Coins In Stomach: આ વ્યક્તિ 63 જેટલા સિક્કા ગળી ગયો, પછી જે થયું...જાણીને ડોક્ટર પણ સ્તબ્ધ

ડોક્ટર નરેન્દ્ર ભાર્ગવે કહ્યું કે વ્યક્તિ પેટમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યો હતો. તેણે અમને જણાવ્યું કે તેણે 10થી 15 સિક્કા ગળી લીધા છે. જ્યારે અમે પેટનો એક્સરે કઢાવ્યો તો અમને ધાતુની એક ગાંઠ જોવા મળી. અમે તે વ્યક્તિનું ઓપરેશન કર્યું અને હવે તેની તબિયત સ્થિર છે.

Coins In Stomach: આ વ્યક્તિ 63 જેટલા સિક્કા ગળી ગયો, પછી જે થયું...જાણીને ડોક્ટર પણ સ્તબ્ધ

રાજસ્થાનના જોધપુરમાં એક અજીબોગરીબ ઘટના જોવા મળી જ્યાં 36 વર્ષનો એક વ્યક્તિ એક રૂપિયાના 63 સિક્કા ગળી ગયો. ત્યારબાદ 27 જૂલાઈએ તેને પેટમાં ખુબ દુખાવો થવાની ફરિયાદ થઈ અને હોસ્પિટલ લઈ જવાયો. તપાસ કરતા ડોક્ટરોને તેના પેટમાં ધાતુની એક ગાંઠ જેવું જોવા મળ્યું. એક્સરે કઢાવ્યો તો ખબર પડી કે તે વ્યક્તિ એક રૂપિયાના 63 જેટલા સિક્કા ગળી ગયો હતો. 

ઓપરેશન કરીને કાઢ્યા સિક્કા
એમડીએમ હોસ્પિટલના ડોક્ટરોની એક ટીમે બે દિવસના ઓપરેશનમાં એન્ડોસ્કોપિક પ્રક્રિયાની મદદથી એક વ્યક્તિના પેટમાંથી સિક્કા કાઢ્યા. મીડિયા સાથે વાત કરતા એચઓડી (Gastroenterology) નરેન્દ્ર ભાર્ગવે કહ્યું કે પેટના દુખાવાની ફરિયાદ પર તેમનો એક્સરે કઢાવવામાં આવ્યો ત્યારે ખબર પડી કે ડિપ્રેશનની સ્થિતિમાં 36 વર્ષના આ પુરુષ દર્દીએ બે દિવસમાં 1 રૂપિયાના 63 સિક્કા ગળી લીધા હતા. 

— Tushar ॐ♫₹ (@Tushar_KN) July 31, 2022

એક્સરે બાદ ડોક્ટરોએ કરી સારવાર
ડોક્ટર નરેન્દ્ર ભાર્ગવે કહ્યું કે વ્યક્તિ પેટમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યો હતો. તેણે અમને જણાવ્યું કે તેણે 10થી 15 સિક્કા ગળી લીધા છે. જ્યારે અમે પેટનો એક્સરે કઢાવ્યો તો અમને ધાતુની એક ગાંઠ જોવા મળી. અમે તે વ્યક્તિનું ઓપરેશન કર્યું અને હવે તેની તબિયત સ્થિર છે. જો કે ભાર્ગવે તે વ્યક્તિને મનોરોગ ઉપચારની ભલામણ કરી કારણ કે તેને ડિપ્રેશનની સ્થિતિમાં ચીજો ગળી જવાની આદત છે. વ્યક્તિનું ઓપરેશન બે દિવસ સુધી ચાલ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news