Gratuity માટે નથી 5 વર્ષની જરૂર! માત્રા આટલાં દિવસની નોકરીમાં તમે બનો છો પૈસાના હકદાર
Gratuity Rule: જો ગ્રેચ્યુટી આપવામાં તમારી કંપની કરે છે કોઈ આનાકાની તો...યાદ આપાવી દેજો સરકારનો આ નિયમ. કંપનીએ ગ્રેચ્યુટી એક્ટ (Gratuity Rule) 1972 મુજબ, કર્મચારીને આપવો જ પડે છે લાભ...
Trending Photos
Gratuity Rule : તમે કોઈ પણ કંપનીમાં 5 વર્ષ નોકરી કર્યા બાદ કંપની છોડો છો તો તમને રિવોર્ડ મની મળે છે. આ રિવોર્ડ મનીની રકમને ગ્રેચ્યુઈટી (Gratuity)કહેવાય છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું નોટિસનો સમયગાળો પણ ગ્રેચ્યુઇટીના (Gratuity)સમયગાળામાં ગણાય છે? ચાલો આ લેખમાં જવાબ જાણીએ.
લાંબા સમય સુધી કંપનીમાં કામ કરવા પર, વ્યક્તિને ગ્રેચ્યુટીનો (Gratuity)લાભ મળે છે. આ એક પ્રકારનો રિવોર્ડ છે જે ઈમાનદારીના નામે કર્મચારીને આપવામાં આવે છે. કંપની દ્વારા આપવામાં આવતી રિવોર્ડની રકમને ગ્રેચ્યુઈટી (Gratuity) કહેવામાં આવે છે.
ગ્રેચ્યુટીનો (Gratuity)લાભ એવા કર્મચારીઓને મળે છે જેઓ કંપનીમાં 5 વર્ષથી કામ કરી રહ્યા છે. જો તમે વર્ષ 2020 માં કોઈ કંપનીમાં જોડાઓ છો અને 5 વર્ષ પૂરા થયા પછી કંપની બદલો છો, તો કંપની દ્વારા ગ્રેચ્યુઈટી મની (Gratuity money)આપવામાં આવે છે. જો તમે 2-3 વર્ષમાં કંપની બદલો છો તો તમને ગ્રેચ્યુટીનો (Gratuity) લાભ નહીં મળે. ગ્રેચ્યુઈટીને લઈને ઘણા કર્મચારીઓના મનમાં પ્રશ્ન એ આવે છે કે શું નોટિસનો સમયગાળો પણ તેમાં ગણાય છે? આવો, અમે તમને નીચે આ પ્રશ્નનો સાચો જવાબ આપીશું.
શું નોટિસનો સમયગાળો પણ ગણાય છે?
ગ્રેચ્યુઈટીના (Gratuity)નિયમ મુજબ નોટિસનો સમયગાળો પણ નોકરીના સમયગાળામાં ગણાય છે. વાસ્તવમાં, નોટિસના સમયગાળા દરમિયાન પણ કર્મચારી કંપનીને તેની સેવા આપી રહ્યો છે. આનો અર્થ એ થયો કે જો કોઈ કર્મચારી 4 વર્ષ અને 10 મહિના કામ કર્યા પછી નોકરી છોડે છે અને નોટિસ આપે છે અને 2 મહિનાની નોટિસ બજાવે છે, તો તેને 5 વર્ષ ગણવામાં આવશે અને તે જ આધારે ગ્રેચ્યુટીની રકમ આપવામાં આવશે.
ગ્રેચ્યુઈટી (Gratuity) 5 વર્ષથી ઓછા સમય માટે પણ ઉપલબ્ધ છે. ઘણી પરિસ્થિતિઓમાં, કાર્યકાળ 5 વર્ષથી ઓછો હોય તો પણ કર્મચારીને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. જો કે, નિયમો અનુસાર, જો કોઈ કર્મચારીએ 4 વર્ષ અને 8 મહિના સુધી કામ કર્યું હોય તો તે ગ્રેચ્યુટીનો (Gratuity)હકદાર છે.
ગ્રેચ્યુટી એક્ટ (Gratuity Rule) 1972 મુજબ, જો કર્મચારી સાથે કોઈ અકસ્માત થાય છે, જેમાં તે પોતાનો જીવ ગુમાવે છે અથવા અપંગ થઈ જાય છે, તો આવી સ્થિતિમાં પણ તેને ગ્રેચ્યુટીનો લાભ મળે છે. આ પરિસ્થિતિઓમાં 5 વર્ષ સુધી કામ કરવાનો નિયમ લાગુ પડતો નથી. આવા સંજોગોમાં, નોમિની ગ્રેચ્યુઇટીની રકમ મેળવે છે. નોકરીમાં જોડાતી વખતે, કંપની ફોર્મ F ભરાવે છે જેમાં કર્મચારી ગ્રેચ્યુઇટીની રકમ માટે નોમિનીનું નામ આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે