલમાં G-7 ની બેઠકમાં વોશિંગટન તરફથી આવેલા પ્રપોઝલ પર ભારતને વિચાર કરવાની વાત કહી છે.
'બિલ્ડ બેક બેટર' પ્લાન
અમેરિકા તરફથી હાલમાં આવેલા આ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ BBB પર ભારત જલદી કોઈ નિર્ણય લઈ શકે છે. રાષ્ટ્રપતિ બાઇડેને આ 'બિલ્ડ બેક બેટર' પ્લાનનો પ્રસ્તાવ આપ્યો હતો, જેને ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ (Belt and Road Initiative) ને કાઉન્ટર કરનાર ટૂલ માનવામાં આવી રહ્યું છે. જો જી-7 દેશ આ દિશામાં આગળ વધે છે તો એશિયાથી યૂરોપ સુધી દખલ દેવાનું સપનું જોઈ રહેલા ચીનને મોટો ઝટકો લાગશે.
આવી છે તૈયારી
આ પરિયોજનાનું નેતૃત્વ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશો કરશે. જે તેમાં તકનીકી અને આર્થિક મદદ પણ કરશે. તેના પર કુલ 40 ટ્રિલિયન યૂએસ ડોલરનો ખર્ચ આવવાનું અનુમાન છે. પરંતુ આ પ્રોજેક્ટ તે દેશો પર ફોકસ કરશે, જે કોરોના સંકટમાં ખરાબ રીતે પ્રભાવિત થયા છે કે અન્ય કોઈ કારણે દેવામાં છે. તે પણ કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોજેક્ટને કારણે પરિયોજના હેઠળ આવનારા દેશોમાં રોજગારની લાખો નવી તકો ઉભી થશે.
પરિયોજનાનો અભ્યાસ જારી
ભારતનું કહેવું છે કે તે આ પરિયોજનાનો અભ્યાસ કરી રહ્યું છે અને તે જલદી જોડાઈ શકે છે. મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રાલયના અધિકારી પી. હર્ષે કહ્યુ- બિલ્ડ બેક બેટરને લઈને જો તમે સવાલ પૂછી રહ્યાં છો તો હું તે કહી શકુ છું કે ભારત પોતાની એજન્સીઓ દ્વારા તેના પ્રભાવનું આકલન કરાશે અને ત્યારબાદ તેની સાથે જોડાઈ શકે છે.
ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટની તે દેશો તરફથી પણ આલોચના શરૂ થઈ ગઈ છે, જે તેનો ભાગ છે. સંબંધિત દેશો પર સતત વધી રહેલા દેવા અને સ્થાનીક સ્તર પર લોકોને રોજગાર ન મળવાને લઈને તેની આલોચના થઈ રહી છે. ભારત, ચીનના આ પ્રોજેક્ટથી દૂર છે, જ્યારે પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકા તેમાં સામેલ છે. આ ત્રણેય દેશો ચીનના ભારે દેવા હેઠળ દબાયેલા છે.
ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) પર પણ ભારતે નારાજગી વ્યક્ત કરી હતી કારણ કે તે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ના તે ભાગમાંથી પસાર છે, જેના પર પાકિસ્તાનનો લાંબા સમયથી ગેરકાયદેસર કબજો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે