Vastu Tips: ઘરમાં ન વાવો મરચાનો છોડ, જાણો મરચાના છોડ ઘરમાં ઉગાડવાથી શું થાય ?

Vastu Tips: વર્તમાન સમયમાં રસોડા સંબંધિત કેટલીક વસ્તુઓ ઘરમાં જ વાવી લેવાનો ટ્રેન્ડ વધ્યો છે. જેમાં ઘણા લોકો ઘરમાં મરચાંના છોડ પણ વાવતા હોય છે. પરંતુ જો તમે ઘરમાં મરચાંનો છોડ વાવો છો તો ઘણી બધી સમસ્યાઓને આમંત્રણ આપો છો. 

Vastu Tips: ઘરમાં ન વાવો મરચાનો છોડ, જાણો મરચાના છોડ ઘરમાં ઉગાડવાથી શું થાય ?

Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અને ઘરની આસપાસ રહેલા છોડ તે જગ્યાની ઊર્જાના પ્રવાહ પર પ્રભાવ પાડે છે. તેથી જ વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઘરના આંગણામાં અને ઘરમાં કેવા પ્રકારના છોડ વાવવા જોઈએ અને કઈ વસ્તુને ઘરમાં વાવવાની મનાઈ હોય છે. કેટલીક વસ્તુ એવી છે જેને ઘરમાં વાવવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય, સુખ અને સફળતા પ્રભાવિત થાય છે. આ વસ્તુના છોડ ઘરમાં રાખવા શુભ ગણાતા નથી. તેની સાથે જ કેટલાક છોડ એવા પણ હોય છે જેને ઘરમાં રાખવાથી ઘરમાં હંમેશા ખુશહાલી બની રહે છે.

માન્યતા છે કે જો ઘરમાં તમે કેટલાક વિશેષ પ્રકારના છોડ લગાવો છો તો ઘરમાં સમસ્યાઓ વધવા લાગે છે. આ બાજુ છોડમાંથી એક છે મરચાનો છોડ. વર્તમાન સમયમાં રસોડા સંબંધિત કેટલીક વસ્તુઓ ઘરમાં જ વાવી લેવાનો ટ્રેન્ડ વધ્યો છે. જેમાં ઘણા લોકો ઘરમાં મરચાંના છોડ પણ વાવતા હોય છે. પરંતુ જો તમે ઘરમાં મરચાંનો છોડ વાવો છો તો ઘણી બધી સમસ્યાઓને આમંત્રણ આપો છો. 

મરચાનો છોડ વાવવાથી થતા નુકસાન 

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મરચાંનો છોડ વાવવાથી લડાઈ ઝઘડા વધે છે. મરચાનો છોડ ઘરમાં વાવેલો હોય તો અચાનક જ ઘરનું વાતાવરણ તંગ બની જાય છે. 

આમ થવાનું કારણ હોય છે કે મરચાની પ્રકૃતિ તેજ અને ઉગ્ર હોય છે. મરચાં એક તીખું ફળ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં આ વસ્તુનો છોડ રાખવામાં આવે તો આક્રમક ઉર્જા ઉત્સર્જિત થાય છે. આ ઉર્જા ઘરના વાતાવરણને પણ બાધિત કરે છે. તેના કારણે પરિવારના સભ્યો વચ્ચે પણ ઝઘડા થાય છે. 

ઘરમાં મરચાનો છોડ રાખેલો હોય તો કારણ વિના ઝઘડા વધવા લાગે છે. ઘરમાં મરચાનો છોડ હોય તો પરિવારના સભ્યો વચ્ચે કારણ વિના ગેરસમજ પણ વધવા લાગે છે. પરિવારના લોકો વચ્ચે પણ સહકારની ભાવના રહેતી નથી. 

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં મરચાનો છોડ રાખેલો હોય તો વ્યક્તિના સ્વાસ્થ્ય પર પણ તેનો ખરાબ પ્રભાવ પડે છે. મરચાનો છોડ તેની ઉગ્ર પ્રકૃતિના કારણે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે.

જો ઘરના આંગણામાં કે ઘરમાં મરચાનો છોડ હોય તો આર્થિક સમસ્યાઓ પણ વધે છે. તેના કારણે સકારાત્મક ઊર્જાનો પ્રવાહ બાધિત થાય છે અને જીવનમાં નાણાકીય સમસ્યાઓ કે અસ્થિરતા ઉત્પન્ન થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news